મહોબ્બતમાં હવે મારો પરિચય – બરકત વિરાણી ‘બેફામ’

મનહર ઉધાસના ચાહકો હવે એમનું નવું આલ્બમ ‘અક્ષર’ online order કરી શકશે. અને અક્ષરના થોડા ગીતો/ગઝલોની ઝલક જોવા ‘અહીં ક્લિક કરો’.

.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકત વિરાણી ‘બેફામ’

20 replies on “મહોબ્બતમાં હવે મારો પરિચય – બરકત વિરાણી ‘બેફામ’”

  1. બેફામ નો પરિચય અહી ટહુકો ની વેબસાઈટ પર જ થયો. ખુબ અભિનન્દન જયશ્રી બેનને.

  2. બેફામસાહેબ ની સ…રસ કૃતિ…મનહરજી નો અદભૂત અવાજ…

  3. પરિચય ચે મન્દિર્મ દેવોને મરો અને મસ્જિદ મ ખુદ ઓદ્ખે ચે,નથિ મરુ વૈક્તિત્વ ચનુ કોઇથિ; તમર પ્રતપે બધ ઓદ્ખેચે..

  4. befam is a great.he is my favourite.few people are intrested in ghazaland literary.aa afshosh ni vaat chhe mitra.

  5. વાહ! ઘણી સચોટ વાતોને ગઝલ માં ન્યાય બેફામજ આપિ શકે.

    “જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

    “સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
    કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

    હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
    હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

    કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
    કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.”

    • Barkat Virani alias Befam’s Gazals are really Marvellous each and every words in his Gazals are very touchy

  6. Other singers have sung Befam Gazals too!
    Please put those also if you have. Manhar is not the a goog representative Gujarati Singer… He is just OK. Elites do not even consider him a vaild singer…

  7. જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
    કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
    કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
    કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

    વરસો પહેલાં બેફામ સાહેબના મોઢે સાંભળેલી ગઝલ ફરી વાચી મઝા આવી ગઈ.

  8. કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
    કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

    સુંદર શેર.

    ‘બેફામ’ વર્ષોથી-જમાનાથી મારા પ્રિય ગઝલકાર રહ્યા છે. એમણી વધુ રચનાઓ મૂકવા માટે વિનંતી કરી શકું??

    ‘મુકેશ’

  9. કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે
    Wah, etle vakhan karavava marvu pade OR
    jene vakhan game chhe te MARELA che…….!!!!!!!! Adbhooot. BEfaam adbhoot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *