મિત્ર વિવેકની આ ખૂબ જ ગમતી અછાંદસ રચના, આજે એની સાઇટ પરથી સીધી જ અહીંયા – એણે પાડેલા ફોટાઓ, અને એણે લખેલી પ્રસ્તાવના સાથે..!!
(નર કોકિલ…. …….૧૫-૦૪-૨૦૦૯)
(Asian Koel ~ Eudynamys scolopacea Photo : Vivek)
રંગે-રૂપે કાગડા જેવી ભાસતી કોયલને ખુલ્લામાં ઝડપવી થોડું કઠિન છે. ટહુકા કાયમ સાંભળવા મળે પરંતુ ૩૮ વર્ષની ઉંમરમાં છેક ગયા વરસે ઉનાળામાં કોયલના સાક્ષાત્ દર્શન નસીબ થયા. દેવબાગ, કર્ણાટકના જંગલમાં ખુબસૂરત કોયલ જોવા મળી (નીચેનો ફોટોગ્રાફ) અને ગઈકાલે મારા ઘર સામેના અમેરિકન કોટન પર નર કોકિલ (ઉપરનો ફોટો) ખુલ્લામાં દૃષ્ટિગોચર થઈ મને કહે, લે ! તારે મારા ફોટા પાડવા હતા ને ! પાડ હવે….
(માદા કોયલ….. …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮ Photo : Vivek)
*
ગઈકાલે
ભયંકર ડિપ્રેશનમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા કાકા
આજે ખુશખુશાલ હતા.
મારી દવાની આટલી ઝડપી અસર ?
કેમ છો કાકા ?
અરે, શું કહું ડોક્ટરસાહેબ ?
આ કંઈ હૉસ્પિટલ નથી,
આ તો હિલ-સ્ટેશન છે, હિલ-સ્ટેશન !
મેં સ્ટથૉસ્કૉપ બાજુએ મૂક્યું.
અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
કાગડા, બુલબુલ, કાબર તો ઠીક,
તમારે ત્યાં તો દરજીડો પણ આવે છે…
અચ્છા ! પેલો ઝીણકી ચકલી જેવો જે આવે છે
એ દરજીડો છે ?
તમે તો કાકા ! એક નવા જ ટહુકાની ઓળખ આપી.
…એમની છાતીને અડાડ્યા વિના જ
મેં સ્ટેથોસ્કૉપ ગળામાં પાછું લટકાવી દીધું.
હું શું બોલું ?
દવા પણ શું આપું ?
તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!
– વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૦૮)
(ડૉ. નગીન મોદીને સાદર અર્પણ)
મારા ઘર પાછળ કાળી કોયલ બોલે છે . ટહુકા નો જવાબ પણ આપે છે. કાળી નર કોયલ અને ટપકાં વાળી માદા એની તો આજે જ ખબર પડી. દેવચકલી, દરજીડો, બુલબુલ, પપીહો,કીગફીશર,પીળી ચાચ વાળો બગલો ,કાળાશરીર પર સફેદ અરધગોળાકાર લાઈન વાળુ પક્ષી, કાબર, હોલો, પાતળી લાબીપુછડી વાળુ પક્ષીઓ, ખબર પણ નથી નામ ની એવાં પક્ષીઓ ,ચકલીઓ ના મળા મા બચ્ચા તો છાશ વારે હોય છે. મજા આવે છે
વાહ… ખૂબ ખૂબ આભાર…
[…] અરે સાહેબ ! અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ… કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું. અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી https://tahuko.com/?p=8822 […]
બહુ જ સરસ કાવ્યાનુભુતિ.અભિનન્દન્.
આભાર, કોયલદ્વય બતાવવા બદલ. વાહ! દરદેી થવુ તો આવેી હોસ્પિટલના. સુઁદર રચના.
કલ્પના
સાચી વાત, રાજેશ્રીબેન…
વિવેક્ભૈ, હોસ્પિટલમા દાખલ થઈ જવુ છે.કુદરત જે દવા કરે એવી જગ્યા અહીઁ જ મળેતો બીજે શુઁ કામ જવુઁ? પાછુ કવિતા માણવા મળૅ તે લાભ બોનસમા.સુઁદર ફોટોગ્રાફસ.કલરવો સાઁભળવાની કલ્પનામાઁ પણ મજા પડી.
આભાર!!
Jayshreeji, this web site is addictive not only for good songs, poems, but also for your colorful pictures and at times your “chucklish” editorials!
દોડ્ધામ અને પ્રદુષણ નેી આ દુનિયા મા કુદરત ના ખોળે વિચરનારા આ પપન્ખેી ઓ ને જોઇ માણેી ને જે સુખદ અનુભુતિ થેઈ એ અદભુત રહેી…!અને સોના મા સુગન્ધ ભળે એમ જ સાથે સુન્દેર ફોટાઓ….!ખુબ જ ગમ્યુ..!
પક્ષીઓના સુંદર ફોટા સાથે સરસ અછાંદસ કાવ્ય ફરી અહીં માણવાની મજા આવી.
સુધીર પટેલ.
સુંદર કાવ્ય. મઝાના ફોટોગ્રાફસ્.
સુંદર રચના. તબીબ જો કવિ હોય તો દર્દીની નાડ પારખવામાં વધારે અનુકૂળતા રહે !
Wonderful thoughts & very well expressed too!! And thank you very much VivekSir for sharing such rare pictures!!! For the 1st time in my life, I could see male and female cuckoos/koels!!