સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત
.
જંગલ સમી મારી પીડા, સોનાંદે, કેડી સમું આ ટાણું,
અરઘી રાતે દીવો કર્યો ને ઊગ્યું ઘરમાં વ્હાણું.
સાત જનમનો ડૂમો મારી આંખોમાં ઘોળાતો,
ડૂસકે ડૂસકે જાય ઢોળાતી વણબોલાતી વાતો;
એક ટીપું તું વરસી અને ઘર આખુંયે ભીંજાણું.
આવ, તને હું મારા ઉજ્જડ સ્પર્શોથી શણગારું,
છુટ્ટું મૂકી દઉં છાતીમાં ટળવળતું અંધારું ;
પંખીના ટૌકાનું તોરણ મારા હોઠોમાં બંધાણું.
– રમેશ પારેખ
Such a Melodious Beautiful song so well described the inner conflicts of the poet sung & Composed so Baeutifully.Throughly Enjoyable.
રદયના ખૂણેખૂણે ઉદ્ભવતી રમેશની પીડા આશિતભાઇના કંઠે અદ્ભૂત રીતે પ્રગટ કરી છે.