H दो दिवाने शहेरमें…

તમે જો ટહુકો-મોરપિચ્છ બે અલગ બ્લોગ હતા, એ વખતથી મને ઓળખતા હશો, અને ત્યારથી ટહુકોના મુલાકાતી હશો, તો તમને ખ્યાલ હશે કે લગભગ દોઢ વર્ષ પહેલા હું San Francisco થી Los Angeles આવી હતી… અને ત્યારે મેં આ ગીત સંભળાવ્યું હતું – एक अकेला इस शहेर में…

અને ગઇકાલે જે ગીત મુક્યું હતું – बीते हुए लम्हों की कसक साथ तो होगी.. – એ ખરેખર તો એ મિત્રો માટે હતુ, જેમાંથી ઘણાને આમ જુઓ તો ટહુકો સાથે એટલી નિસ્બત નથી… Los Angeles માં ડગલે ને પગલે સાથ આપનારા દરેક મિત્રને મારા દિલથી સલામ..!.

ગઇકાલે હું Los Angeles છોડીને ફરી પાછી San Francisco આવી. જીંદગીનું એક નવું અને સૌથી મહત્વનું chapter શરૂ થઇ રહ્યું છે.. અને એની વધારે વાતો આપણે કાલે કરીશું, પણ Los Angles જતી વખતે મેં જે સ્વપ્નની વાત કરી હતી…

ઇન ભુલ-ભુલૈયા ગલિયોંમેં, અપના ભી કોઇ ઘર હોગા..
અંબર પે ખુલેગી ખિડકીયાં, ખિડકી પે ખુલા અંબર હોગા..

એ સ્વપ્ન હવે ફરી મારી આંખોમાં ડોકાઇ રહ્યું છે…

અને ફિલ્મ ઘરોંદાનું એ ગીત પણ.. અને આ વખતે મને ખુશી છે કે મને યાદ આવતું ગીત ‘એક અકેલા…. ‘ નથી; પણ….

10 replies on “H दो दिवाने शहेरमें…”

  1. જયશ્રેઈબેન તથા શ્રિ અમિતભૈ
    ખુબ ખુબ અભિઅન્દન્
    લઓસ અન્ગેલેસ મા જરોૂર રહો
    અમે તમરા કામ થિ ખુબ ખુશ ચએ
    ખુબ જ સરસ કામ કરો ચ્હો
    ચાલુ રખ્જો
    આશિર્વાદ્
    પ્રકાશ પન્ચોલેી
    ૯૪૯ ૨૧૨-૦૮૪૩

  2. ટહુકો એ ખરેખર ગુજરાતી ભાસા નો એક અનન્ય વેબ સાઈટ ે

    અભિનન્દન એ સર્વેને જેો આ સાઈટ મેઈનટૅઈન કરે ે

  3. અરે કોયલરાણેી ! હવે તો બસ ટહુક્યા જ કરો ! શુભેચ્છાઓ !

  4. તા.૧૪-૦૬-૨૦૦૮ની આપની પોસ્ટે ‘ટહુકાને અલવિદા’ જેવા વિચારોનો એક વંટોળ જગાવેલો પણ હવે તે શમી ગયો છે.
    આપના સેવેલા સોણલાંની સાકારતાને શોધવા નીકળેલાં આપ બેઉના જીવનરથો એકાકાર થઈ સાચી દિશામાં દોડે જ્યાં આપના મૂર્તિમંત થયેલાં સપનાઓને વરેલા જગતનો વાસ હોય,જ્યાં દબદબાબર્યા આવકાર અને ભાવભીના સ્વાગત આપની પ્રતીક્ષા કરતાં હોય અને આનંદના અતિરેકની કંકુવર્ણી જાજમ બિછાવેલી હોય! પ્રભુ આપને સદાય સુખી રાખે!

  5. Los Angeles છોડીને ફરી પાછી San Francisco!
    હવે તો ધરતીકંપથી તુટેલો પૂલ પણ ચાલુ થઈ ગયો છે…નટ-નટીઓ અને સ્ટુડીઓ અને આગમાંથી ફરી સાન ફ્રાન્સિસ્કો:પશ્ચિમી ઉત્તર અમેરિકાનું ઉત્તમ શહેર!.ગોલ્ડન ગેટ,કેબલ કાર,લોમ્બાર્ડ સ્ટ્રીટ,પેલેસ ઑફ ફાઇન આર્ટસ
    રેડ વૂડ ફોરેસ્ટ,ચાઇના ટાઉન અને સ્પીડથી ક્રુકેડ સ્ટ્રીટ પર ગાડી દોડાવવાની…જીંદગીના મહત્વનાં ચેપટર અગે શુભકામના
    સદાબહાર ગીત બદલ આભાર…
    સીલીકોનવેલી…દુનિયા નાની લાગે છે.કેટલાક તો શિયાળામાં ત્યાં અને ઉનાળામા અહીં…

  6. ગઈકાલની પોસ્ટ વાંચીને વિચાર્યું કે જયશ્રીબેન ટહુકાનાં વાંચકોને “સાથ ગુઝરે હુએ લમ્હે”ની અને “મને ભૂલી ના જતા”ની વાતો કેમ કર્તા હશે? આજ્નો પોસ્ટ વાંચીને ઘણી રાહત થઈ!!
    જીંદગીના નવા અને “સહુથી મહત્વના chapter” શરૂ કરવા નિમિત્તે Congratulations and best wishes.

  7. hello sir
    i cant listen any song on my pc actually i havnt any option to listen the song ple tell me what can i do?

  8. તારું સપનું જલ્દીથી સાકાર થાય તેવી શુભેચ્છાઓ સહ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *