કાગળ પર ચિતરેલી નદીને હોય – અમિત ત્રિવેદી

સ્વર : નીશા પાર્ઘી
સંગીત : નયનેશ જાની

.

કાગળ પર ચિતરેલી નદીને હોય કાગળની હોડીના અંજળ,
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

વેદનાની વાવમાં ઉતરુ શું કામ
દરિયાનો છોરો હું તો દરિયો થઇ જાઉં
ધસમસતી નદીઓ પછી આવશે અપાર,
ધોધમાર વરસાદી સ્વપ્ન થઇ આવું

રોજરોજ મારામાં ભળશે એ પળ, ઝુકી ઝુમી પછી ભરશે વાદળ
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

અંધારી રાતોમાં દીવા કરું
જોવા દીવા તળેનું અંધારું
ઘેર ઘેર દીવડાઓ પ્રગટે પ્રગટે
ને પછી અજવાળું થાતું સફ્યારું

રોજ રોજ મારામાં ઓગળી શકું, પછી અંધારા લાગવાના પોકળ
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

– અમિત ત્રિવેદી

5 replies on “કાગળ પર ચિતરેલી નદીને હોય – અમિત ત્રિવેદી”

  1. પ્રેમ કરુ છું તુજને હુ તારો પ્રેમી છું,ચાહુ છુ હું તુજને હું તારો ચાહક છું,
    શબ્દો ની માયાજાળ થી પર છું હું,હ્રદય થી પુકારુ છું હું તારો નાયક છું…..જયેશ ગઢવી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *