Category Archives: ગરબા

રેડિયો 19: આવી આવી નોરતાની રાત….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    1. આવી આવી નોરતાની રાત – અવિનાશ વ્યાસ
    2. આભને ઝરૂખે.. – ભરત વૈદ્ય
    3. એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી…
    4. બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં –  અવિનાશ વ્યાસ
    5. ગરબો, આવ્યો રે રમતો રમતો…
    6. ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ… 
    7. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ…
    8. તાલીઓના તાલે – અવિનાશ વ્યાસ
    9. હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
    10. સાથીયા પુરાવો દ્વારે ……
    11. આજ ગરબે રમે છે દેવ-દેવી સંગે… 
    12. હે રંગલો, જામ્યો કાલંદરી ને ઘાટ…

હું એ ઘૂમું ને મારો ગરબો ઘૂમે…

સ્વર – સ્વરાંકન : રિષભગૃપ

હું એ ઘૂમું ને મારો ગરબો ઘૂમે
અંબામાં આશરો તમારો જી રે

ઘૂમે છે સૂરજ ને ઘૂમે છે ચાંદલો
ઘૂમે છે નવલખ તારલા જી રે

વરસે આ ચાંદની ને તરસ્યાને ભીંજવે
છલક્યું આનંદ મારા ચોકમાં જી રે

ઓઢાવી ધરણીને લીલીછમ ચૂંદડી
ઘૂમે માં ગબ્બરના ગોખમાં જી રે

નવદુર્ગા રમતી રાસ – પ્રમોદ સોલંકી

સ્વર – પ્રીતિ ગજ્જર
સ્વરાંકન – ડો. ભરત પટેલ

નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ,
નવલખ તારલિયાની સાથે નવદુર્ગા રમતી રાસ

અણુઅણુમાં અંબા બીરાજે, જગદંબા ઘટઘટમાં રાચે,
ચૌદભુવનમાં આઠે પોરે, તારા પળપળમાં ડંકા બાજે,
જળમાં સ્થળમાં ચારભુજાળી નવદુર્ગા રમતી રાસ…
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

માડી તારો ગરબો અનુપમ સોહે,
હાં રે સોમસૂરજના મનડા મોહે
દિવ્ય ગગનમાં દર્શન કાજે હાજર દેવ હજાર
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

માડી તારો ચૂડલો રણઝણ રણકે
નવલી આ રાતલડી મીઠું મીઠું મલકે
માના માથે તેજ ઘડૂલો રાસ ચગે રળીયાત
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

– પ્રમોદ સોલંકી

શ્રી અંબા પદમ કમલ… – શ્રી દયા કલ્યાણ

સ્વરાંકન – અચલ મહેતા
સ્વર – દેવાંગી જાડેજા

શ્રી અંબા પદમ કમલ જે ભવજલ તારણહાર
ધ્યાન ધરી હૈયા વિષે માં વંદુ વારંવાર

જે અંબાના નામથી પાપી પાવન પાવન થાય
મનવાંછિત ફળ તું આપે માં, તેનો જયજયકાર
શ્રી અંબા પદમ કમલ…

જગમાતા જીવંતિકાના જશ ગાવા વિસ્તાર
ભગવતી અંબા સિકોતરમાં તને વંદુ વારંવાર
શ્રી અંબા પદમ કમલ…

આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને….

સ્વર – રેખા ઠાકર અને સાથીઓ
સંગીત – રેખા-સુધીર ઠાકર

આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને
ઘરઘર મીઠા ભોજન રાંધ્યા, ગરબે રમવા આવો ને

મતવાલી સૈયર સૌ નાચે, ગાયે ગુણ માં અંબાના,
મનમાં ભેદ હતા તે સાંધ્યા, ગરબે રમવા આવો ને

બારે મંદિર પાવન થાવા, લોક કરે આવનજાવન
ફૂલો સૂંધ્યા ને ફળ કાપ્યા, ગરબે રમવા આવો ને

દોલત છાંડી, ઘર મેં છાંડ્યું, છાંડ્યા મેં સૌ લોકો ને
સૌ સંબંધ મેં તોડી નાખ્યા, ગરબે રમવા આવો ને

આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને
ઘરઘર મીઠા ભોજન રાંધ્યા, ગરબે રમવા આવો ને

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – પ્રશાંત કેદાર જાદવ

સંગીત : મહેશ-નરેશ કનોડિયા
સ્વર : અલ્કા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
ગુજરાતી ફિલ્મ : મેરુ માલણ

.

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય, ના કોઈને કહેવાય… હાય હાય !
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય, મારાં હૈયામાં કૈં કૈં થાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હો રે… હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર, હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે… ઓ રે, તારું ચંદંન સરીખું શરીર, ઓયે હોયે હોયે હોયે નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય, ઈ તો અડતા કરમાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓ… મારે નેણ લજ્જા લહેરે છે… લહેરે છે, લહેરે છે, મારે નેણ લહેરે છે…
હો… તારા રૂપની ભીનાશ તને ઘેરે છે… ઘેરે છે ગોરી, ઘેરે છે…
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય, મંન મરવાનું થાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હાય રે… હાય રે, ઓલી વીજળી કરે ચમકાર, હાય હાય હાય વારંવાર… વારંવાર.
ઓ રે… ઓ રે, ઈ તો હૈયાનાં સાંધે તાર, હોયે હોયે હોયે હોયે નમણી નાર… નમણી નાર.
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય, ના ના રે બુઝાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

– પ્રશાંત કેદાર જાદવ

*******************
આ ગીતના કવિનું નામ લખવામાં ભૂલ થઈ હતી, તે તરફ ધ્યાન દોરવા બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર..!

આજ ગરબે રમે છે દેવ-દેવી સંગે…

સ્વર : રેખા-સુધીર ઠાકર

આજ ગરબે રમે છે દેવ-દેવી સંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે

રાત પૂનમ તણી છે ચાંદની જામી છે
છે રંગાયા અહીં સૌ જોગણીને રંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે

રાસ ગરબા ને તાંડવ ઢોલ ડમરું ઝાંઝર
સૌ ચડ્યા છે અહીં તો આજ જાણે જંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે

આ અલૌકિક રમતનું જો મળે દર્શન તો
પાર સૌ કોઇ પડે છે કામ રંગે ચંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી…

સ્વર : શીલા શેઠીયા

2008-10-3-12-36-19-36f0436cedd647d5b82d68a4acc57660-280ce9ce8b1b4ef8a111070deda5f4d2-2
(એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી… ફોટો : વેબ પરથી)

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી.

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.

માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

(આભાર – ઊર્મિસાગર.કોમ)

રિષભ Group ના ગરબાઓ… – 2

આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું 🙂 Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક સાબરકાંઠાનો શાહુકાર – તુષાર શુક્લ

સ્વરાંકન – નયનેશ જાની
સ્વર – નિશા કાપડિયા , નિગમ ઉપાધ્યાય

એક સાબરકાંઠાનો શાહુકાર, એના દલડા માથે દેવું
કે વેણો વરીયાળી
એક ગોંડલ ગામની ગોરી, એનું ચીતડું લેવું ચોરી
કે વેણો વરીયાળી

ઘરફોડીનો ગણેશિયો આ તો દલ ચોર્યાની વાત
દનદાડાનું કોમ નૈ રે એણે માથે લીધી રાત
કે વેણો વરિયાળી

માઝમ કોતર મેલીયાં કે લો આયો ગમતો ઘેર
ગોમના લોક તો જોઈ રિયાં એ તો કરતો લીલાલ્હેર
કે વેણો વરિયાળી