સ્વર : ચેતન ગઢવી
.
મેલી મત જા મને એકલી વણજારા
મેલી મત જા, પરદેશમાં વણજારા
જીઓ વણજારા, જીઓ વણજારા….
સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા…
ડુંગર માથે તારી દેરડી વણજારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા….
કાજી મામદશાની વિનંતી વણજારા,
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા….
જીઓ વણજારા, જીઓ વણજારા…
વાહહહહહ
superb bhajan. my like bhajan. manilal.m.maroo
મેલી મત જા વણઝારા,,,, વાહ ! હેટલી અદભુત રચના ને સુર .. જેમા વાટ જોવાનુ વર્ણન દીલને ભૂતકાળની યાદોમા લઇ જાય છે. કે 30 વર્ષ ઝીલીયા , જી. મહેસાણા છાત્રાલયમાં ભણતા ત્યારે આ ગીત ગવાતુ અને આજે ફરી પહેલાની યાદ તાજી કરે છે. આ અવિસ્મરણીય ક્ષણો જીવનમા ભૂલાય તેવી નથી.
ખુબજ ધન્યવાદ આવી રચનાઓ ને સંભાળાવવા બદલ
VANZARAE EK MARATHINU MAN JITI LIDHU!
RAJU KADAM
Thanks,
After long time I listen this Bhajan.
સરસ
ઇશિતા બેન આતો ખોળિયુ જીવ ને કે છે કે મેલી મત જા મને એકલી વણજારા…..
વડોદરા ના જાીતા ગાયીકા વ્ત્સ્લા પાટીલ આ ગ્ ર બો ખૂબ સરસ ગાતા હ્તા.
વાહ બહેના !સરસ ગીત મૂકી દિવસ સુધાર્યો !
કોઇની પ્રતિક્ષા માટે લોકબોલી મા ગવાયેલુ આ ગીત તમારિ ઊચિ પસન્દ સુચવેછે.એક સુધારો સુચવુછુ કવિ નુ નામ કાજી મામદશાછે.
ચેતનના સ્વરમાં મધુર મધુર્
ડુંગર મારે તારી દેરડી વણજારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા….
પ્રતીક્ષાની પળની સોંસરવી ઉતરે વાત્
वाह