ટહુકો વિષે

“લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.”…

જુન 12, 2006 ના દિવસે બ્લોગ્સ ની દુનિયામાં મે પ્રથમ પ્રવેશ કર્યો ગુજરાતી કાવ્ય અને ગુજરાતી સંગીત પ્રત્યેની મારી રુચી ને અનુલક્ષીને બન્ને વિષયો નાં બે અલગ અલગ બ્લોગ્સ રજુ કર્યા.અનાયાસે ત્યારે, ભગીરથ બ્રહ્મભટ્ટના આ શબ્દો પરથી મને, સંગીતનાં બ્લોગનું નામ ‘ટહુકો’ આપવાનું સૂઝ્યું. કાવ્ય નાં બ્લોગ ને ‘મોરપિચ્છ’નામ આપ્યું. એ ટહુકો તથા મોરપિચ્છ, બ્લોગમાંથી આજે ‘ટહુકો.કોમ’ – એક સ્વતંત્ર વેબસાઇટ તરીકેં સમ્મિલીત થયા.

કાકાસાહેબ કાલેલકર નાં શબ્દો માં વર્ણવુ, તો એક્લા ચાલુ કરેલી મુસાફરી, વડીલો, મિત્રો તથા વાચકોના સંગાથ થી આનંદદાયક પ્રવાસ બની અને હવે મારા માટે યાત્રા જેટલી ભાવપૂર્ણ બની છે. યાત્રાનાં આ મુકામે આ બધા આપ્તજનોને તેમના અમુલ્ય યોગદાન માટેનો, ફક્ત શબ્દોમાં આભાર માનવો, કદાચ ક્ષુલ્લક ગણાય.

સૌથી પહેલા તો દક્ષેશભાઇનો આભાર માનું, જેમણે પોતાનું domain name ‘ટહુકો.કોમ’ મને આપ્યું, એ પણ નવા-વર્ષની ભેટ રૂપે. ટહુકાની સફળતામાં સૌથી મોટો ફાળો એ ગીતકાર, સંગીતકાર અને ગાયકોનો, જેમની રચનાઓ અહીં ટહુકા પર છે. હું મારા પરીવારના સભ્યોની પણ ઋણી છુ, જેમણે મારામાં ગુજરાતી ગીત તથા કાવ્યની રૂચીનું સિંચન કર્યું. સાથે મિત્રો, વડીલો તથા મારા બ્લોગની મુલાકાત લેતા વાચકોને તો કેમના ભુલાય, તેમના સુચનો, પ્રસંશા તથા ટીકા-ટીપ્પણીથી જ, મને આગાળ વધવાની દીશા તથા ઉત્તેજન મળ્યુ. અનેં અંતે આભાર માનું મારી માતૃભાષાનો, જેણે હજારો માઈલ દુર પણ, મને મારા મૂળોથી બાંધીને રાખી છે.

જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં બધાં જ સર્જકોનાં નામ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઘણી એવી પણ રચનાઓ છે ખાસ કરીને સંગીતની, કે જેમાં મને બધા જ રચનાકારોનાં નામ ન મળી શક્યા હોય. આપ જો આ ખૂટતી કડીઓ જોડવામાં મદદરૂપ થઇ શકો તો આભારી રહીશ. સૌમિલ મુન્શી, સોલી કાપડિયા, મનહર ઉધાસ, ચેતન ગઢવી, અચલ મહેતા, મેહુલ સુરતી વગેરે કલાકારોએ એમના ગીતો અહીં મુકવાની વ્યક્તિગત પરવાનગી આપી, એ માટે એમની ઋણી છું. ઘણા ગીતો એવા છે, જેના માટે કલાકારોનો સંપર્ક કરવો મારાથી શક્ય બન્યો નથી. આવા સૌ કલાકારોની ક્ષમા સહ, હું વિનંતી કરું છું કે કોઇની પાસે આવા કોઇ કલાકારની સંપર્ક માહિતી હોય, તો મને જરૂરથી જણાવશો.

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, ગુજરાતી કાવ્ય તથા સંગીત જગતનાં વિવિધ રંગો આ વેબસાઇટ ધ્વારા પ્રસ્તુત કરી રહી છું. ઉદ્દેશ ફક્ત ગુજરાતી સાહિત્ય તથા સંગીત ની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ટહુકો પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

અત્રે એ ઉલ્લેખ જરુરી છે કે, ટહુકો.કોમ વેબસાઇટ આ સ્તર સુધી પહુંચી, એના માટે તે બધાં જ ગુજરાતી મિત્રોની આભારી છું, જેમણે નિસ્વાર્થભાવે પોતાનો સમય તથા જાણકારીનું યોગદાન આપ્યુ. વેબપ્રકશાનનાં વિષયની મારી પૂરતી જાણકારીના અભાવે, ઘણા પ્રયત્નો છતાંય, ટહુકો.કોમ પર કેટલીક ટેક્નીકલ ઉણપો રહી ગઇ છે, જેને હું દૂર કરવા પ્રયત્ન કરી રહી છું. પણ જો આપ આ વિષય માં જાણકારી ધરાવતા હો, તથા આ ઉણપોને દૂર કરવામાં, આપનો સહકાર આપી શકો, તો આપની આભારી રહીશ.

મને આશા છે કે આપ સહુને ટહુકા અને મોરપિચ્છનું આ નવું સ્વરૂપ ગમશે. આ વેબસાઇટને વધુ સુંદર અને સરળ બનાવતા આપના સુચનો આવકાર્ય છે.

ટહુકો.કોમ માં આપનું સ્વાગત છે.

– જયશ્રી

Contact : write2us@tahuko.com

Disclaimer :

The entries posted on tahuko.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator.

74 replies on “ટહુકો વિષે”

  1. ગુજરાતી ભાષા, અનોખી ભાષા હિન્દી અને ઉર્દુ લિપી વચ્ચેના પ્રદેશની પ્રજાની વચ્ચે એક અનોખી લિપી, આ ભાષા એક અનોખી પ્રજાની. દુનિયાનો એક જ ભાગ જ્યાં લોકો સદીઓથી અહિંસામાં માને છે અને જ્યાં શાકાહારી બહુમતીમાં છે. આપણે મરાઠી કે બંગાળી લોકોની જેમ ભલે આપણા વારસાની કે સંસ્કૃતિની વાત ના કરતા હોઈએ પણ આપણે પણ બીજાથી જરાયે ઉતરતા નથી.
    હા, છેલ્લા 40 50 વર્ષોથી આપણા ગુજરાતીઓ માટે બીજું વર્તમાન કે ભવિષ્યનું વતન વિદેશ છે એટલે આપણું ધ્યાન આપણી સંસ્કૃતિ કે ખૂબીઓ પર ઓછું થતું જાય છે.

    ટહુકોના કન્સેપટને 15 વર્ષ 12 જૂને પુરા થાય છે. સંવેદનાઓ, ભાવ તમે સુર સાથે જયારે શબ્દ ને પકડી શકો તો ખુબ સરસ રીતે અનુભવી શકાય છે. અહીં lyrics પણ છે અને સંગીત પણ છે. અહીંયા મનના કેટલાય રંગ જોવા મળ્યા છેઃ

    ટહુકો સૌને કહે છે કે આપણી પાસે કેવળ ગરબા અને લોકગીત જ નથી પણ તે ઉપરાંત ઘણું ઉત્તમ સાહિત્ય છે, કવિતાઓ છે , ગીત છે, સંગીત છે જેની ગુજરાતી કે ગુજરાતી મૂળની આપણી પ્રજાને પુરી ખબર નથી.
    ટહુકોને, જયશ્રીબેનની ટીમ ને , બધા રચનાકાર અને કલાકારને , તેમના આ પ્રયાસને like કરનારા આપણે સૌ લોકો, પણ અભિનંદન આપીએ અને ગુજરાતી ઓળખ અને અસ્મિતાને મહત્વ આપીએ, માન આપીએ. શુભેચ્છા!

    • આપનો ખૂબ ખૂબ આભાર. આજના ફેસબૂક અને ઢગલેબંધ બીજા બધા options ની વચ્ચે પણ આપ ટહુકો થકી માતૃભાષા સાથે જોડાઈ રહયા છો એ ખૂબ જ ગમ્યું. 

  2. પિયુ, પરણીને વહેલા પધારજો રે પિયુ
    પહેલી પેસેન્જરમાં આવજો રે!
    I would love to find some information about htis very very old song (in Gujarati)
    Any help would be very appreciated
    Many thanks

    Hemant

    • તમે જો જો ના વાયદા વિતાવજો,
      પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

      સિલ્કની કીનાર કેરાં વાયલ આછેરાં,
      કોઇક નવા નાટકનાં પચ્ચાઓ પેર્યા,
      થોડા હૅન્ડબિલ હેરઓઇલ તણાં લાવજો,
      પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

      એક હારમોનિયમ,એક હારમોનિયમ,
      એક હારમોનિયમ, પૅરિસનું લાવજો,
      આવવાનો તાર મને આગળ મોકલાવજો,
      તમે સામા સ્ટેશન પર સીધાવજો.
      -પ્રભુલાલ દ્વિવેદી

      આ ગીત ટહુકો ઉપર 16 માર્ચે મુકાશે

  3. “હૃદયરકતથી જેનું સિંચન કર્યું છે” સ્વર: શ્યામલ મુન્શી, સ્વરકાર: શ્યામલ અને મુન્શી; આ ગઝલ તમને મળે તો તમારી વેબસાઇટ પર મુકવા વિનંતી 

  4. પહેલી વાર ટહૂકા પર મુલાકાત લીધી ઘણો આનંદ થયો . તમારા પ્રયત્નો ને હું અને મારા સ્યોગી ઓ વેગ આપવાનો પ્રયત્ન કરીશું .

  5. આજ સાજ કેશ ને તડકો …….સનતા કુકડિ …

    if this old Bhajan is available.

    Thanks

  6. આટલી બધી કોમેંટ્સ અને વળી આ પેજ હજુ ‘અંડર કંસ્ટ્રકશન છે!’… ધન્ય છે!!

    અલબત, સુંદર કલેક્શન છે આપની સાઇટમાં એ ચોક્કસ કહેવા જેવું છે. આભાર..

  7. નમસ્તે બય અરિયા ના ગુજરતિયો!

    My name is Natraj Kumar and I am reaching out to this group on behalf of Naatak, America’s biggest Indian theater. We are for the first time presenting 2 exclusively gujarati shows – a compilation of 4 short plays selected from across the world and adapted in Gujarati. I know one of you is acting in it (Dipal Patel) and many of you are coming as well. So wanted to spread the word to you so you consider buying tickets for the shows on November 10th or 17th. Feel free to reach out to me at natraj@naatak.com. I may be able to provide some bulk ticket discount as well. Check out more details about the show and the plays in it at naatak.org

    Thank you,
    Natraj

  8. મસ્તી અને મગરૂબી, પ્રકૃતિ અને સંવેદના અલગારી કવિ શ્રી મીનપિયાસી રચના, “”કબૂતરોનું ઘુ ઘુ ઘુ” જો વાંચવા મળે તો મજા પડી જાય. કોઈ એ આ ગીત ની ધૂન બનાવી હોય તો તેના સ્વરકાર અને ગાયક ની માહિતી આપવા વિનંતી।

  9. Sahitya disharti sri. Jayshiben,
    Aap na tahuko samrpan ne lakh lakh pranam, Ghana samay thi hu tahuko ma mara man gamta geet sambhalu chhu ane mane khub j anand thay, hu Gujarati sugam sangeet and lok geet bahu pasand chhe, mari ek lok geet sambhalavani bahu echa chhe hu asha rakhu ke aap e lok geet nu mane ras pan kaavso

    Rachna :- Sri. Zaverchand meghani saheb,
    Geet :- suna samdar in pale he agha samdar pale,

    Aabhar sah….jayshiben

    Siddharth acharya
    Gandhinagar

  10. બહુ સરસ બ્લોગ. હુ ઘણા વખતથેી ‘કેવડિયાનો કાન્ટો મને વન-વગડામા વાગ્યો’ (કવિઃ રાજેન્દ્ર શુક્લ, મને યાદ છે ત્યા સુધેી) શોધેી રહ્યો છુ. I would really appreciate if you can point out a link to this song.

  11. કવિ નાન્હાલાલની કવિતા ‘ભરતગોત્રના લજ્જાચીર’ ક્યા પુસ્તક મળી શકે?

    મદદ કરવા વિનંતી.

    આ ઉપરાંત, ટહુંકો.કોમ ના સર્જકોને હ્રદયથી અભિનંનદ! આ સાહિત્ય સંકલન ખરા અર્થમાં બેજોડ છે.

    સાભાર
    નીરવ

  12. Dear Jayshree Ben,

    It is pleasure to read all this poem. Thanks.

    NEED HELP : ANYONE WHO KNOW DETAILS OR EXPLANATION ABOUT ‘PAN LILU JOYU TO TAME YAAD AAVYA’ BY HARINDRA DAVE.

    PLEASE CALL ME ON : 9920830644

    THANKS

  13. I am searching for a song by mehmood..
    Todi nakh tabla ne phodi naakh petii..

    If any one have idea about this song ..like movie..composer etc..
    Plz share here

  14. અપલોડ હૈયે રાખી હામ ચિતરાવવું છે નામ મેળે ઝટ જઇયે.

  15. રાધાની વીરહના બારમાસી દુહાઓ મોકલશો
    દા.ત.
    અષાઢ ઉચ્ચારમ ….

    • ટીવી અને વોટ્સ એપ કે ફેસબુકના જમાનામાં ગુજરાતી સાહિત્યને મરતું બચાવવા માટેનો એક સફળ પ્રયોગ એટલે ટહુકો .કોમ
      હું ઘણા સમયથી subscriber છું ખુબ મઝા આવે છે આજે લખી નાખવાનું મન થયું. આપનું આ અભિયાન ખુબ ચાલે, વધી વધ લોકો એમાં જોડાતા જાય હું કચ્છમાં અંજાર રૂડા શહેર છે હો જીરે માં રહું છું દર માસની છેલ્લી તારીખે અમે સાહિત્ય સૌરભના નેજા હેઠળ ગોઠડી માંડીએ છીએ આવતા તા ૩૧ માર્ચ નાં રવી વારે આજનો ટહુકો બધાને સંભળાવીશ. આભાર

      • Thank you so much for your appreciation, really glad to know about your Sahitya Saurabh activities.

  16. સર નમસ્કાર

    હુ કવિતા લખુ છુ મારી કવિતા આપ અહીં મુકી મારા જેવા
    નવા યુવાન સજઁકો ને મનોબળ વધારો એવી આશા

    અજય રાવળ
    માણસા

  17. જો અમે અમારિ કો રચના મુકવા મગઅએ તો શુ કરવાનુ?

  18. Dear Sir

    i am from Surat.i like gujarati Garba 7 raas.I enjoy it very well.I have written some Gujarati Garba 7 wish to publish at your site:Tahuko” can i put?

    Bharat Shah

  19. Hi
    Jayshreeben

    Do u know about kavi shree Rajni Palnpuri
    Manhar Udahs’s Album Arpan(1991) All Lyrics r them
    hope you have any information about him

    Thanks
    Kiran Thummar

  20. હમણા મારા એક નજીક ના સ્વજન જેમની ઉંમર 85 વર્ષની છે અને જેઓ ગુજરાતી ના

    શિક્ષક રહેલા, તેઓ અમદાવાદ ની સ્ટર્લિંગ હોસ્પિટલ માં હતા અને તેમને મન ને આનંદ

    આપવા રાત્રે 10 થી 11 tahuko .com પર મુકેલા નીચેના ગીતો મારા tablet પરથી સંભળાવ્યા

    જેની ગોઠડી તોડી ના તોડાય એ કૃષ્ણ સુદામા ની જોડી , મન પાંચમ ના મેળા માં ,

    જુનું ઘર ખાલી કરતા , જ્યાં જ્યાં નજર મારી ઠરે , તથા જનની ની જોડ સખી નહિ જડે રે લોલ

    તેઓ ખુબ ખુબ ખુશ થયા અને મને કહે “મારે પણ આવું Tablet લઇ લેવું છે. આવા ગીતો જયારે

    સાંભાળવા હોય ત્યારે સંભળાય ને !!!”

    સ્વાભાવિક રીતેજ એમની ખુશી એ અમારા સહુ માટે ખુબ આનંદ ની વાત હતી. આ વાત

    લખવાનું કારણ એક જ કે ટહુકો એ અજાણતા પણ દર્દી ને રાહત આપવાનું કામ કરે છે.


    Best Regards

    Rathin Vaidya

  21. છોકરી કેસૂડો થઇ એ રાજેશ વણકર ની રચના વસંત ઋતુ માટે મુકો ટહુકોમાં

  22. Respected Jayshriben and Amitbhai.
    We are celebrating my 30 years of musical career as a singer and composer on 5th april,2014
    at Tejpal hall in Mumbai at 7.45 pm and presenting my compositions in the show titled DE TALLI.
    The singers are Rima Desai,Varidhi Shah, Parul Mehta, Viloma jhaveri,Manisha Shah and myself.
    The show will be compered bu Shri Suren Thaker, (Mehulbhai).All Gujarati Sahitaya lovers are welcome to contact me on 919820067615.
    I will appreciate ,if you can communicate to our all members of Tahuko.com.
    With best regards,
    Rajendra Jhaveri.

  23. તમે આ રીતે દરેક કલાકારની અમુલ્ય કૃતિઓની પાયરસી કરો છો. તમે આવુ કરી જ ના શકો. કોઇ કલાકારની મહેનતને તમે આમ સસ્તી પ્રસિદ્ધી માટે ઇન્ટરનેટ પર ચડાવી જ નઆ શકો. આ માટે તમને સાયબર ક્રાઇમનો કાયદો લાગૂ પડી શકે છે. તદન ખોટુ થઇ રહ્યુ છે અને એ પણ ફક્ત સસ્તી પ્રસિદ્ધી માટે જ ?

    • રાજવી જી,
      આપણી કવિતા અને સુગમ સન્ગીત ના પ્રચાર ના આ સુન્દર કામ મા સહયોગ આપવા મા ભાગ્યેજ કોઈ કલાકાર ને વાન્ઘો
      હોય. તમે કલાકાર હો, અને તમને વાન્ધો હોય તો તમે તમારા પોતાના સ્વરાન્કનો કે કવિતાઓ અહી મુકવાની પરવાનગી ન આપશૉ.
      તમે જો મદદરૂપ ન થઈ શકો તો ચાલશે પણ નડો નહી તે જરૂર નુ છે.

  24. we AVSAR PARIVAR organise songs and poems of shri RAMESH PAREKH in Ahmedabad on 11 th january at Nawab mehndi jung hall , near paldi cross roads at 8 30 pm , all are welcome

  25. Jay Shri Krishna Ben !
    Maru naam Vala Pratik 6e ane vyavasaye shikshak 6u. Mne kavitaono khub shokh 6e ane aapni aa site par thi prerit thaine me 2 blog banavela 6e.
    Ek mari school no blog 6e jema school activity ane gujarati sahity ni rajuaat 6e. E blog 6e.

    myzundala.blogspot.com

    Aa uparant hu pn thodu ghanu sahity sarjan kru 6u. Parantu maru sahity pustak swarupe pragat krvama hju ghano samay 6e. Etle me atyare maru sahity sarjan mara ek any blog par raju kryu 6e. Mari i6a 6e ke aa blog any ne pn pot potanu sahity sarjan krvani ek tak aape. E blog 6e…

    makemybook.blogspot.com

    Aathi aapshri ne mari namra vinanti ke tme tmaro kimati samay falavine mara aa banne blog ne juo ane jo aapne maru sahity sarjan gme to aap e aapni site pr raju kro.
    Aabhar. Tmara javab ni rah jrur jois.

    Pratik Vala

    • આજે તમારો બ્લોગ જોયો – અને તમારા કાર્યથી ઘણો જ આનન્દ થયો. ક્યારેક તમારો સમ્પર્ક કરવો હોય તો કેવિ રીતે કરવો તે જણાવવા વિનન્તિ –
      કૌમુદિ

  26. અર્વિન્દ ત્રિવેદિ દ્વારા ગવાયેલુ शिवताण्डवस्तोत्रम् જો કોઇ મિત્ર પાસે હોય તો અપલોસડ કરવા વિનન્તિ

    • શિવ તાન્ડવ સ્તોત્ર શ્રી આશિત દેસાઈ ની સીડી મા છે.

  27. I’m very impressed by the website and the fact that the Gujarati culture is being spread around the world and bringing unity to all the Gujaratis with teh Sahitya that it brings to our blood. I live in United States and I have been a follower of the website. I really love it. I love the songs and listen to it very regularly. I’m a software Designer Architect and have built sites for my company. Honestly I think If there was a little more improvement of this website where it was easy to listen to songs and also searchable It would do wonders. Not sure where you are hosting this and how much servers you have, but I am here by giving a helping hand to the website and make it much better. Feel free to get the inputs that I might have, if you want to involve me in your site development. I would love to see it grow.

    – Maulik Thaker ( Proud Gujarati ) .

    Keep up the good work.

    Thanks.

  28. First time visitor & Ref by Kishore Patel/Shabdsetu….to ask here.
    Wondering about Gujarati really old song… do U know or lyrics or have MP3 / have weblink any available ?
    Kachi Kali Na Tod Malida Kachi kali Na tod ?
    કાચી કાળી ના તોડ માંલીડા કાચી કાળી ના તોડ
    Can U Pls reply by email
    Thanks.
    Atul Shah

  29. પ્રિય ંમિત્ર,

    મુકુલ ચોકસેી નેી કવિતા સજન્વા નેી આખેી રચના મલે તો અતેી આનન્દ થશે..

    • “dariyana moja retine pu6e aam pu6i ne thay nai prem ” te koni 6e ane mp3 6e mare joi 6e please please please please please please……

  30. Respected sir,

    maru nam sanjay ratnlal jangid chhe. hu gujarati ane hindi language ma poem lakhu chhu. Ane mane mari poem raju karva mate aek tak joie chhe.
    maripoem na nam nichhe mujab chhe.

    1) “KHUBSURAT DAYAN”
    2)”PRATHAM MULAKAT”
    3)”HASI JINDGI”
    4)”BARKHA”………etc.
    Maherbani karine mane janavjo ke mane mari poem raju karvani tak kai rite mali sake.

  31. છેવટમાં શૂન્ય તણો સરવાળો….આ ગીત મુકો……Please

  32. Respected sir,
    My name is ashish. i studied in 5th standard mane aa tamri site khuba j game che. mari aek request che.
    Gujarati bhasha nu mane sauthi gamtu GEET
    “Shenura sovatiya dhimo mandro , Shenura sovatiya dhimo mandro jivan dhimo re mandro baje o payariya Shenura sovatiya dhimo mandro jivan”
    Maltu j nati mane please please shodhi aapsho

  33. અદભૂત છે આ ટહુકો.કોમ ! ક્યારેય પણ આવો, સાંભળો, વાંચો અને ઊર્જિત થઇ જાઓ. ખુબ ખુબ આભાર આટલા સુંદર સંકલન બદલ. ઈશ્વર ના તમને આશીર્વાદ.

  34. અદભૂત છે આ ટહુકો.કોમ ! ક્યારેય પણ આવો, સાંભળો, વાંચો અને ઊર્જિત થઇ જાઓ. ખુબ ખુબ આભાર આટલા સુંદર સંકલન બદલ. ઈશ્વર ના તમને આશીર્વાદ.
    મેહુલ વૈદ્ય, દુબઈ

  35. કોઇ ને લૈ જૈ રહ્યા ચે માનસો,વાત મા બહુ વાત મા ચ્હે માનસો…..આ ગિત કોઇનિ પાસે હોય તો પ્લિઝ મોક્લો…મન્હર ઉધાસ્..ગાયક ચ્હે

  36. મારે મોર વિશે ના ગુજરાતિ ગિત સામ્ભલવા ચ્હે

    i want to have some songs related to peacock in gujarati. will you please help me.

    regards

  37. ajani koi lagni sprshi gai che;man muki ne ae to varshi gai che,aaje aa zmano badi-badi ne joshe;aakash ne madva dhrati gai che

    • shu tame amari rachana o tahuko par muko???
      4m :- hitesh mistry (singer)
      vadodara (gujarat)
      India
      Mob:- 9724022495

      • મારે આમિતાભ બચ્હન નુ દિલ્હિ મા અત્યાચાર નો ભોગ બનેલેી નારેી માટે લખેલુ કાવ્ય મુકવુ ચ્હે તો શુ કરવુ ????
        एक बेटी की दुख पाने के बाद दर्दभरी आरझू अमिताभ बचनजी के हृदयस्पर्शी शब्दों मैं …..

