ભૂલી શકું તો – ઊર્મિ

ગઇકાલે ૧૦ -જુન એટલે આપણા ગુજરાતી બ્લોગજગતના લાડીલા ‘ઊર્મિસાગર.કોમ’ નો જન્મદિવસ…

અછાંદસથી શરૂ થયેલી ઊર્મિની યાત્રા બે વર્ષમાં છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ.  એમના પોતાના અવાજમાં તમે ‘તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ?‘ સાંભળ્યુ ને ?  ટહુકો પર પણ ભવિષ્યમાં એમના અવાજનો ટહુકો કરશું જ, પણ આજ માટે આપણે એમની સ્વરબધ્ધ થયેલી આ ગઝલ (જે એમના બ્લોગ પર તો છે જ..!) સાંભળીયે…

સંગીત : મેહુલ સુરતી
સ્વર : અમન લેખડિયા 

 waves

મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.

સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
ગયેલાં જનમને ટટોલી શકું તો.

બદલવા છે થોડા પ્રસંગોને મારે,
સમયનાં આ રણમાં ટહેલી શકું તો.

ન માંગુ તમારી અમોલી ક્ષણોને,
ભરેલી કો’ પળને હું ઝાલી શકું તો.

અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
કો’ શમણાંને પાંપણથી ખોલી શકું તો.

ભરી લઉં હું પ્રીતિની પીડાનું ભાથું,
વજનમાં જો ઊર્મિને તોલી શકું તો.

ભલે આયખું થાતું પુરું આ ક્ષણમાં,
તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો.

– ઊર્મિ

14 replies on “ભૂલી શકું તો – ઊર્મિ”

  1. ઍક્દમ સુચક…..

    બદલવા છે થોડા પ્રસંગોને મારે,
    સમયનાં આ રણમાં ટહેલી શકું તો.

  2. અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
    કો’ શમણાંને પાંપણથી ખોલી શકું તો….
    છાંયડો પણ હતો, ધૂપ બળતી હતી, રાત ઢળતી હતી
    નોખી મંઝિલ છતાં સાથ ચાલ્યા હતાં, એક વેળા હતી

  3. ઊર્મિબહેન ને ખૂબ જ અભિમનઁદન !
    “ટહુકો”ને પણ અભિનઁદન !

  4. ઊર્મિને અભિનંદન.
    અમન અને મેહુલની જોડી ઊર્મિની રચનાને ઓર નિખારે છે. સ્વર અને સ્ંગીતકાર આજ રીતે આગળ ધપતાં રહે તેવી શુભેચ્છાઓ.

  5. સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
    ગયેલાં જનમને ટટોલી શકું તો.
    સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
    ગયેલાં જનમને ટટોલી શકું તો.

    ઉર્મીબેન અભીનંદન સરસ ખુબજસરસ શેર બહુજ ગમ્યા

  6. તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો……..
    ઊર્મિને ‘ઊર્મિસાગર’ની વર્ષગાંઠના ખૂબ ખૂબ અભિનંદન!
    સુંદર ગઝલને તેવા જ સ્વર ને સંગીત મળ્યા છે.

  7. ઊર્મિની, મેહુલ સુરતીના લયબધ્ધ સંગીતમા અને અમન લેખડિયાના સ્વરમા સ્વરબધ્ધ થયેલી આ ગઝલ દ્વારા વર્ષગાંઠના અભિનંદનમા અમારો પણ સૂર પૂરાવીએ.તેની જેમ મારું પિયર બારડોલી અને સાસરું વલસાડ.૧૦મી જુન-મારી દિકરી કવિયિત્રી યામિનીનો પણ જન્મદિવસ.મારી અ.હી.મ.મં બારડોલીના તથા ત્યાંની જાયન્ટસ ક્લબના પ્રમુખ તરીકે કેટલીય પ્રવૃતીમા ભેગા ન થયા તે આ રીતે ઓળખાણ થઈ!
    MAY ALMIGHTY SHOWER URMI WITH HIS CHOICEST BLESSINGS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *