મુસાફિરને આજે – હિમાંશુ ભટ્ટ

આજે હિમાંશુભાઇની એક સદાબહાર ગઝલ, એક સુમધુર સ્વર સાથે… અને ખૂબી તો એ છે, કે સંગીતાબેન આમ તો professional composer નથી, પણ આ ગઝલ એમની ખૂબ જ ગમતી ગઝલ, અને એને બસ ગણગણતા એમણે એને compose કરી, અને પછી એકાદ વર્ષ પછી સંગીતસાથે record કર્યું.

લયસ્તરો પર વિવેકભાઇએ આ ગઝલ વિષે જે વાત કરી, એ અહીં ફરીથી આપને પીરસવાની લાલચ હું રોકી નથી શકતી.

‘કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે. આ ગઝલને જરા ઝીણવટથી જોઈએ તો આવું સુખદ આશ્ચર્ય અહીં શબ્દના પગલે-પગલે વેરાયેલું ભાસે છે. નડવું એ મૂળે માણસની પ્રકૃતિ છે. કંઈ ન હોય તો અભાવ અને બધું જ હોય તો સ્વભાવ નડે છે. ગઈ ગુજરી ભૂલી ન શક્વાના કારણે આપણે આવનારી જીંદગી પ્રેમથી જીવી નથી શક્તાં એ વાત પણ કેટલી સહજતાથી કહી દીધી છે! અને જીવનનો મોહ કોને ન હોય? ગઝલના મક્તાના શેરમાં લગાવોની વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે એવું નથી લાગતું?! ‘
– વિવેક ટેલર
આવી સુંદર ગઝલ આપણા સુધી પહોંચાડનાર દરેક કલાકારનો ખૂબ આભાર..

સંગીત-સાથ – શ્રી અરૂણ પટેલ-સુવિન બેંકર
સ્વર – સંગીતા ધરીઆ

dishao1

.

મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.

– હિમાંશુ ભટ્ટ … 2005

17 replies on “મુસાફિરને આજે – હિમાંશુ ભટ્ટ”

  1. બહુ સરસ અને સરલ શબ્દો નો ઉપયોગ કરિ બહુ ઉચિ વાત કરિ
    તમરા વિચરો ને મરા નમન્

  2. ખરેખર સુન્દર ગઝલ.સ્વર એક્દમ્ હ્રુદય ન સ્પર્શ કરિ જાય ચે. ન હો જો કશ્નુ તો અભાવો નદે ચે.મલે જો બધુ તો સ્વ્ભાવો નદ્દે ચે.શુ શ્બદ્દો ચે

  3. Hello Sangita,
    I think you are the same sweet Sangita, I was used to hear in Boston. Beautiful gazal and so melodious voice. Enjoyed it very much.
    Jigisha Mehta. MD.

  4. I want to hear Sangita for Himanshubhai’s Gazal
    “Na to Manzile……”
    in my last comment i forgot to mention that music was great.Mr. Arun patel and Suvin banker was excellent.

  5. હિમાન્શુભાઈ નિ સુન્દર ગઝલ ગમિ.ગઝલ અન સુર નો સન્ગમ વાહ ક્યા બાત હૈ . બહોત ખુબ્.

  6. પ્રિય સન્ગીતાબેન અને હીમાઁશુ,

    ખુબ ખુબ અભિન્ઁદનો તમને બન્નેને ! દુધમાઁ સાકર મળે અને જેવુ શુભ પરિણામ આવે તેવુ આ ગઝલમાઁ થયુ છે. તમે બન્ને એ સાથે મળી ૨ + ૨ = ૫ પુરવાર કરી બતાવ્યુ છે. ભવિશ્યમાઁ તમારા આવા બીજા ગીતો સાભળવા મળે તેવી શુભેછાઓ!

    દિનેશ ઓ. શાહ, ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.

  7. Thanks Sangitaben for the beautiful rendition of equally meaningful ghazal. In no time, it made it to my humming repertoire, very nice composition!

  8. વિવેકભાઇની આ વાત કે ‘કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે.– એ સાથે હું સંપૂર્ણત્: સંમત છું. ભાઇ હિમાંશુની આ ગઝલ માપસરના અને માફકસરના, તોળાયેલા અને જોખાયેલા શબ્દોથી લખાઇ છે અને એ ભાવમાં ગવાઇ છે એટલે એનો એક પણ શેર નડતો નથી કે કનડતો નથી. આમ છતાંય માનવ સહજ નબળાઇનાં એકરારની વાત કહેવામાં પણ એણે નજાકતતા ભેળવી છે. આ જ તો એની ખૂબી છે.
    અભિનંદન !
    ( આમ પણ ભાઇ હિમાંશુ મારો cousin છે. સાહિત્ય ક્ષેત્રે એની પ્રગતિ માટે મને અનહદ માન છે. )
    ડો. જગદીપ ઉપાધ્યાય.

  9. નવા નેત્રથી એને, જોવું છે જીવન
    ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

    તને તારું જીવન, ફરી પાછું દેતાં,
    હવે એને થોડા, લગાવો નડે છે.
    વાહ્
    મધુરો સ્વર માણ્યો

  10. સુંદર ગઝલને સુંદર સુમધુર સ્વર મળ્યો છે.
    એક સર્વાંગસુંદર કૃતિ!
    અભિનંદન!

  11. ન હો જો કશું તો, અભાવો નડે છે,
    મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

    – બહુ ઉત્તમ શેર !

  12. લખનાર કે ગાનાર…કોણ ચઢે ?ખુબ જ સુંદર અવાજ.. સાંભળીને
    મન પ્રફુલ્લિત થઈ ગયું….સગીતાબેન્,તમે સારેગમપ યુએસએ.માં કેમ નથી ?

  13. વાહ્,વાહ્,સંગીતાનો અવાજ…..રુપાની ઘંટડી…સાંભળ્યા જ કરીએ…સાંભળ્યા જ કરીએ જાણે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *