વરસાદની મોસમ – હરીન્દ્ર દવે

આ વખતે તો દેશમાં વરસાદ આવ્યા ને પણ કેટલો વખત થઇ ગયો, અને આપણે ટહુકો પર વરસાદ બોલાવાનું ભૂલી જ ગયા..! પણ જો કે આમ ટહુકો થાય એટલે વરસાદ તો આવે જ ને… અને આપણે તો આખું વર્ષ ટહુકા કરતા હોય છે..

ચાલો, વધારે પૂર્વભુમિકા બાંધ્યા વગર, વરસાદની મૌસમનું આ સરસ મઝાનું ગીત, સોલીભાઇ-નિશાબેનના સુમધુર કંઠે સાંભળીએ.

સ્વર : સોલી -નિશા કાપડિયા
સંગીત ઃ આશિત દેસાઇ

rain love

.

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ.

આપણે કયાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઇએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.

————————

અને જ્યારે વરસાદની મૌસમ આવી જ છે, તો સાથે સાથે આ વરસાદી ગીતો સાંભળવાનો વધુ એક મોકો આપી દઉં તમને ?

અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા
આ કોની મનોરમ દ્ધષ્ટિથી…… -ગની દહીંવાલા
આવે મેહુલિયો! – અવિનાશ વ્યાસ
ધરા જરી ધીમી થા! – અવિનાશ વ્યાસ
મા, મને છત્રી લઇ આપ તું એવી….
મારો સાહ્યબો અષાઢીલો મેઘ… – તુષાર શુક્લ
મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી
વરસાદ ભીંજવે – રમેશ પારેખ

12 replies on “વરસાદની મોસમ – હરીન્દ્ર દવે”

  1. સોલિભાઇ તમરો અવાજ બહુ કરન્પિર્ય. Your Voice is too good. A real diamond of Gujrat

  2. દરિયા નિ પેલે પાર રહેતા પ્રિય નિ યાદ અપાવિ જાય એવુ સુન્દર ગિત અને ગાયક

  3. સોલી -નિશા કાપડિયા તમારો અવાજ બહુ જ મીઠો છે.

  4. થયુ લાવ ટહુક્તા જઈએ અને આ સરસ વરસાદી ગીત સાંભળવા મળ્યુ.
    🙂

  5. તમે મૌસમી ગીતો ખૂબ સુંદર આપો છો!
    અને આજે તો હરિન્દ્ર દવેનું વરસાદી ગીત આપીને તો કમાલ જ કરી.
    સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
    બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.

    વરસાદની મૌસમ છે એટલે કવિને આશા છે કે નગર વેરાન નહીં જ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *