કટ્ટ્મ કટ્ટી કટોકટી… – અવિનાશ વ્યાસ

કાલે લયસ્તરો પર રમેશ પારેખના શબ્દોમાં ઉત્તરાણ માણવાની ખરેખર મઝા આવી…
અને ઉત્તરાણની સાથે તો એેટએટલું યાદ આવે છે કે આખો નિબંધ લખાઇ જાય.. (School ની પરિક્ષામાં લખતી એવો ગોખણપટ્ટીવાળો નહી…!!)

ગયા વર્ષે જ્યારે ગુજરાતનો પતંગ ટહુકો પર ઉડાડ્યો.. ત્યારે એમ હતું કે આવતા વર્ષે આ જ ગીત ફરી સંભળાવવું પડશે. (એ સિવાય કોઇ ગુજરાતી ઉત્તરાણ ગીત મારા ધ્યાનમાં જ નો’તુ.) પણ થોડા દિવસ પહેલા આ ગીત મનગમતો પતંગ ઉડીને અગાશીએ આવે એમ મારા inbox માં આવી પહોંચ્યું. તો તમે પણ પતંગ ચગાવો.. તલના લાડુ ખાઓ.. ઊંધિયું-જલેબીની મઝા લો.. અને સાથે આ ગીત સાંભળો..! દર વર્ષે ધાબા પર હિન્દી ગીતો વાગે છે ને? – આ વખતે થોડા ગુજરાતી ગીતો પણ વગાડજો.. 🙂

સ્વર : જયદીપ સ્વાદિયા

( Photo from Flickr )

* * * * *

.

કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર…

કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર…

કોઇ ફસ્કી જાય, ને કોઇ રડે
કોઇ ચડે એવો પડે ને
કોઇ ગોથા ખાય કોઇ લડે..

પટ્ટાદાર…
જાનદાર મંગુદાર..
આંકેદાર.. ચોકડીદાર..

કાગળ જેવી કાયામાં પણ
માયાનો નહીં પાર…
કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…

કોઇ કોઇને ખેંચી કાપે,
કોઇની ઢીલ કોઇને સંતાપે
કોઇ કપાતું આપોઆપે,
કોઇ કપાતું કોઇના પાપે

કોઇ પતંગ પંડે પટકાતો
ઊદ્દી, ખેંશિયો, પાવલો,
અડધિયો, પોણિયો, આખિયો,

આ રંગીન જન્મ-મરણની દુનિયાનો
કોઇ ન પામ્યુ પાર
પતંગનો પરિવાર જગતમાં
પતંગનો પરિવાર…

કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર…

કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર…

હે.. કાપ્યો…!!!!!!!!

11 replies on “કટ્ટ્મ કટ્ટી કટોકટી… – અવિનાશ વ્યાસ”

  1. જયશ્રીબેન,
    કટ્ટ્મ કટ્ટી કટોકટી… – સ્વર અવિનાશ વ્યાસ, ગીત જયદીપ સ્વાદિયા ગીત સાંભળવનો આનંદ આવ્યો. પતંગ જેવા આપણે રંગ રંગીલા માણસો, ચિત્ર વિચિત્ર સ્વભાવના માણસો, સ્વાર્થ માં જ રચ્યા પચ્યા રહેતા જીવોએ પતંગ જેવા હલકા બની એક નવું જ જગત બનાવી જીવવાનું છે. આવો સંદેશ આપી કવિએ પદોને ક્રમશ ગોઠવી ગવાય તેવા તાલમાં ગોઠવી ગેય સ્વરુપ આપેલ છે. ગીતકાર ને અને ગાનાર ને ઘન્યવાદ.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  2. kattam katti…. is a song by avinash vyas .it speaks about varity of personality of people .it has nothing to do with katokaty, emargency in political sense .it is a katokaty among our inter personal relations due to our nature .it is a very populer composition .a good news for you . aashit desai has composed and recorded few patang songs this year . aalap desai has also composed a few . two of my songs have been composed .one of them has been sung by great singer Shankar .one of my song on patang is in a gujarati film relesed recently .i hope this will add something for a while !

  3. Barot Ji,
    I am surprise that you could not digest my comment on this Democratic-open minded people’s Bolg. You dont have to be or like to be PM Manmonan Singh before you criticise him !!. What I tried to say what kind of words you are attaching with festival like this. You dont have to be “Rotal” or try to convey message in every song. Can Dilip Kumar be successful in 2009 by standing a tree and start Rona B’se his Love fled. Many songs are being created in this world but few are remembered for ever.

  4. Jay,

    Can you please create any song like this in your life? OR can you even sing the same song after listening the song? You have to be a good listner before understanding the song. There is secret of life attached with this song …. if you compare our life with this song, you will understand what is he trying to say….. so please do something before you pass a negative comment about anyone.

  5. Very nice and funny though with a great sense

    બધુજ હ્રિદયપર્શિ હોય એવુ નથી દુનિયા મા, રમતીયાલ something just enjoying, like uttarayan..its day for fun, enjoy….
    It is pitiable that some people cannot enjoy fun…too…

  6. ગુજરાત માં ઉતરાયણ ને દિવસે કટોકટી !!
    શબ્દો ના સરવાળા કરવા માત્ર થી કવિ બની જવાતું નથી.
    અમુક બગલથેલા છાપ કવિઓ દયાને પાત્ર હૉય છે.
    શબ્દોનું સંયોજન હદયસ્પઁશી હોવું એજ કવિની ઓળખાણ છે.

  7. Very nice song! It reminded when in my childhood (in ahmedabad), we used to wait for this holiday. On the day before Utran, we would go buy kites and stay late for tying “Kinna”. On Utraan’s day, we would go up on the terrace and have lot of fun flying kites, eating “Tal Na Laadu” and “Bor”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *