મેહુલો ગાજે ને માધવ નાચે – નરસિંહ મહેતા

આમ તો ઘણું કહેવાનું મન થાય છે આ ગીત વિષે, પણ મને ખાત્રી છે કે તમને મારી બકબક કરતા કવિ શ્રી હરીન્દ્ર દવેના અવાજમાં આ મધુરા ગીતની પ્રસ્તાવના સાંભળવી વધુ ગમશે, બરાબર ને ? 🙂

krisha

પ્રસ્તાવના : હરીન્દ્ર દવે
સ્વર : કૌમુદી મુન્શી

.

સ્વર : ??

.

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..

મેહુલો ગાજે ને માધવ નાચે….

-નરસિંહ મહેતા

15 replies on “મેહુલો ગાજે ને માધવ નાચે – નરસિંહ મહેતા”

  1. બન્ને અવાજમાઁ ગવાયેલુઁ આ ગેીત સુમધુર છે.
    મલ્હાર રાગની મધુર અસરો માણી.આભાર !

  2. નરશિહે મેહ્તા ના ભજન સાભલ ને હુ તો એમ્નો પનથક થઈ ગયો ચુ

  3. Hi..Jayshreeben,
    I have a copy of audio cassette when my friend gave me at Bharuch,i was Chief judicial Magistrate.That cassette was recorded in tribute to Bhakt narsayo,organised by Raghuvir Chaudhari, Kaumudini Munshir and many famous singers.
    Mehulo gaje and Madhav nache is one of the best song.Plese bring all songs.Thanks..

  4. સરવાંગ સુંદર ભજન અને ભાવવાહી સ્વરમાં ગીતની પ્રસ્તાવના સાથે મધુરુ ગીત માણ્યું…અહીં પણ ઘટાટોપ અન ઝીણી છાંટીવાળા વરસાદના વાતાવરણમાં આનંદ
    આજે ૪થી જુલાઈ માટે અહીના આઝાદી પર્વની ઊજવણીનું ખાસ ગીત હશે તેમ ધારેલું-જ્યોર્જ ટાઉન-કંટકીના ફાયર વર્ક વચ્ચે આજે અમે ઉજવશું

  5. ધન્ય ધરતી ધન્ય ગુજરાત રે
    ધન્ય ગુજરાતના કવિવર રે
    ધન્ય કવિવરની આંખલડીને
    જેણે નિહાળ્યો આ અવસર રે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *