આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે
ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે
એક જુકા પેટ ફૂટા ને નદી લોહિત થઇ
કોણ એમાં નીર નિર્મળ આભથી વરસાવશે
ચાંચમાં પકડી પૂરી બેસી રહ્યો છે કાગડો
કોક આવીને પછી ગીતો નવાં ગવડાવશે
ગાયના ગોવાળને છે શોધ પોપટની હવે
કયાંક આંબાડાળથી સંદેશ એ સંભળાવશે
એ પરી જાદૂની પહોંચી ગઇ ઊડીને આભમાં
ને નથી સંભવ કે કોઇ આભથી ઊતરાવશે.
———–
આ ગઝલની વાંચતા મને ઉદ્દયન ઠક્કરની આ ગઝલ યાદ આવી…
[…] આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે https://tahuko.com/?p=1200 […]
વાત સાવ સાચિ કે બાલપન ના સન્સ્મરણ ભુલી સકાતા નથી…
ઍકલા પડતા જ એની યાદ આવી જાય ..દુર ઉડી જાતી પરીની પાંખ જૉતા..જૉતા..
ક્યારે “બુઢાપો”..આવી જાય તે પણ..ચુપચાપ્..ધીમા દબાતા પગલે..
after long time i feel happy
tarun jaysval
very good poem and story collection i love it keep it up
tarun jaysval toronto canada
ths is really a nice poem…i cant stop my tears after reading ths…bcs my grandpa always told me ths Ju ka pet phuta….its really amazing poem….
those days r really amazing! just like a dream….
Bachapan…wow………
પ્રિય ‘રીડર’,
આપનો ખૂબ ખૂબ આભાર…. ગિજુભાઈની વાર્તાઓનો સેટ આજે જ ખોલવો પડશે…
“જૂકા પેટ ફૂટ્યા” એ ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાના બાળશિક્ષણકાર ગિજુભાઈ બધેકાની વાર્તા છે. આખી વાર્તા લક્યા વિના સંક્ષેપમાં લખીએ તોઃ એક જૂ નદીએ ના’વા ગઈ એમાં એનું પેટ ફૂટી ગયું એટલે આખી નદી લોહી લોહી થઈ ગઈ. ત્યાં એક કાગડો પાણી પીવા ગયો તો નદીને પૂછ્યું કે તું લોહીલોહી કેમ થઈ ગઈ? તો નદી કહે કેઃ
“જુકા પેટ ફૂટ્યા,
નદી લોહીલોહી,
કાગડો કાણો!”
એટલે કાગડો કાણો થઈ ગયો! કાગડો બાવળ પર જઈ બેઠો, અને બાવળે એને કાણા થવાનું કારણ પૂછ્યું તો બાવળ કહેઃ
“જુકા પેટ ફૂટ્યા,
નદી લોહીલોહી,
કાગડો કાણો,
બાવળ વાંકો!”
અને બાવળ વાંકો થઈ ગયો. ત્યાં એક સુતાર આવ્યો…આમ વાર્તાનું અચરજ આગળ ચાલે એ અને છેલ્લે નીચેની ઘટનાથી વાર્તા પૂરી થાય છેઃ
“જુકા પેટ ફૂટ્યા, નદી લોહીલોહી,
કાગડો કાણો, બાવળ વાંકો,
સુતાર ઠૂંઠો, વાણિયો બે’રો,
ગોલી નાચતી, અને રાણી દાસી!!”
આમ જૂનું પેટ ફૂટ્યું એટલે રાણી દાસી બની ગઈ! આ એક બાળવાર્તા છે, એમાં કોઈ logic કદાચ નથી; ફક્ત એક અચરજની વાત છે, ગાઈને કહેવાની વાત છે!!
જણાવવા બદલ આભાર
પ્રિય પ્રિતેશભાઈ,
ટહુકો.કોમ તો મારું બીજું ઘર છે… હું અહીં ન મળું તો બીજે ક્યાં મળું ? નેટ-ગુર્જરીની આ મહેફિલમાં આપ મને અહીં પણ મળી શકો છો:
http://vmtailor.com/
http://layastaro.com/
-આપે મને સાચો ઓળખ્યો છે… હું સુરતથી જ છું… આપનો પરિચય?
િવેવેકભાઈ, સૂરત થી?
તમને અહી જૉઈ નવાઈ લાગી, આનંદ જરૂર થયો.
સુંદર ગઝલ…. બીજા શેરની વાર્તા કઈ છે એ કોઈ કહી શક્શે?