કાવ્ય રચું છું – રાજેન્દ્ર શુક્લ

ૠષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લને સમગ્ર ટહુકો પરિવારની ભાવભરી શ્રદ્ધાંજલી 🙏

અર્થ વિનાના આવાજમાં
ઝરડાય દિવસ,
ને અતડાં અતડાં મૌન મહીં
અહીં રાત વિવશ ખરડાય.
પળોની પાંખો ખરતી લાગે
આવી ઝાંખ
ધૂંધળાં સ્મરણ
આંખને અડકે…
ને જીર્ણશીર્ણ ભીનાશ
કશી જર્જરતા
મારાં હોવામાં પ્રસરી જાય.
તો મારાથી મારું પોત
કરીને અળગું
હું બેચાર ક્ષણોના
માંડ મળ્યા ધાગાથી
એને જેવુંતેવું તૂણી લઉં છું
આ તેં દીધેલાં
એકાંતોની ઓથ લઈને!

– રાજેન્દ્ર શુક્લ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *