કાલે લયસ્તરો પર રમેશ પારેખના શબ્દોમાં ઉત્તરાણ માણવાની ખરેખર મઝા આવી…
અને ઉત્તરાણની સાથે તો એેટએટલું યાદ આવે છે કે આખો નિબંધ લખાઇ જાય.. (School ની પરિક્ષામાં લખતી એવો ગોખણપટ્ટીવાળો નહી…!!)
ગયા વર્ષે જ્યારે ગુજરાતનો પતંગ ટહુકો પર ઉડાડ્યો.. ત્યારે એમ હતું કે આવતા વર્ષે આ જ ગીત ફરી સંભળાવવું પડશે. (એ સિવાય કોઇ ગુજરાતી ઉત્તરાણ ગીત મારા ધ્યાનમાં જ નો’તુ.) પણ થોડા દિવસ પહેલા આ ગીત મનગમતો પતંગ ઉડીને અગાશીએ આવે એમ મારા inbox માં આવી પહોંચ્યું. તો તમે પણ પતંગ ચગાવો.. તલના લાડુ ખાઓ.. ઊંધિયું-જલેબીની મઝા લો.. અને સાથે આ ગીત સાંભળો..! દર વર્ષે ધાબા પર હિન્દી ગીતો વાગે છે ને? – આ વખતે થોડા ગુજરાતી ગીતો પણ વગાડજો.. 🙂
ગઈકાલે જ મુંબઈમાં ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચનથયું – જેમાંથી આ ગીત લેવામાં આવ્યું છે.. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ આલ્બમમાં સ્વરબધ્ધ થયેલી હિમાંશુભાઇની એક ગઝલ આપ લયસ્તરો પર સાંભળી શકો છો.
એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,
પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ
છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ…
સૌપ્રથમ તો સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Wishing you all a Very Happy & Prosperous New Year..!! અને ૨૦૦૯ના વર્ષની શરૂઆત કરીએ આ મઝાના કૃષ્ણગીતથી… પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીત મઢ્યું આ ગીત વારંવાર સાંભળ્યા જ કરવાનું મન થાય એવું સરસ મઝાનું બન્યું છે..!! PUના ચાહકો માટે આ અચૂક one of the favorites બની જશે..
(मैं गतमें अपने मोहनकी…)
* * * * *
સ્વર – સંગીત ઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
सब अपनी अपनी गतमें, मैं गतमें अपने मोहनकी;
वो मुरली बाजत मैं नाचत, नाचत राधा मोहनकी…
वो मेरा है कृष्ण कनैया, मैं उसकी दौहत हो गैया;
हम दोनों जमना के तट पर, खेलत होरी फागुनकी…
लाल में लाल मिल्यो मन मेरो, गरज गरज घन आयो घेरो;
मैं अपने घनश्यामकी बरसत, बरसत बदरी सावनकी…
———-
સબ અપની અપની ગતમેં, મૈં ગતમેં અપને મોહનકી;
વો મુરલી બાજત મૈં નાચત, નાચત રાધા મોહનકી…
૨૦૦૮ના વર્ષની આ છેલ્લી પોસ્ટ… આવતીકાલથી તો ૨૦૦૯નો સિક્કો લાગશે 🙂
૨૦૦૮નું સરવૈયું કાઢવા બેસીએ તો આમતો કેટકેટલુંય આવી જાય, પણ ગુજરાતી સાહિત્ય-કવિતા-ગઝલોને ધ્યાનમાં રાખીએ તો, એક વાત જરૂર યાદ આવે – ૨૦૦૮ એટલે આપણા લાડીલા શાયર/કવિ – ગની દહીંવાલાનું જન્મશતાબ્દીવર્ષ… તો આ વર્ષની છેલ્લી પોસ્ટ તરીકે ગનીચાચાનું આ સુંદર ગીત સાંભળી મઝા લઇએ..!
આપણા જુના ગુજરાતી ગીતોમાં કેટલાય એવાં છે કે પરણેલી સ્ત્રીએ પિયુજી માટે ગાયા હોય, પણ ‘એમની’ વાત તો ગીતના છેલ્લા ફકરામાં જ આવે… ‘મારી વેણીમાં ચાર-ચાર ફૂલ’, ‘ધમ-ધમક ધમ સાંબેલું’, અને બીજાય થોડા ગીત છે.. (તમે શોધી આપશો?) .. અને એ લિસ્ટમાં મુકી શકાય એવું આજનું ગીત પણ ખરું જ તો.. 🙂
અને જુના હિન્દી ગીતોના શોખીનોને તો આ ગીતની સાથે વૈજંતીમાલા પણ યાદ આવે એવું યે બને.. દૈયા રે દૈયા રે ચડ ગયો પાપી બિછૂઆ.. !!
સ્વર : આશા ભોંસલે
.
હું તો ફૂલડાં વીણવા ગઇ’તી,
ત્યાં મને વિછુંડો ચટક્યો
એવો ચટક્યો એવો ચટક્યો,
કાળજે આવીને ખટક્યો
હું તો ફૂલડાં…
આવ્યા જેઠ-જેઠાણી,
મારી આખ્યુંમાં આવ્યા પાણી
હું ભોળી ભરમાઇ ગઈ ને
ડંખ મારીને વિછુંડો છટક્યો
હું તો ફૂલડાં…
સાસુ-સસરા ને નણંદ નાની,
કોઈએ મારી પીડાની જાણી
વૈદે ઘુંટ્યા ઓસડીયા
પણ વેરી વિછુંડો ન અટક્યો
હું તો ફૂલડાં…
રંગીલો નણદીનો વીરો,
મને જોઈને થયો આધિરો
એને જોતાં ગઈ વિછુંડો ભૂલી ને
જીવ મારો એનામાં ભટક્યો
હું તો ફૂલડાં…