એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને… – રમેશ પારેખ

આજે ફરીથી રમેશ પારેખ… પરંતુ એકદમ હળવા મિજાજમાં.. એમના famous છોકરા – છોકરી ગીત સાથે..!!

(વાદળનો હિંચકો… Grand Canyon, Arizona – Aug 31, 2008)

* * * * *

સ્વરાંકન – સ્વર : પાર્થિવ ગોહિલ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલબ્મ : તારી સાથે

એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,

પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ

છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ…

19 replies on “એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને… – રમેશ પારેખ”

  1. સુપેર્બ સોન્ગ્..પન આ ગેીત વારમ્વાર સામભલ્વુ હોય તો ? there should be download link ….please….

  2. આજના છોકરાવને માટે ખુબજ લાગુ પડે છે. ખુબ જ સરસ્……

  3. તમરુ ગિત બહુજ સરુ ચ્હે અને બિજ ગિત બનવતા રહો

  4. yes shri chintanbhai pandya ni vaat sachi 6…..parthi dwaraj swarankan thayelu and gavayelu…..bhavnagar na yashvantrai natyagrah ma parthive gayelu ane oncemore pan thayelu…

  5. mne koi siti no hichko bnavi do,
    mne koi saslio na tola ma rmva do,

    pela chokra ne khi do ksoneri choklet aap,
    nai to hu dankh maris jevo maryoto pela sape

  6. જોરદાર. મારા મન્ નિ સ્થિતિ એક દમ સચોત રિતે રજુ કરિ ચે, ઃ-)

  7. એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું…

    સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ…

    આવી સહજ રીતે યુવાન હૈયાની વાત રમેશ પરેખ જ કરી શકે!
    કવિની ભાવનાને ગીત રુપે માનવાની મજા આવી ગઈ!

    આભાર

  8. એક સીટી ની જેમ મનડા ને વિન્ધિ જતુ આ નમણૂ ગીતુ ભુતકાળ ના સ્મરણૉ યાદ કરાવી ગયુ
    રમેશ ભૈ ને સલામ ! તેમનિ કલમ માથિ જ આવિ સીટીઓ અવત રિ શકે !

  9. ખુબજ સરસ કમ્પોજિસન ચ્હે.
    અને શબ્દો પન નવિન ચ્હે.
    પન સેમ ગેીત ડો. કિરણભઈ દ્વિવેદિ નુ કોમ્પોજિસન મા સામ્ભલ્યુ ચ્હે ? તે પન એટ્લુ જ સુન્દર ચ્હે.

  10. બહુજ સુન્દર ગિત મને ગુજરાતિ બરોબર લખતા નથિ ફાવ્અતુ પન મજા આવિ ગયિ

  11. Ramesh is no more with us but I do remember sureshdalal saying that ” Ramesh has Hardware business but he is more into software….” In fact poem is SOFT to WARE …. He has given very good songs.. Cheers

  12. આ ગીતનું સ્વરાંકન ૫ણ પાર્થિવનું જ છે. હું ભૂલતો ન હોઉં તો
    ૧૯૯૪-૯૫ માં ભાવનગરમાં સયકલ ચલાવતા ચલાવતા આ સ્વરાંકન થયેલું છે. આ સ્વરાંકન કરી તરત પાર્થિવે મને સંભળાવેલું……..ઘણાં સમયે આ ગીત સાંભળવાની મજા આવી.
    ધન્યવાદ.

  13. Ramesh Parekh is truely a genius!
    He writes such a vibrant/teenager-centric song and also writes ALA KHACHAR and on MIRA PELE PAAR….
    Ramesh is Ramesh — NA BHUTO NA BHAVISHYA TI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *