હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

ગઈકાલે જ મુંબઈમાં ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું – જેમાંથી આ ગીત લેવામાં આવ્યું છે.. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ આલ્બમમાં સ્વરબધ્ધ થયેલી હિમાંશુભાઇની એક ગઝલ આપ લયસ્તરો પર સાંભળી શકો છો.

સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: રિંકી શેઠ
આલ્બમ : ત્રિવેણી સંગમ

.

હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે
મળી જાય તું ક્યાં હે, સ્નેહા, એક અટુલી રાહે

હે નિર્મલ તું મળી ન ક્યાંયે, પાન પાન કે ડાળે
તારી હું કરતો રહું આશા, એક અનંતન કાળે

મંદગતિ વિલંબીત તાલે, ધ્રુતમાં ટૂટી જાતો
હે સ્નેહા, તું મધુર ગાય ને સમમાં વિરમી જાતો

સંત કહે કે હરિધામમાં મળતો સહુને વહેતો
હું જ્યાં દોડ્યો હરિ ચરણમાં તું ત્યાં ભેટી જાતો

————

To order this album – please contact Himanshu Bhatt : hvbhatt@yahoo.com

11 replies on “હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’”

  1. So SwEEEEt Rinku sheth I heard you live but on tahuko really tahukko I love this song and you sung very beautifully Thank you TAHUKO site

  2. સબંધ સચવાય જાયતો સારુ……..
    ને મન મેળ થઇ જાય તો સારુ……..
    સબંધ સચવાય જાય તો સારુ………૧
    આમ કંયા સુધી દબાવશુ…….?
    દર્દ થોડા ઉભરાઈ જાય તો સારુ…
    સબંધ સચવાય જાય તો સારુ………૨
    લે પહેલ કર બોલવાની હવે તૂ…..
    મારુ મૌન તને પામી જાય તો સારુ….
    સબંધ સચવાય જાય તો સારુ………૩
    કયાં સુધી લાગણીઓ અકબંધ લઈને ફરીશુ…..?
    થોડી ધણી રેલાઈ જાય તો સારુ…………
    સબંધ સચવાય જાય તો સારુ………૪
    ભાર ન રાખીશ મારા આભાર નો……….
    યાર તુ થોડુ મન હળવુ કરી જાય તો સારુ…..
    સબંધ સચવાય જાય તો સારુ………૫

    અશ્રુ ને તરસ છે આંખ ની………..
    ડુસકા મુકીને રડી શકાય તો સારુ…….
    સબંધ સચવાય જાય તો સારૂ……….૬
    છે “રતન” જીવ ને ઝંખના આટલી………
    જીવન સાંગો-પ્

  3. હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે
    મળી જાય તું ક્યાં
    હું જ્યાં દોડ્યો હરિ ચરણમાં તું ત્યાં ભેટી જાતો

    “ત્રિવેની સગમ….”

  4. આજે ફરીવાર ગીત સાભળીને ઘણો જ આનન્દ થયો. ઓગસ્ટ્,૩૧,૨૦૦૯
    ફુલવતી શાહ.

  5. I feel like parents of a son or daughter when he/she is getting a Ph.D. degree at a convocation ceremony in his/her chosen field. I am so proud of composr, singer and Rameshbhai Patel (Premormi) for this song. It comes out as a pure water stream from the depth of soil (heart) and goes straight into listener’s heart. It is just so soothing and peaceful. This can be called spiritual music! You do not have to think what Religion you practice!

    Dinesh O. Shah

  6. કવિની સુન્દર રચના, સ્વર નિયોજન અને સુમધુર અવાજ….
    આ ત્રણનૉ સમ્ન્વય થયૉ છે.

  7. સુંદર ગીત. રિકી શેઠ્ને કન્ઠે ગવાયેલુ ગીત પહેલી જ વાર સામ્ભ્ળ્યુ અને ખૂબ ગમ્યુ. આભાર

    મંદગતિ વિલંબીત કાલે, ધ્રુતમાં ટૂટી જાતો
    અ પંક્તિમા ‘કાલે”ને બદલે ‘તાલે” છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *