મારું રજવાડું – રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યના ફલક પર જેમને પોતાની અમીટ અને અવિનાશી એવી મહોર મારી છે એવા કવિશ્રી રમેશ પારેખની સ્મરણતિથિએ એમની આ અણમોલ રચનાનું અદભૂત સ્વરાંકન સ્વરકારના જ અવાજ માં પ્રસ્તુત છે!

સ્વરાંકન અને સ્વર : જન્મેજય વૈદ્ય 

આજે વિશ્વ ચકલી દિવસ… 🙂

કાવ્યપઠન : દિપલ પટેલ

.

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.

મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
– રમેશ પારેખ

અને આજે વિશ્વ ચકલી દિવસ છે તો બીજા થોડા ચકલી ગીતો પણ સાંભળી લો / વાંચી લો ….

ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક,
શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શો વાંક?
https://tahuko.com/?p=1229

અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
https://tahuko.com/?p=8822

કોયલ ટહુકે આંબાડાળે, દાદ નહિ ફરિયાદ,
ચકલીબાઈથી ચીં.. થઇ જાય તો આભ કહે ઈર્શાદ
માટીની સોડમને તારે કાગળિયામાં મઢવી છે?
https://tahuko.com/?p=13563

બા મેં તો બાગમાં બાંધી નિશાળ
કનુ મનુ જનુ છનુ આવ્યા’તા ભણવા
ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
https://tahuko.com/?p=16066

ચકલીઓએ ચીડિયા કર્યાં રોષમાં બોલ્યો મોર
વાર છે હજી ઊંઘવા દો ને પાછલી રાતને પ્હોર
https://tahuko.com/?p=16520

આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે
ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે
https://tahuko.com/?p=1200

પોપટ બોલાવે ચકલી બોલાવે,
બોલાવે કુતરું કાળું
એ તો વાંકી પૂછડી વાળું…
https://tahuko.com/?p=15852

13 replies on “મારું રજવાડું – રમેશ પારેખ”

  1. કોણ શું છે એ એક ત્રાજવાથી તોલાય ?

    સાવ ઠોઠ રહ્યો છું , મારી તમારા જેવી ક્યાં ગતિ કે પ્રગતિ છે ?
    ક્યાં તમારા જેવી કમાણી, વારસામાં કેવળ કુદરત જ મારી સંપત્તિ છે

    તમારી પાસે ઠાઠ માઠ, સોનુ ચાંદી અને બાંધેલું નોકર ચાકર નું ધાડું ,
    અમારી ક્ષુલકતા ભરે આકાશ અનંત,પંખીઓ,કીડીયારું એ મારુ રજવાડું

  2. craving to hear birds voice/noise
    formerly in our area there were lot of different birds
    now a days only craws

  3. સરસ સ્વરાંકન, રજૂઆત કઈક જુદીજ અનુભૂતિ વાહ!

  4. આશા કરું મારે આંગણ ચકલી બાંધે માળો.
    બચ્ચાં બોલી ચીં ચીં કરે સુધરે મારો દહાડો.

    • અરે પણ
      જ્યારે ત્યારે ના સુધરે તમારો શહેરો માં દહાડો
      ત્યારે ત્યારે સાંભળજો આ રમેશ પારેખ ના કાવ્ય નો પાડો,

      તેમ છતાં હું આશા રાખું ના પડે જરૂર 6 અક્ષર ના લેખન ની ,
      સદા રહે ઘર માં દીકરી,આંગણે ચકલી એવી જ મન માં પ્રીતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *