નવા વર્ષની શરૂઆત – મારા અને મારી દીકરીના મનગમતા બાળગીતથી…
સ્વર – ગુલાબબેન ભક્ત
પોપટ બોલાવે ચકલી બોલાવે,
બોલાવે કુતરું કાળું
એ તો વાંકી પૂછડી વાળું…
નાના નાના ચાર ગલૂડીયા આવે છાના માના
કોઇ રંગે કાળુ, કોઇ રંગે ધોળું,
કોઇ રંગે લાલ લાલ ને ચોથું ધાબાવાળું
પોપટ બોલાવે ચકલી બોલાવે,
બોલાવે કુતરું કાળું
એ તો વાંકી પૂછડી વાળું…
દડબડ દડબડ દોડીઆવે ભૂલકાંઓની ટોળી
કોઇ કહે આ મારું, કોઇ કહે આ તારું,
કોઇ કહે આ રૂપાળું ને સૌને હું રમાડું
પોપટ બોલાવે ચકલી બોલાવે,
બોલાવે કુતરું કાળું
એ તો વાંકી પૂછડી વાળું…
– કવિ ?
————————
[…] પોપટ બોલાવે ચકલી બોલાવે, બોલાવે કુતરું કાળું એ તો વાંકી પૂછડી વાળું… https://tahuko.com/?p=15852 […]
aa bal git bau mast 6 nana balko sambhli ne khush thai jay
આઅજ્ની ઉમરે બાલ્ગીતો બાલપની યાદ અપાવે તે કેટલુ સુખદાયક લાગે તેની તો કલ્પનાજ ના કરી શકાય.
very natural nice
એક્દમ નેચરલ ઘણુ સરસ
Very good song – H V Shah, Bhavnagar, INDIA
Beautiful song. I just retiurnd from cutch gujarat and experienced these natural tahuka of Mor popat kutra and Cows
બહુ સરસ બાળગીત છે.
કાવ્ય ના આસ્વાદ માંટે કાવ્ય રસિક હોય એને સ્વાદ રંગ ની સાચી પરખ હોવી જરૂરી છે, હું નાનો હતો ત્યારે કાળુડી કુતરી ને આવ્યા ગલુડિયા, ચાર કબર અને ચાર ભુરીયા જીરે હાલો ગલુડિયા રમાડવા જીરે આવા રસ સપડ બળ કાવ્યો, અને બીજું કાવ્ય મારા અંગના ના ટોડલે પોપટ રમે, મારા અંગના માં વચરડું રમે, વધુ માં મોર મોર પીચ દે , દાન નાખું પીછું દે, અને ઝવેરચંદ મેઘની ના યાદ ગર કાવ્ય મારે ઘેર આવજે બેની– નાની તારી ગુઠવા વેણી, દુગ્રની ઉચી ગોળે ઉભેલા રાતદા ગુલેનાર , સાપ વીત્યા પીળા કેવડા મારી બેન સાટું વીણનાર અરે હદ ત્યારે થાય કે કવિ નું દિલ ગાય ઉઠ્યું—-આપના દેશ માં નીર ખૂટ્યા બેની સઘળે કાલ દુકાળ,—ફૂલ વિના મારી બેનડી તારા શો બહતા નોટા વાળ !! આવા હૃદય ના ઉડાન ના ઉદગાર સમા કાવ્ય માં ગામડાની મેઘલી મોહક નો સ્વાદ , અને મોર, પોપટ, કોયલ્કોયલ, ચકલા નો માથુર અવાજ કવિ ના કાવ્ય માં મીઠો આસ્વાદ પુરીજય છે, ખરે ખર બાળપણ ના અઓચાયા અને ગામડાના ભોળા માંસ વચે નો વિરહ ખરેજ દિલ, મન અને યાદો ને રડાવે એજ કવિ ની લાક્સ્નીકતા ધન્યતા સભ્લનાર અનુભવે છે, ધન્યવાદ રચના કરને।