આમ તો ઘણું કહેવાનું મન થાય છે આ ગીત વિષે, પણ મને ખાત્રી છે કે તમને મારી બકબક કરતા કવિ શ્રી હરીન્દ્ર દવેના અવાજમાં આ મધુરા ગીતની પ્રસ્તાવના સાંભળવી વધુ ગમશે, બરાબર ને ? 🙂
લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ – આજે આશિતભાઇના સ્વર અને સંગીત સાથે ફરી એકવાર…
આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘
આ વખતે તો દેશમાં વરસાદ આવ્યા ને પણ કેટલો વખત થઇ ગયો, અને આપણે ટહુકો પર વરસાદ બોલાવાનું ભૂલી જ ગયા..! પણ જો કે આમ ટહુકો થાય એટલે વરસાદ તો આવે જ ને… અને આપણે તો આખું વર્ષ ટહુકા કરતા હોય છે..
ચાલો, વધારે પૂર્વભુમિકા બાંધ્યા વગર, વરસાદની મૌસમનું આ સરસ મઝાનું ગીત, સોલીભાઇ-નિશાબેનના સુમધુર કંઠે સાંભળીએ.
સ્વર : સોલી -નિશા કાપડિયા
સંગીત ઃ આશિત દેસાઇ
.
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ.
આપણે કયાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઇએ.
સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.
————————
અને જ્યારે વરસાદની મૌસમ આવી જ છે, તો સાથે સાથે આ વરસાદી ગીતો સાંભળવાનો વધુ એક મોકો આપી દઉં તમને ?
આજે હિમાંશુભાઇની એક સદાબહાર ગઝલ, એક સુમધુર સ્વર સાથે… અને ખૂબી તો એ છે, કે સંગીતાબેન આમ તો professional composer નથી, પણ આ ગઝલ એમની ખૂબ જ ગમતી ગઝલ, અને એને બસ ગણગણતા એમણે એને compose કરી, અને પછી એકાદ વર્ષ પછી સંગીતસાથે record કર્યું.
લયસ્તરો પર વિવેકભાઇએ આ ગઝલ વિષે જે વાત કરી, એ અહીં ફરીથી આપને પીરસવાની લાલચ હું રોકી નથી શકતી.
‘કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે. આ ગઝલને જરા ઝીણવટથી જોઈએ તો આવું સુખદ આશ્ચર્ય અહીં શબ્દના પગલે-પગલે વેરાયેલું ભાસે છે. નડવું એ મૂળે માણસની પ્રકૃતિ છે. કંઈ ન હોય તો અભાવ અને બધું જ હોય તો સ્વભાવ નડે છે. ગઈ ગુજરી ભૂલી ન શક્વાના કારણે આપણે આવનારી જીંદગી પ્રેમથી જીવી નથી શક્તાં એ વાત પણ કેટલી સહજતાથી કહી દીધી છે! અને જીવનનો મોહ કોને ન હોય? ગઝલના મક્તાના શેરમાં લગાવોની વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે એવું નથી લાગતું?! ‘
– વિવેક ટેલર
આવી સુંદર ગઝલ આપણા સુધી પહોંચાડનાર દરેક કલાકારનો ખૂબ આભાર..
સંગીત-સાથ – શ્રી અરૂણ પટેલ-સુવિન બેંકર
સ્વર – સંગીતા ધરીઆ
.
મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.
ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.
નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.
તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.
આ લ્યો… આજનું આ ગીત મારા માટે… (એટલે કે હું અને અમિત – બંને માટે)
કવિ તુષાર શુક્લની કલમનો જાદુ હોય, પછી ગીતની મીઠાશ માટે બીજું કઇં કહેવાનું બાકી રહે? અને આ ગીત સાંભળતાની સાથે જ કવિ તુષાર શુક્લનું જ એવું જ મઘમીઠું ગીત – એક હુંફાળો માળો… યાદ આવે ને?
કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર
સમજણનો સરવાળો
——————————-
અને હા, એક મહત્વની વાત કહેવાની તો રહી જ ગઇ… આ ગીતના કવિ તુષાર શુક્લ, અને ગાયક સંજય ઓઝા – પોતાની ટીમ સાથે હમણા અમેરિકામાં છે. એક-બે દિવસમાં એમના પ્રોગ્રામની વધુ માહિતી ટહુકો પર જરૂર મુકીશ.
તમે જો ટહુકો-મોરપિચ્છ બે અલગ બ્લોગ હતા, એ વખતથી મને ઓળખતા હશો, અને ત્યારથી ટહુકોના મુલાકાતી હશો, તો તમને ખ્યાલ હશે કે લગભગ દોઢ વર્ષ પહેલા હું San Francisco થી Los Angeles આવી હતી… અને ત્યારે મેં આ ગીત સંભળાવ્યું હતું – एक अकेला इस शहेर में…
અને ગઇકાલે જે ગીત મુક્યું હતું – बीते हुए लम्हों की कसक साथ तो होगी.. – એ ખરેખર તો એ મિત્રો માટે હતુ, જેમાંથી ઘણાને આમ જુઓ તો ટહુકો સાથે એટલી નિસ્બત નથી… Los Angeles માં ડગલે ને પગલે સાથ આપનારા દરેક મિત્રને મારા દિલથી સલામ..!.
ગઇકાલે હું Los Angeles છોડીને ફરી પાછી San Francisco આવી. જીંદગીનું એક નવું અને સૌથી મહત્વનું chapter શરૂ થઇ રહ્યું છે.. અને એની વધારે વાતો આપણે કાલે કરીશું, પણ Los Angles જતી વખતે મેં જે સ્વપ્નની વાત કરી હતી…
આજે એક હીન્દી ગીત… અને એ પણ મારુ ઘણું જ ગમતું ગીત… પણ, આજે આ ગીત મુકવાનું એક ખાસ કારણ છે. એ કારણ તો હું તમને 1-2 દિવસમાં જણાવીશ જ, પણ આજ માટે તો બસ આ સુરીલી નઝ્મ સાઁભળીયે !
સ્વર : મહેન્દ્ર કપૂર ; સંગીત : રવિ
अभी अलविदा मत कहो दोस्तों
न जाने फिर कहाँ मुलाक़ात हो, क्योंकि
बीते हुए लम्हों की कसक साथ तो होगी
ख़्वाबों में ही हो चाहे मुलाक़ात तो होगी
ये प्यार ये डूबी हुई रँगीन फ़िज़ाएं
ये चहरे ये नज़ारे ये जवाँ रुत ये हवाएं
हम जाएं कहीं इनकी महक साथ तो होगी
बीते हुए लम्हों की …
फूलों की तरह दिल में बसाए हुए रखना
यादों के चिराग़ों को जलाए हुए रखना
लम्बा है सफ़र इस में कहीं रात तो होगी
बीते हुए लम्हों की …
ये साथ गुज़ारे हुए लम्हात की दौलत
जज़्बात की दौलत ये ख़यालात की दौलत
कुछ पास न हो पास ये सौगात तो होगी
बीते हुए लम्हों की …
ગઇકાલે ૧૦ -જુન એટલે આપણા ગુજરાતી બ્લોગજગતના લાડીલા ‘ઊર્મિસાગર.કોમ’ નો જન્મદિવસ…
અછાંદસથી શરૂ થયેલી ઊર્મિની યાત્રા બે વર્ષમાં છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ. એમના પોતાના અવાજમાં તમે ‘તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ?‘ સાંભળ્યુ ને ? ટહુકો પર પણ ભવિષ્યમાં એમના અવાજનો ટહુકો કરશું જ, પણ આજ માટે આપણે એમની સ્વરબધ્ધ થયેલી આ ગઝલ (જે એમના બ્લોગ પર તો છે જ..!) સાંભળીયે…
સંગીત : મેહુલ સુરતી
સ્વર : અમન લેખડિયા
મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.