        माँ बहोत दर्द सह कर …
        बोहोत दर्द दे कर …
        तुझसे कुछ कह कर मैं जा रही हूँ …….

        आज मेरी बिदाई मैं जब सखियाँ मिलने आएँगी …..
        सफेद जोड़े मैं लिपटी देख सिसक सिसक मर जाएँगी …..
        लड़की होने का खुद पे फिर वो अफ़सोस जताएंगी …….
        माँ तू उनसे इतना कह देना की दरिंदो की दुनिया मैं संभल कर रहना ……….­­.

        माँ राखी पर जब भैया की कलाई सुनी रह जाएगी …..
        याद मुझे कर कर जब उनकी आँख भर आएगी …..
        तिलक माथे पर करने को माँ रूह मेरी भी मचल जाएगी …..
        माँ तू भैया को रोने ना देना ……

        मैं साथ हूँ हर पल उनसे कह देना ….­…­..

        माँ पापा भी चुप चुप बोहोत रोयेंगे …..
        मैं कुछ ना कर पाया ये कह के खुद को कोसेंगे …..
        माँ दर्द उन्हें ये होने ना देना …..
        इलज़ाम कोई लेने ना देना …..
        वो अभिमान है मेरा सन्मान है मेरा …..
        तू उनसे इतना कह देना ……….

        माँ तेरे लिए अब क्या कहु …..
        दर्द को तेरे शब्दों मैं कैसे बांधू …..
        फिर से जीने का मोका कैसे मांगू …..

        माँ लोग तुझे सतायेंगे …..
        मुझे आज़ादी देने का इलज़ाम लगायेंगे …..
        माँ सब सह लेना पर ये ना कहना ……

        “अगले जनम मोहे बिटिया ना देना” ………..

        || OM NAMAH SHIVAY ||

        Vidyut Oza

        +64 9 820 6118

        RIP Damini……….Very Touching!

        Amitabh Bachchan pays his tribute to Delhi rape victim with his poem….

        (Very Touching!)
        ——————–
        Maa bohot Dard sah kar..
        bohot dard de kar..
        tujhse kuch kah kar main jaa rahi hun……..

        Aaj meri vidai main jab Sakhiyaan milne aayengi…
        Safai­d Jode main lipti dekh sisak sisak mar jayengi…
        Ladki­ hone ka khud pe fr wo Afsos jatayengi…..

        M­aa tu unse itna kah dena Darindo k duniya main Sambhal kar rahna……….­­…..
        Maa Rakhi par jb Bhaiya Kalai suni rah jayegi..
        yaad mujhe kar kar jab unki Aankh bhar ayegi….
        Tilak mathe par karne ko Maa rooh meri bhi Machal jayegi…
        Maa tu bhaiya ko rone na dena…
        Main sath hu har Pal unse kah dena…….­…­..

        Maa Papa bhi chhup chhup bohot royenge…
        main kuch na kar paya ye kah k khud ko kosenge….
        Maa dard unhe ye hone na dena..
        Ilzaam koi lene na dena…
        Wo Abhimaan hai mera samman hai mera..
        tu unse itna kah dena……..

        Maa­ tere liye ab kya kahu..
        dard ko tere shabdon main kaise bandhu…
        fir se jeene ka moka kaise maangu……

        Maa­ log tujhe satayenge..
        mu­jhe azaadi dene ka tujhpe ilzaam lagayenge….
        Ma­a sab sah lena par ye na kahna
        “Agle janam Mohe Bitiya na dena

        || OM NAMAH SHIVAY ||

        Vidyut Oza

        +64 9 820 6118

      • સાહેબ,
        હું ગુજરાતી/હિંદી ભજનો અને ગરબાઓની રચના કરુંછું, મારા ભજનો ઘણા ભજનિકો ગાયાછે, શું આપ મારી રચનાઓ અહીં મૂકી શકો?

      • અમારે અહિ કોઇ રચ ના મુકવિ હોય તો કે વિ રિતે મુકિ શકાય ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *