સ્વર : શીલા શેઠીયા
(એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી… ફોટો : વેબ પરથી)
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી.
માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…
માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…
માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…
માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…
માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…
માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…
માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…
માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…
The meaning of this Garbo is that Ambema is an individual goddess on the first night but she becomes the Universe on the Ninth night.
i remember this Garbo because when i was studied in my village; then this garbo definitely sung by the group of lediz and lot of masti and garba taken place.
I like this very much.
Nimeshkumar Trivedi
જયશ્રી
શીલા શેઠિયા હોય પછી કયી, કહેવાનું હોય ખરું? અને વળી આતો પ્રાચીન પ્રખ્યાત ગરબો !!
રાજેશ વ્યાસ
ચેન્નાઈ
અતિ સુન્દર્.. ધ્ન્ય્વાદ્…
ખરે ખર આ જદો કહિસક ,કે , ગિતો નો જજ દુ , આ ગરબા ભુલત નથિ , અન બસ ,આજ , ગમ્તુ રહ્
ખોૂબ ગમ્યુ
Delightful..
વરસો પહેલા વડોદરા અભ્યાસ કરતો હતો ત્યારે નવરાત્રીમા અચુક સાભળવા મળતો ગરબો ફરીથી આજે સંભળવા મળ્યો , આનંદ થયો, આપનો ખુબ આભાર…..
very nice garba.Thank you
very nice garbo. Can someone please share the meanning or the story behind this garbo? Thank you.