અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા

છેલ્લા લગભગ ૪ વર્ષથી ટહુકો પર ગૂંજતો આ ટહુકો આજે ફરી એકવાર… ગીતના સ્વરકારના પોતાના સ્વર સાથે..! અને હા, આજે તો દિવસ પણ special છે..! કવિ શ્રી ભગવતીકુમાર શર્માનો આજે ૭૭મો જન્મદિવસ..! ભગવતીકાકાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે
એમનું આ ગીત ફરી માણીએ..!

સ્વર – રાસબિહારી અને વિભા દેસાઇ
સ્વરાંકન – રાસબિહારી દેસાઇ


________________

Posted on March 1, 2007

ટહુકો પર હમણા સુધી મુકાયેલા ગીતો કરતા આ ગીત થોડુ અલગ પડે એવું છે. સૌથી પહેલા તો, ગીતના શબ્દો… અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો.. તમે!

ધવલભાઇના શબ્દોમાં કહું, તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે આ ગીત… અઢી અક્ષરનું ચોમાસુ ?? મોર છેડતો સાત અક્ષરની ચીજ ?? ( લયસ્તરો પર આ ગીતની સાથે comments section માં જે વાચકો વચ્ચે વાતચીત થઇ છે, એ વાંચવાનુ ગમે એવું છે… )

આશિત દેસાઇ અને હેમા દેસાઇના અવાજમાં live recording કરાયેલા આ ગીતમાં વચ્ચે વચ્ચે આશિતભાઇ જે રીતે પ્રેક્ષકો સાથે થોડી વાત કરે છે, એ સાંભળવાની પણ મજા આવશે. ફક્ત તબલા અને હારમોનિયના સંગીત સાથે રજુ થયેલું ગીત એક સાંભળો, અને તરત જ પાછુ સાંભળવાની ઇચ્છા ન થાય, તો જ નવાઇ.. !!

(લયસ્તરો પર મુકાયેલા ગીતના શબ્દોમાં થોડો ફેર છે… કદાચ ગીતનો લય જાળવવા સંગીતકારે શબ્દોમાં આટલો ફેર કર્યો હશે. )

સંગીત : રાસબિહારી દેસાઇ
સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ

mor

.

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

— લયસ્તરો પ્રમાણે છેલ્લી કડી આ મુજબ છે. —

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા

48 replies on “અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા”

  1. હેલો સર,
    રચના તો બહુ સરસ છે,.
    પણ..
    ધ્રુવ પક્તિ..
    ખોટ પડી અડધા અક્ષરની, સજન, પુરજો તમે..
    આવી છે….

  2. ગીત-સંગીત-સ્વર-આલાપ-લય-તાલ બધું અઢી અક્ષરમાં અને અડધા અક્ષરની ખોટ પૂરી કરી તમે…! આભાર, અભિનંદન.

    • આમાં જે અર્ધા અક્ષરની ખોટ પડી એ કયો અક્ષર સમજવો કે કોઈ પ્રિય પાત્ર ને ઉદ્દેશીને હશે ??

  3. બહુજ મસ્ત ગઇત ગમ્યુ મને આવુ સુન્દર ગેીત મલેજ નહિ………………………મઝા અવિ ગઇ

    માધુરિ

  4. મનમાઁ એક પ્રશ્ન થાય છે ઃમોર સાત અક્ષરની કઇ ચીજ છેડે છે ?
    કોઇ સમજાવી શકશે મને ????

  5. ખુબ જ સુન્દર ગિત તેમાય વલિ વચ્હે જે ક્લાસિકલ શબ્દો! અદભુત્! જો દરેક અન્તરામા કોમેન્ટ કરિ હોત તો વધારે મઝા આવત્.

  6. jayshree ben aa geet hu kyathi download kari shaku???
    athva aava majha na gito kyathi madi shake???
    margdarshan aapva vinanti
    mail id par reply karjo plz….

  7. Rasbihari Desai na ghana collection malyan.

    Temnu ek Trikamsabeb nu Bhajan”Paratham Prabhuji sathe preet na kidhi ke ene muva tane sant…..
    koi upload karshe to maja avashe!

  8. ખુબ જ સરસ લાગ્યુ આ ગીત સાંભળ્યુ ખુબ જ મજા આવિ પહેલા પન સાંભળ્યું હતુ પન વિસરાઇ ગયુ હતુ જુનિ યાદ ફરિ સ્મરન મા આવિ
    ખુબ મજા આવિ
    બે અક્ષર ના દિલનિ વાત થિ સાંભળ્જો તમે,
    ત્રન અક્ષર ના “આભાર” થિ રિઝ્વુ હુ તમને.
    ખુબ ખુબ આભર

  9. ખુબજ મજાની રચનાં,મજા પડી ગઇ!ચોમાસુ નજીક છે ત્યારે આવી મજાની રચનાંનુ રસપાન કરાવવા બદલ ખુબ-ખુબ આભાર.સાથેજ એષા દાદાવાળા-વ્યાસ ની રચનાં ‘મારી આંખોએ બેઠું ચોમાસું..!’ પણ યાદ આવી.એક વાર ફરી એ રચનાંનુ રસપાન કરાવો તો સોનામાં સુગંધ ભળે! રચનાં વાંચી(સાંભળી)ને ચોમાસાને આવકારવાનો ઊમળકો ઓર વધ્યો છે.(વાપીમાં વાદળાં ઘેરાવા પણ માડ્યાં છે!!)

  10. ચોમાસા શબ્દ્મા ત્રન અક્શર હોવા ચ્હ્હ્તા અધ્હિ અક્શર કેમ કહ્યુ ચ્હ્હે? ગેીત ખુબજ મન્વલાયક ચ્હ . વારમ્વાર સામ્ભલવાનુ મન થાય એવુ ચ્હે.

  11. If you can put MANCHHANI CHHODI NADIYE GAI NAVA NE VAT AKHA GAMMA THAI sung and compose greatly by Rasbhai i will be oblige.

  12. Dear Jayshreeben
    You are doing great service to preserve Gujarati language.
    Nice song and music is excellent

  13. I ENJOY TAHUKO! BY THE WAY YOU SHOULD READ ONE CHAPTER USHAE SHUN JOYU IN WONDER FUL NOVEL GUJARATNNO NATH BY KANAIYALAL M.MUNSHI IT IS A POETRY WRITTEN IN PROSE BY HIM YOU WILL ENJOY IT!TRY IT.

  14. આજે ચોમાસુ આસપાસ જ નહિ પન આ ગીત સામ્ભળ્યા પછી અન્તર મા પણ યાદો ધોધમાર વરસે છે. આ ભીન્જાવા નિ અનુભૂતિ અદભુત છે. આભાર

  15. Beautiful composition and sung by legend Asit Desai and HEma desai. I really enjoyed lot. Keep singing. God Bless You! Love Your Voice Always!!!!!!!!!!

  16. ઍક્ષેલ્લેન્ત્ત!
    બહુજ સુન્દેર ગિત બનાવુઉ ચે.
    ગઅયુ ચે પન મધુર્.

  17. અઢી અક્ષરની વાત કોને ના ગમે.શ્રી ભગવતીકુમાર શર્માનું
    મારું મનગમતું ગીત છે.હમણાં શ્રીઆકાશદીપ રચીત
    ‘અઢી અક્ષરમાં’આજ ભાવ ઊભરાતો માણ્યો.
    અઢી અક્ષરમાં રમતા અમે

    નજર રમાડે ત્યાં રમતા તમે.
    વિતલ પટેલ

  18. […] અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા.. આ કોની મનોરમ દ્ધષ્ટિથી; -ગની દહીંવાલા આવે મેહુલિયો! – અવિનાશ વ્યાસ ધરા જરી ધીમી થા! – અવિનાશ વ્યાસ મા, મને છત્રી લઇ આપ તું એવી…. મારો સાહ્યબો અષાઢીલો મેઘ; – તુષાર શુક્લ મોર બની થનગાટ કરે; – ઝવેરચંદ મેઘાણી વરસાદ ભીંજવે – રમેશ પારેખ […]

  19. અઢી અક્ષર નુ ચોમસુ ને બે અક્ષરન અમે ગઝલ ખુબ જ સુદંર લાગી. આ ગઝલ વાળી સી.ડી નુ નામ જ્ણાવવા વિનંતિ.

  20. અઢી અક્ષરનુ ચોમાસુ ગઝલ ખુબ જ ગમી. આ ગઝલ જે સી.ડી કે કેસેટ માં અવેઇલેબલ હોય તો તેનુ નામ જણાવશો.

  21. Thanks Jayshree

    Bt Aakhu geet nathi chelle thi baki rahe che.Jo Shakya hoy to aakhu geet post karso pls

    baki bhinjai javay
    haju vadhu bhinjavu che

  22. dear jayshree,
    congrats for “varasadi geeto ”
    can you get me text of an old song “jaage koyee nain…”sung by k.mahavir ?
    vihar d. majmudar vadodara

  23. dear mam, You are doing a great service to our gujarati language, ywhich is indescribable in these few words!
    thank you,Raised to the power of infinity!

  24. thank you very much, for such superb gujarati songs.
    i came to know about this site yesterday through a friend. i sent e.mails to 50 friends to inform them

  25. didi, bauj smooth song chhe…4 – 5 war sambhalia to pan santosh nathi thato…
    ane je komalata thi gayu che aa lajavab che..
    ane shastriya chhant sathe ashit hema desai kharekhar mood badlavi de che….
    gr8 effort!

  26. ચોમાસુ આવુ ક્યરેય જામ્યુ ન હ્તુ
    it was stromy night couple of day before in wisconsin
    nice to hear the rythem different then rain and strom os USA

  27. hi,I have been introduced to the site by MEHUL SURATI and I must say that it has been a fabulous experience to have it on net.In the changing modes of time for survival of our own GUJARATI language and great literature heritage it has to be made available to us in such a presentable mode was must.I tried writing in gujarati all these but the typing was a bit difficult so please pardon me for that.
    congratulations to JAYSHREEji for an excellant effort.
    DR.MAULIK SHAH MD(PEDIATRICS)
    JAMNAGAR.

  28. આ રચના વાંચી મુકુલભાઈનો આ શેર આપને ગમશે જયshree
    પૅમમાં સઘળી ગણતરીઓ સાવ જૂદી રીતૅ થાય,
    ઍક જ પટ્ટો હોય છતાં તૅ દુપટ્ટો કહેવાય !

    love અડધો કે પોણો નહીં કે love આખ્ખૉ નહીં થાય,
    કીન્તુ પા love અચૂક થાય ને તે પાલવ કહેવાય !

  29. આ તમે વારે વારે ઊંડા દરિયે ડુબકી લગાવી, અમારા માટે આવા અમુલ્ય મોતી શોધી લાવો છો, એ માટે આ ત્રણ અક્ષર નો આભાર સાવ ટૂંકો લાગે છે !!

  30. bhagvatikaka nu geet HAVE PAHELO VARSAAD CHHELLO..VARSAAD..KHUB SUNDAR RACHNA CHHE ..

    JAYSHREE…  A GEET TAHUKO PAR MUKO..   ( https://tahuko.com/?p=362 )
    HAMNA MARE TYAA BHAGVATIKAKA PAR DOCUMENTRY NU EDITING THAI CHHE. MANE TEMMNI MANGAMTI RACHNAAO NU LIST MAYU CHHE . KETLIK SHRESTHA RACHANAAO HU AAP NE JARUR THI MOKLISH..
    FOR THIS NICE SONG
    THANX

  31. ચાર અક્ષરના ધોધમારમાં…..સુધારો કરશો
    અતિ સુંદર ગીત સુંદર શબ્દો સુંદર લય…આભાર જયશ્રી

  32. Reasbihari Desai & Vibhaban Desai has sung this recently in Gujarat Samachar prog. in Ahmedabad. It was also great, ભત્રીજા કરતા કાકા શ્રેષ્ઠ.

    VIkram Bhatt

  33. ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
    આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

    જયશ્રી, એક અનેરુ ગીત સાંભળવાની તક આપી તેં તો. તારી વાત ખરી છે. એક વાર – બે વાર .. ત્રણ વાર આ ગીત સાંભળ્યું.

    ખુબ મજા આવી. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *