ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … – રાજેન્દ્ર શાહ

ચલો, આજે પાછું તમને હોમવર્ક આપું. આજે તમારા માટે એક ગીત તો લાવી છું, પણ સાથે કોઇ નામ નથી… એ કામ તમારું. શોધી આપો – કવિ, સ્વરકાર અને ગાયક….. !! 🙂

ગાયિકા : કૌમુદી મુનશી
સ્વરકાર : નવીન શાહ
indhana

.

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ

જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ

સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ

વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

15 replies on “ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … – રાજેન્દ્ર શાહ”

  1. કવિ વાત્રક નદિ નેી વાત કરે ચે .એમના જન્મસ્થલ નિ નજિક આ નદિ ચ્હે

  2. મુળ કાવ્યમાં ‘વાતરક વહેણ’ છે કવિ વાત્રક નદીની વાત કરે છે. મારી પાસે આ ગીત નીરુપમા શેઠના સ્વરમાં પણ છે. જો audio cassetteમાંથી MP3માં રુપાંતર કરી શકીશ તો તમને email કરીશ.

  3. આ “વક્ત્રક્ત” મગજમાં બેઠું નહીં… અહીં ખાલી જગ્યા રાખવા જેવું જ છે… આ ગીત જો રા.શા.નું જ હોય તો એમના સંગ્રહમાં શોધી જોઈશ…

  4. રાજેન્દ્રની સુંદર રચના અને કૌમુદીની મધુર ગાયકી
    મઝા આવી

  5. નમસ્તે,
    સરસ રચના
    કવિ રાજેન્દ્ર શાહ
    ગાયિકા કૌમુદિ મુનશી
    સ્વરકાર નવીન શાહ

    વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર

    Very well produced web site, Congratulations!
    good work for our language

    Keep loving our language

    radio umang team [24 hr guj channal]
    rj & astt content manager HETA

    • વાત્રક વહેણ માં નહી’તી મોરી સૈયર
      વાત્રક વહેણ માં નહી’તી રે લોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *