આ કોની મનોરમ દ્ધષ્ટિથી…… -ગની દહીંવાલા

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ.

આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે એમાં ય રમી લીધી હોળી ?

છંટાઈ ગયા ખુદ વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું

કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?

શી હર્ષાની હેલી કે ધરતીનું કલેવર ભીંજાણું ?
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું

આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે ?

આનંદના ઉઘડ્યા દરવાજા ધરતીનું કલેવર ભીંજાણું
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું

15 replies on “આ કોની મનોરમ દ્ધષ્ટિથી…… -ગની દહીંવાલા”

  1. શાશ્ત્રિય રાગ પર આધારેીત,સુન્દર શબ્દરચના સહિત ખુબજ સરસ કન્થતિ ગાયુ ચ્હે.ખુબજ ગમ્યુ ચ્હે.એનિ એજ કવ્ય પન્ક્તિ લખિ રસ દર્શન કરાવવુ ઉચિત નથિ લાગતુ પન દિલને જરુર જક્જોરે ચ્હે.હુ તો આસ્વદ લૌ ચ્હુ.

  2. શબ્દ ને સ્નેહ નિ પરાકાશ્થા મળિ, કાગળ શાથે ને જયા તમારિ કલમ મળિ………હત્તિ, કઇક ધરતિ નિ પણ લાગનિ કે જેને હવે વાચા મળિ.

  3. ખુબ સરસ
    ગનિ સાચેજ તમે ગુજરાત નુ ગવરવ છો
    કેતલી સૂન્દર રચના.

  4. આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે
    ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે ?

    વાહ્

  5. One of the best compositions and singing of any Gujarati Poem…Will stay as as one of the all time classic!!!
    Vijay

  6. ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે ?
    ફોરાની પાયલ,
    મંજુલ પદરવ
    સુંદર કલ્પના!
    ખૂબ સુંદર રચના છે!
    અને દાદાએ સુંદર આલાપથી ગીતની શરુઆત કરી છે,
    – ઝરમર ઝરમર આગળ વધતી સૂરાવલીઓમાં
    ખરેખર ભીંજાઇ જવાય છે!
    મેઘધનૂષી હેલીમાં હોળી રમવાની ખૂબ મઝા આવી.
    આભાર!

  7. દૂર ક્ષિતિજે દેખાય એ કોની આંખના અણસારા ?…વાહ કવિ !
    જયશ્રી બહેન ! ઓળખો છો કે ભૂલ્યાં ?તમારી પસંદ સરસ જ છે !

  8. આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું?
    ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું!
    આ ઈન્દ્રધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી?
    ફાગણ નહીં આ તો શ્રાવણ છે, એમાં રમી લીધી હોળી?
    છંટાઈ ગયા ખુદ, વ્યોમસમું ધરતીનું કલેવર ભીંજાણું,
    ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું!

    સાંવરિયો એક પ્રેમાળ દ્રષ્ટિ કરે અને સાંવરીનું હૈયું ભીનું ભીનું થઈ જાય એમ કવિને પ્રશ્ન થાય છે કે એવી તો કોની આ મનોરમ દ્રષ્ટિ છે કે ધરતીએ ઓઢેલું નીલામ્બર એટલે કે આકાશ આજે ભીનું ભીનું થઈ ગયું છે? વરસાદી વાતાવરણમાં પ્રકૃતિનો પાલવ ઓઢીને બેસેલ કવિને મેહુલિયાની ચડતી સવારી જોઈને આ પ્રશ્ન થાય છે. આપણી હોળી તો ફાગણમાં જ આવે અને ગુલાલના જ રંગો વપરાય, પણ આ પ્રકૃતિનાં તત્વોની વાત જ અલૌકિક છે- એ તો મેઘધનુષનાં રંગોની પિચકારી લે છે, અને શ્રાવણ છે છતાં ફાગણની હોળી રમી લે છે!

    આ કાળી કાળી જલપરીની આંખોમાં વીજના ચમકારા,
    ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા?
    શી હર્ષાની હેલી કે ધરતીનું કલેવર ભીંજાણું,
    ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું!
    અને હવે પછીનું વર્ણન કેટલું મનમોહક છે? કાળાં વાદળો એ વાદળો નથી, પણ શ્યામલ રંગી જલપરી છે. અને વીજળી એ એની આંખમાં થતા ચમકારા છે. શેના આ ચમકારા છે શ્યામાની આંખમાં? બહુ જ romantic પ્રશ્ન કવિએ અહીં પૂછી નાંખ્યો! વીજળી ત્યારે જ થાય છે જ્યારે વાદળ જળભર્યાં હોય છે!! આજે એ વાદળરૂપી શ્યામા એકલી નથી, એણે એની અંદર એના પ્રિયતમ એવા મેઘને સમાવી લીધો છે, અને એથી જ તો એનો રંગ એને ચડ્યો છે- શ્યામ રંગ! આ શ્યામ રંગ અતિશય સુંદર લાગે છે. એક અલૌકિક મિલનના સંતોષનો ચમકારો એની આંખમાં છે, તદ્રુપતાની અભિવ્યક્તિની ચરમ સીમા શબ્દોમાં નહીં, અક્ષરોમાં નહીં, પણ એ આંખના ક્ષણિક ચમકારામાં વ્યક્ત થતા હોય છે !!! આવો મિલનનો માહોલ જ્યાં રચાયો છે ત્યાં કવિને પણ દૂર ક્યાંક એમની પ્રિયતમાની આંખના અણસારા દેખાય છે….

    આ રસભીની એકલતામાં સાન્નિધ્યનો આજે સંભવ છે,
    ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?
    આનંદના ઊઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,
    ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું!
    ધરતી આકાશ એક થઈ ગયાં હોય, વાદળ અને મેઘ એક થઈ ગયાં હોય, ત્યાં કવિ કેમ કરીને એકલા બેસી રહે? આ જગત એકલાંનું છે જ નહીં, બેકલાંનું છે!…અને કવિની પ્રિયતમા પણ સદેહે નહીં તો ભાવાત્મક રૂપમાં ત્યાં આવી પહોંચે છે…અને આવે છે પણ કેવી રીતના? વરસાદનાં ફોરાં પડે છે એનો અવાજ જાણે કે પ્રિયતમાના પાયલનો મંજુલ અવાજ છે. કવિ ખુદ હવે તો મિલનની ભાવસમાધિમાં સરી પડ્યા છે….આનંદના ઊઘડ્યા દરવાજા!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *