મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી

ટહુકો પર ઘણીવાર એવું થાય છે કે એક ગીત શબ્દો સાથે આવે, અને થોડા વખત પછી મારી પાસે એની music file આવે એટલે સંગીત સાથે ફરીથી ટહુકો કરું… પણ આજે એના કરતા ઊંધું કરવું છે. પહેલા ફક્ત સાંભળી શકાતું આ ગીત – આજે એના શબ્દો સાથે ફરીથી એકવાર…

શબ્દો સાંભળીને લખવામાં હું આમ પણ જરા કાચી છું, અને આ ગીત માટે તો મને ખબર હતી કે રોજિંદા ક્રમ ને ન્યાય આપવાના ચક્કરમાં ગીતને ચોક્કસ અન્યાય થઇ જશે… એટલે આટલા વખત સુધી આ ગીત શબ્દો વગર જ ટહુકો પર રહ્યું. હમણા જ એક મિત્રએ ગીતના શબ્દો મને આપ્યા, અને આવા વરસાદી મૌસમમાં આ ગીત ફરીથી સંભળવવાનો મોકો એમ પણ મારે ચૂકવો નો’તો.

———————-

Posted on August 1, 2006

(આજે તો મારા ટહુકા પર સંભળાશે મોરનો ટહુકો)

આમ તો હું આ ગીત મુકવામાં મોડી કહેવાઉં. કારણ કે ગીત શરુ થાય છે આ શબ્દોથી : “.. આવ્યો ઘઘૂમી અષાઢ”.
અને અષાઢ મહિનો પૂરો થઇને શ્રાવણ આવ્યા ને ય અઠવાડિયું થયું. પણ આજ કલ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.

ગાયક : ચેતન ગઢવી
આલ્બમ : લોકસાગરનાં મોતી

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં અસીમ અને માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ ઘનઘોર ઝરે ચહું ઓર

મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
-ઝવેરચંદ મેઘાણી

127 replies on “મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી”

  1. જે ગુજરાતી આ ગીત સાંભળે છે એના રોમેરોમ માં દિવા ઝળહળી ઉઠે છે
    અને દરેક ગુજરાતી ના કાળજા માં સચવાયેલા ગીત હોઈ તો મેઘાણી ની ની આ રચના અને રામલીલા ફિલ્મ તથા ઓસમાનભાઈ મીર દ્વારા બધા જ ભારતીય અને ગુજરાતી ના હૈયે આ રચના સારી રીતે પહોંચી ગઈ

    ખુબ ખુબ આભાર

  2. જયશ્રીબેન સાભાર,
    આ ગીત ઓસમાણ મીરના અવાજમાં કેવી રીતે મૂકવું જણાવશો

  3. ભાસ્કર ન્યૂઝ.,,
    behind story of osman in movie song

    મારી કેસેટ સાંભળીને સંજય લીલા ભણસાલીએ તેના ડ્રીમ સોંગ ઝવેરચંદ મેઘાણીની રચના મન મોર બની થનગાટ કરે..’ મારી પાસે જ ગવડાવવાનું મનમાં નક્કી કરી લીધું હતું.તેમના પ્રોડક્શન હાઉસમાંથી દોઢ માસ સુધી સતત મને ફોન આવ્યો કે,સર,આપને યાદ કરે છે’,પણ હું સમજ્યો કે કોઇ મારી મજાક કરે છે,પણ દોઢમાસ બાદ ગાયક આદિત્ય નારાયણનો ફોન આવ્યો કે,સંજયજી આપકો સહી મે યાદ કર રહે હૈ,આપ મુંબઇ આ જાઇએ’ અને મને ત્યારે વિશ્વાસ આવ્યો અને હું મુંબઇ ગયો,જ્યાં ભણસાલીએ મને કહ્યું કે,આપકા ઓડિશન નહીં લેના હૈ,હમને આપકો સુન લિયા હૈ,ઔર યે ગીત આપકો હી ગાના હૈ,જો આપ નહીં ગાઓગે,તો હમ યે ગીત કીસી ઔર સે નહીં ગવાયેંગે’ તેવું આજે ભુજ દિવ્ય ભાસ્કર’ની ખાસ મુલાકાતે આવેલા કચ્છી લોકગાયક અને રામલીલા ફિલ્મના ગીતોમાંપોતાનો અવાજ આપીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા ઓસમાણ મીરે આ ગીત ગાવાનો તેમને યશ કેવી રીતે મળ્યો,તેની રસભરી યાદ તાજી કરતાં જણાવ્યું હતું.રામલીલા ફિલ્મમાં તેમના સોલો ગીત મન મોર બની થનગાટ કરે’ સિવાય અત્યાર સુધી યુ ટયૂબ પર ૧૬ લાખ હીટ મેળવનારા નગાડા સંગ ઢોલ બાજે’,લહુ મૂહ લગ ગયા’,ફિલ્મના બ્રેક ગ્રાઉન્ડ મ્યૂઝિક ઉપરાંત દોહા-છંદ વગેરેમાં પોતાનો અવાજ આપનારા ઓસમાણ મીરની અત્યાર સુધીની સંગીત સફર રસપ્રદ છે.લોકગાયક સ્વ.નારાયણ સ્વામી સાથે તબલા વાદન કરતાં-કરતાં એકવાર મોરારિબાપુ પાસે ગુરુપૂનમના કાર્યક્રમમાં ગયેલા જ્યાં તેમના પુત્ર પાર્થિ‌વભાઇ સમક્ષતેઓએ આનંદ ખાતર ગીત ગાયેલું.આ વાત તેમણે મોરારિબાપુને જણાવી કે,ઓસમાણભાઇ સારું ગાય છે.બસ ત્યારથી તેમની તબલાવાદકમાંથી ગાયક તરીકેની સફર શરૂ થઇ.પ્રથમ કાર્યક્રમ અમદાવાદમાં દિલકશ તેરા નકશા હૈ,સુરત તેરી પ્યારી હૈ…’ રચનાથી તેમની આ સફરની શરૂઆત થઇ અને આજે હજારોની સંખ્યામાં ડાયરા,ભજન,સુગમ સંગીત,લોકસંગીત,કાફી વગેરેના કાર્યક્રમો આપ્યા સાથે ૩૦ ગુજરાતી ફિલ્મમાં પણ પોતાનો કંઠ આપીને તેઓએ ૧૨વર્ષ બાદ બોલીવુડમાં પદાર્પણ કર્યું છે,તેઓ જણાવે છે કે,ગુરુ તરીકે પ્રથમ પિતા હુસેનભાઇ પાસેથી તાલીમ મળી,ત્યાર બાદ કચ્છના લોકકલાકાર ઇસ્માઇલભાઇ દાતાર પાસેથી વિધિવત્ તાલીમ લીધી.તમારા આદર્શ કોણ એવા પ્રશ્નના જવાબમાં તેઓ જણાવ્યું હતું કે,જગજીત સિંઘ,ગુલામ અલી વગેરેને નાનપણથી સાંભળ્યા છે,તેની ગાયકીની અસર મારા પર છે અને મારી દિલથી ખ્વાહિ‌શ છે કે,એક વાર એ.આર.રહેમાન સાથે ગીત ગાઇ શકું.મૂળ માંડવીના પણ ૧૨ વર્ષ પહેલાં રાજકોટ સ્થાયી થયેલા તેઓ મન મોર બની થનગાટ કરે’ ગીત સાથે જોડાયેલી યાદો વાગોળતાં કહે છે કે,જ્યારે હું રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં ગયો,ત્યારે મને કમ્પોઝિશન સાંભળીને આત્મસાત કરી લેવા અને સાંજે રેકો‌ર્ડ‌ કરશું,તેવું સંજયજીએ જણાવ્યું,પણ મેં તેને તરત જ ત્રણવાર સાંભળીને જ કહ્યુંકે,ચલો રેકોર્ડિંગ કરીએ,તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા!તેમણે કહ્યું કે,તમે તમારી સ્ટાઇલમાં પ્રથમ ગાઇ સંભળાવો અને મેં અલગ સ્ટાઇલમાં ગાયું અને તે સાંભળીને તે ખુશીના માર્યા ઉછળીને મને ભેટી પડયા અને ક્હ્યું,બસ યહી ચાહીએ મુજે’ અને આ ગીત ફાઇનલ થઇ ગયું અને માત્ર બે ટેકમાં પૂરું થયું.દુનિયાના ૨પ દેશમાં તેમણે કાર્યક્રમમાં આપ્યા છે,તેઓ જણાવે છે કે,અત્યાર સુધી મને એક ખેદ હતો,જ્યારે હું આ ક્ષેત્રમાં આવ્યો,ત્યારે મુંબઇ જઇને કેરિયર બનાવવાનું વિચારતો હતો,પણ સંજોગોવશાત ન જઇ શક્યો પણ આજે મારો આ ખેદ નીકળી ગયો છે.માલિકની મહેરબાનીથી ઘર બેઠા જ મને બોલીવુડમાં એન્ટ્રી મળી ગઇ છે.

    • My heartiest congratulations to jayshree Ben for putting up such sweet song , shining star Osman mir is great if current time ,also publisher deserve congratulation for publication too

      Enjoy,with prem n om vineshchandra Chhotai Mumbai BHARART

  4. વ્હાલા મિત્રો,
    શરુઆત નો દુહો,
    ગહકે મોર જી’ગોરિયા, મો’લા થડક્કે માઢ,
    વરખારી રીત વ્રણ્ણવા, આયો ઘઘુમ્બિ આષાઢ. આ દુહો શ્રેી મેઘાણિ જી નિ સૌરાસ્ટ્ર ની રસધાર (ભાગ-૫) ની રતન ગિયુ રોળ ! વાર્તા માથી લેવાયેલો ચ્હે.
    સૌ મિત્રો ને બ્રિજેશ ના જય શ્રેી ક્રુષ્ણ..

  5. ભૈ આજે ગુજરતિ ગેીત સામ્ભદ્યુ ને મને યાદ અવિ ગયુ મારુ નાનપન

  6. આ ગિત હેમુભૈ ના સ્વર મા ગવાયુ તે સાભલવુ તે લ્હાવો ગણાય એના જેવુ બિજુ કઇ નહિ-ફિલ્મ નુ પણ નહિ.

  7. આભાર લીલા ભાનુશાલીનો કે ભુલાયેલ ગીતને પ્રચલીત કર્યો.

  8. ‘મોર બની થનગાટ કરે ‘ ગીત જેટલું સાંભળું એટલું ઓછુ પડે છે! કાઠિયાવાડની દેશની મીઠાશ જ કોઈક અનેરી છે.
    ‘ટહુકો’ પર સંગીતનો આનંદ મળી રહે છે અને જન્મભૂમિ ગુજરાતની મીઠી યાદો તાજી રહે છે.
    હરીશના સૌને ધન્યવાદ.

  9. ખુબ આનન્દ બહેકિ ઊથે દિલ ધન્ય ધન્ય કવિશ્રેી…

  10. આ ગેીત ડાઉનલોડ કરવા મળે તો મજા આવેી જાય

  11. સુન્દર ગેીત, પણ સામ્ભળ્યુ ત્યારે જ ખબર પડી કે આવુ સુન્દર ગેીત રચાયુ .

  12. સન્જય લિલા ભાનુશાલિ નિ ગનો આભાર કેજેનથેી મારા જેવા ગુજરાતિ ગેીતો ના શોકિન ને આ સુન્દર અને મદમસ્ત ગેીત ને માનવા નો મોકો મલિયુ.

    • ગવાયેલ અને લખાયેલ માં શબ્દો માં ફેર છે .. સાચું કયું ..જરાક પ્રકાશ પાડજો

      • @Digvijay ધ્યાન દોરવા બાદલ આભાર. શબ્દો સુધારીને લખ્યા છે 🙂

  13. ઝવેરચનદ મેઘાન્નિનુ આ રન્ગ કસુન્બલ ગેીત આજે પન્ન મઝેદાર ચ્હ્હે

  14. રામલિલા ફિલ્મ આવતા આ ગેીત સૌ ગાવા લાગ્યા ચ્હે. પણ ૧૦-૧૫ વર્શ પહેલાના ડાયરા મા આ ગિત ખુબ ગવાતુ.
    દુર્ભાગ્ય નિ વાત એ ચ્હે કે આજે ગુજરાતિઓ પણ આ ગિત ફિલ્મ આવ્યા પચ્હિ સામ્ભલતા થયા. ખરેખર એવુ ચ્હે કે આપણિ સન્સ્ક્રૂતિ પર આપણા જ લોકો નો પ્રેમ ઓચ્હો થઇ ગયો ચ્હે.

    આપ્ણો આ અમુલ વારસો જાળવવા માટે તમે જે પ્રયત્ન કરિ રહ્યા ચ્હો તેને કદિ ઇતિહાસ ના થવા દેશો.

  15. આ અને આના જેવા ગિતો સામ્ભલવા માવજિભાય્.કોમ કરો
    બાપુ તારિ અગન ગાદિ હાલે જાને માન્દલિ પાદિ આ ગિત જોઇઅએ ચ્હે કવિ દુલા કાગ નુ આગિત ચ્હે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *