ઠેસ (અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ) – પ્રફુલ્લા વોરા

સ્વર : ગાર્ગી વોરા, અનુપા
સંગીત : ડો. ભરત પટેલ

( અમથો બાંધ્યો હીંચકો… Chandigarh August 5, 2007.)

* * * * *

.

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું ડરું ?

અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું ?

સૈયર મૂકી હથેળીયું પર અમથી મ્હેંદી ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત.
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ધૂધળમાળ,
કે સૈયર શું કરું ?

સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે.
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું ?

10 replies on “ઠેસ (અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ) – પ્રફુલ્લા વોરા”

  1. ખુબ સુંદર ભાવ સાથે ગીત નું સર્જન
    યુવાન હૈયા ની લાગણી વ્યક્ત કરતુ
    બહેન ગાર્ગી વોરા ના સ્વર માં ખુબજ
    આલ્હાદક લાગેછે
    કે બી

  2. સરસ ગીત – હવે આખો દિવસ આ જ ગીત ગણગણતી રહીશ્!

  3. અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
    કે સૈયર શું કરું ?
    સંવેદનોની સુંદર અભિવ્યક્તિ !
    ગીતને દિલથી માણ્યું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *