Category Archives: રમેશ પારેખ

રમેશ પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ક્ષેમુ દિવેટીઆ' સ્પેશિયલ 1 : ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં - રમેશ પારેખ
'ક્ષેમુ દિવેટીઆ' સ્પેશિયલ 7: એક પ્રશ્નગીત - રમેશ પારેખ
.... તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !
...પતંગ થઇને આખો દિવસ ઊડે સૌ ગુજરાતી! - જય વસાવડા
અનિલને - રમેશ પારેખ
અભણ અમરેલવીએ કહ્યું - રમેશ પારેખ
અરે, મારા આ હાથ છે જડભરત - રમેશ પારેખ
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર.....
આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો ! - રમેશ પારેખ
આ મનપાંચમના મેળામાં - રમેશ પારેખ
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે... - રમેશ પારેખ
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ - રમેશ પારેખ
ઉનાળાના કભાવનું ગીત - રમેશ પારેખ
એ… હેહેય…. હેહેય… ઝાડ - રમેશ પારેખ
એક અધૂરું ગીત - રમેશ પારેખ
એક ખોબો ઝાકળ
એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને... - રમેશ પારેખ
એક છોકરીના હાથથી રૂમાલ પડે -રમેશ પારેખ
એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ - રમેશ પારેખ
એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? - રમેશ પારેખ
એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો - રમેશ પારેખ
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. - રમેશ પારેખ
એવું કૈં કરીએ - રમેશ પારેખ
કંઈક તો થાતું હશે… - રમેશ પારેખ
કે કાગળ હરિ લખે તો બને - રમેશ પારેખ
ગઢને હોંકારો તો કાંગરાય દેશે - રમેશ પારેખ
ગાતાં ખોવાઇ ગયું ગીત - રમેશ પારેખ
ગુલમ્હોર
ગુલમ્હોર મ્હોર્યા એટલે - રમેશ પારેખ
જળને કરું જો સ્પર્શ તો ... - રમેશ પારેખ
જાય છે - રમેશ પારેખ
ઝાડ એના પાંદડાંને પૂછે - રમેશ પારેખ
ઠાલાં દીધાં છે મારા બારણાં - રમેશ પારેખ અને અનિલ જોશી
તમે મારામાં આરપાર રહેતાં.. - રમેશ પારેખ
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં - રમેશ પારેખ
તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ - રમેશ પારેખ
તારી ને મારી વાત - રમેશ પારેખ
તું ઇટ્ટાકિટ્ટા છોડ - રમેશ પારેખ
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં - રમેશ પારેખ
દરિયો - 2
દરિયો…
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે - રમેશ પારેખ
ન જાણું કે - રમેશ પારેખ
ન થયા - રમેશ પારેખ
પંખી ક્યાં ગાય છે ? - રમેશ પારેખ
પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ
પત્ર - રમેશ પારેખ
પરપોટો પાણીમાં મુંઝાય - રમેશ પારેખ
ફરી ઘર સજાવ તું - રમેશ પારેખ
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં - રમેશ પારેખ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને - રમેશ પારેખ
બાલલીલાનું ગીત - રમેશ પારેખ
ભગવાનનો ભાગ - રમેશ પારેખ
મનોજ પર્વ ૦૪ : પીછું
મારા ખોબામાં - રમેશ પારેખ
મારા ચ્હેરાનું ઘરેણું - રમેશ પારેખ
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી - રમેશ પારેખ
મુક્તકો - રમેશ પારેખ
મુક્તકો - રમેશ પારેખ
યાદ - રમેશ પારેખ
રમેશ પારેખ - ભરત વિંઝુડા
વરસાદ કહે - - રમેશ પારેખ
વરસાદ ભીંજવે - રમેશ પારેખ
વાલમનો બોલ - અનિલ જોષી
વૃક્ષસંવનનાર્થીનું ગીત - રમેશ પારેખ
વ્હાલ - રમેશ પારેખ
શું બોલીએ? - રમેશ પારેખ
સંબંધ - રમેશ પારેખ
સખી મને તેં સરોવર કહ્યો - રમેશ પારેખ
સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ
સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) - રમેશ પારેખ
સાદ પાડું છું - રમેશ પારેખ
સૂરજ વિનાનું સાવ ગામ - રમેશ પારેખ
સૃષ્ટિ છે એક કોયડો - રમેશ પારેખ
સોનલને ચાહવાની ઋતુઓ - રમેશ પારેખ
હરી પર અમથું અમથું હેત - રમેશ પારેખ
હવે પાંપણોમાં અદાલત ભરાશે - રમેશ પારેખ
હસ્તાયણ - રમેશ પારેખ
હાથને ચીરો તો ગંગા નીકળે - રમેશ પારેખ
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં - રમેશ પારેખ

હરી પર અમથું અમથું હેત – રમેશ પારેખ

હમણાં ૧૭ મે ના દિવસે કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથી ગઇ. ‘છ અક્ષરનું નામ’ એ આપણી વચ્ચેથી વિદાય લીધીને સાત વર્ષ થયા. એમની ખોટ તો ગુજરાતી કવિતા જગતને હંમેશા સાલશે. આજે કવિશ્રીને એમના પોતાના અવાજમાં એમની આ કવિતા સાંભળીને શ્રધ્ધાંજલી આપીએ.

vishn33

(હરી પર અમથું અમથું હેત…  ફોટોઃ વેબ પરથી)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હરી પર અમથું અમથું હેત,
હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.

અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
હરી પર અમથું અમથું હેત.

‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.

- રમેશ પારેખ

Share what you loved...

સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ અને અન્વી મારૂ

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?....

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?… Photo: Vivek Tailor

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

- રમેશ પારેખ

Share what you loved...

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

ચાર વર્ષ પહેલા લયસ્તરો પર ધવલભાઇએ આપેલું આ મઝાનું પતંગ ગીત - આજે સીધેસીધું ત્યાંથી અહીં ટહુકો પર..!! એમનો પતંગ આપણે કાપ્યો નથી, તો યે આપણે અહીં લઇ લીધો – એના જેવું!! આપ સૌ ને અમારા તરફથી મકરસંક્રાતિની ખૂબ ખૂબ – પતંગ બોર અને તલના લાડુ ભરી શુભેચ્છાઓ..!!

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

- રમેશ પારેખ

Share what you loved...

સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ…૨૭મી નવેમ્બરે…આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!

સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ (ગુજરાતી સાહિત્ય અકાદમી)
પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી
YouTube Preview Image

(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:

1. આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ 

2. હાં રે અમે ગ્યાતાં – રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખની અન્ય કવિતા ટહુકો પર અહીં જુઓ રમેશ પારેખ 

Share what you loved...

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને – રમેશ પારેખ

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)

સ્વર – ઐશ્વર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

- રમેશ પારેખ

Share what you loved...