હું તો ફૂલડાં વીણવા ગઇ’તી…

આપણા જુના ગુજરાતી ગીતોમાં કેટલાય એવાં છે કે પરણેલી સ્ત્રીએ પિયુજી માટે ગાયા હોય, પણ ‘એમની’ વાત તો ગીતના છેલ્લા ફકરામાં જ આવે… ‘મારી વેણીમાં ચાર-ચાર ફૂલ’, ‘ધમ-ધમક ધમ સાંબેલું’, અને બીજાય થોડા ગીત છે.. (તમે શોધી આપશો?) .. અને એ લિસ્ટમાં મુકી શકાય એવું આજનું ગીત પણ ખરું જ તો.. 🙂

અને જુના હિન્દી ગીતોના શોખીનોને તો આ ગીતની સાથે વૈજંતીમાલા પણ યાદ આવે એવું યે બને.. દૈયા રે દૈયા રે ચડ ગયો પાપી બિછૂઆ.. !!
સ્વર : આશા ભોંસલે

.

હું તો ફૂલડાં વીણવા ગઇ’તી,
ત્યાં મને વિછુંડો ચટક્યો
એવો ચટક્યો એવો ચટક્યો,
કાળજે આવીને ખટક્યો
હું તો ફૂલડાં…

આવ્યા જેઠ-જેઠાણી,
મારી આખ્યુંમાં આવ્યા પાણી
હું ભોળી ભરમાઇ ગઈ ને
ડંખ મારીને વિછુંડો છટક્યો
હું તો ફૂલડાં…

સાસુ-સસરા ને નણંદ નાની,
કોઈએ મારી પીડાની જાણી
વૈદે ઘુંટ્યા ઓસડીયા
પણ વેરી વિછુંડો ન અટક્યો
હું તો ફૂલડાં…

રંગીલો નણદીનો વીરો,
મને જોઈને થયો આધિરો
એને જોતાં ગઈ વિછુંડો ભૂલી ને
જીવ મારો એનામાં ભટક્યો
હું તો ફૂલડાં…

8 replies on “હું તો ફૂલડાં વીણવા ગઇ’તી…”

  1. હુ તો ઘણા વખતથી આ ગીતની શોધઆ હતો. આનદ થયો.

    • I have been looking for the wordings to this song for a long time. I was sent this website. Great Job by RADIO TAHUKO. Please you may contact me with more sites. Please Email me to kaku742@msn.com Thanks.

  2. ખુબ જ સુન્દર ગિત નો સન્ગ્રરહ ….

    ખુબ આભાર્

    ાશ્વિન

  3. I already have those songs – and they are there on tahuko as well…

    I was basically talking about the theme of the songs and asked if you visitors know any more songs which has similar theme..!!

  4. મારી પાસે ‘હુ તો ફુલડા વીણવા…..’ અને ‘મારી વેણી મા ચાર..’
    ચ્હે પણ હુ તમને મોકલુ કેવી રીતે? wrioite2us પર મોકલી શકુ ને? મને hardly જ સમય મલે ચ્હે net use કરવા માટે એ પણ હુ college માથી કરુ ચ્હુ. અન college મા અમને pan drive use નથિ કરવા દેતા…. પણ i will try my level best..
    REGARDS…..

  5. બહુ જ સરસ ગીત. આ ગીત સાંભળી ને એક ગરબો યાદ આવ્યો. વડોદરા માં રહેલા લોકો ને કલહંસ તો યાદ હશે જ. એમનો એક ગરબો છે – ‘ફૂલડાં વીણવા ગ્યાતાં રે, હે લાગ્યો લાગ્યો રે ગોરી તારો નેડલો રે’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *