હે….રંગલો – અવિનાશ વ્યાસ

આજનો દિવસ ગુજરાતી કાવ્ય અને સંગીતજગત માટે ખરેખર મહત્વનો ગણાય. આજે કવિશ્રી ઉમાશંકર જોષી અને સંગીતકાર-કવિશ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ. ( તા. 21 જુલાઇ, 1911 )

તમે તો ગુજરાતી કવિતાની સાથે સાથે સંગીતમાં પણ રસ ધરાવતા હોય, તો પુરુષોત્તમ ઉપાધ્યાય – ચંદુ મટ્ટાણી દ્વારા પ્રદર્શિત ‘સદા અમર અવિનાશ’ આલ્બમ ( ૪ સીડીનો સેટ ) ખરેખર વસાવવા જેવો છે… અવિનાશ વ્યાસની કલમ અને સંગીતને સલામ કરવાનું મન ન થાય તો કહેજો… !!

કહેવાય છે કે અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતુ અને રમતુ કર્યું. એમના કેટલાય એવા ગીતો છે કે જેના વગરના ગુજરાતી સંગીતજગતની કલ્પના મુશ્કેલ થઇ પડે. એચ.એમ.વી દ્વારા પ્રદ્શિત ‘Gujarati Classics’ series માં લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ, ઉષા મંગેશકર અને પ્રફુલ દવે દ્વારા ગવાયેલા ૬૦ જેટલા ગીતો છે, એમાંથી અડધોઅડધ અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબધ્ધ છે. હમણા કોઇક પુસ્તકમાં વાંચ્યુ કે અવિનાશ વ્યાસે ફક્ત ‘રાખના રમકડા’ ગીતની રચના જ કરી હોત, તો પણ એમનું નામ અમર થઇ ગયું હોત…

ચલો, તમારો વધુ સમય નથી લેવો… સાંભળો અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ થયેલું આ ગીત… અને એમા પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર ફળે એટલે પૂછવું જ શું ? જરા સ્પિકરનો અવાજ વધારીને સાંભળજો… મારા જેવા અમુકને તો વગર નવરાત્રીએ હાથમાં ખંજવાળ આવશે… ( દાંડિયા પકડવા માટે હોં..! )

હે અત્ર તત્ર સર્વત્ર કરે શુભ ગૌરીપુત્ર ગણેશ,
હે દુંદાળો ભીડભજંણો એને સમરું શ્રી પ્રથમેશ.
હે સમરું શ્રી પ્રથમેશ
ખંભે ધરી ખેશ આંખે આંજી મેશ
પિતાંબર વેશ ધરી રમે કૃષ્ણ કનૈયો…
બાંધી ઝાંઝ અને પખવાજ ખાસા
ખાસા બંસીને નાદે નાચે નંદછૈયો…

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો…
હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને,
માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
મારા પાલવ નો છેડલો મેલ,
છોગાળાઓ છેલકે
મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલકે
મન મારું ઘડકે છે.
હે હે હે…..હે જી
સાંજ ને સુમારેજ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તારસંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..
હે જી રે…..તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણુંરે
ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.

છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.

36 replies on “હે….રંગલો – અવિનાશ વ્યાસ”

  1. આ ગીત નો તો લિરિક્સ સાથે વિડિયો બનાવી ને યુટયૂબ પર મુકવો જોઈએ… ટહુકો વૅબસાઇટ ની યુટયૂબ ચેનલ નથી???

  2. પુરુષોત્તમભાઈ ના સ્વરની લીંક બીજા રસિકોને કેવી રીતે મોકલવી?

  3. અવિનાશભાઇને તેમના જ્ન્મ શતાબ્દિ વર્ષ પર આપણા સહુના હૈયામા અજરા-અમર રહે એવી પ્રાથના સાથે…ખુબ જ પ્રસન્નતા થઇ ગઇ..

  4. I have heard this songs 100 times in last 2 days…..
    I don’t have any words for explaining my happy ness…..

  5. આ ગરબો દરેક ગુજરાતી ને નાચતા કરી દે એવો અદભુત છે.

    પુરુષોત્તમ ઉપાધ્યાય અને ટહુકૉ નો આભાર.

  6. really, this site provides the bes of gujarati folks, best to listen, i really feel i could download few good songs for my self, i really love this site , in very few days this site has become favourite for the whole family, especially when navaratri is so near..

  7. આ ગરબો દરેક ગુજરાતી ને નાચતા કરી દે એવો અદભુત છે. ટહુકો ના અભારી છીએ.

  8. I AM IN RAJKOT,

    AME TO GARBA MATE PRAKHYAT CHHIYE,

    SAMJYA AVINASHBHAI,

    KYAREK SATHE TAMARA GARBA SATHE RAMISU,

  9. વદોદરાના ગરબ ૨૦૦૯ લાઇવ કે રેકોરદ્દેદ નેત પર ક્યા જોવા મલશે ?

  10. Hi Jayshreeben !!!

    U r absolutely correct !!

    Vagar navratri e tamone haat ma khajwal aave chhe (Dandiya pakadva matey) tevij ritey Maru Mo fadfadey chhe (Gava matey hon !!)

    because am singer for Garba-Raas in Navratri and dis one is one amongst many of my numbers !!

    Marvellous!! Evergreen!! keep it up!!

    Regards

    Rajesh Vyas
    CHENNAI

  11. રન્ગ્લો જામ્યો કાલિન્દ્રિ ને ઘાટ…..સમ્ભ્લિ ને મજા આવિ….

  12. પુરુ ગીત ન સ્બ્ળાયુ તેની નીરાશા શુ ત્મારી ક્લ્પ્નામા ન્થી?

  13. this song force me to dance nd i can’t let my self to stop from dancing.
    are puro gando thai jau chu.

  14. very good song but…track 1 only…’ARA PALAV NO CHHEDLO MEL…. AND ALLAS THE END!!!Please there are many such which ends so abruptly!!!! Can we have longer songs in two tracks!!!

  15. I LIKE THIS SONG SO MUCH.WHEN EVER I FIND TIME I LISTEN IT.I LIKE GUJARATI FOLK SONGS AND OLD GARBAS VERY MUCH.I FEEL GREAT THAT WE HAVE THESE KIND OF SONGS.

  16. ઑ હાલૉ હાલૉ ગરબા રમવા…. ભારે જ્માવટ કરાવી. પુરુષોત્તમ ઉપાધ્યાય એ એકદમ નચાવી દે એવુ ગાયુ છે.

    હો રે છબીલા, હો રે રંગીલા હુ તો ચાલ્યો ગરબા રમવા.

    પુરુષોત્તમ ઉપાધ્યાય અને ટહુકૉ ને આભાર.

  17. What a fantastic song! The voice and music is just perfect. It made me see the whole spectacular of navratri in just few moments. Thanks so much….Keep it up

  18. jaishree ben
    aaj kal na bachchao english song upar nachta hoy che aa sambhdine to aaje pan pag tharkava lage . sache aapda juna gito ni tole kai n aave. khub khub aabhar.

  19. This song took me of my days of school of 10 grade when we had done this Ras in school assembly and my partner got no.1 in that Ras. And then I took that Ras in our Tarabaug’s Navratri program in my 11 grade.It’s nice to back in memory lane.

  20. vaat to kharekhar saachi j chhe ke aakha gujarat ne maatra Avinash Vyas e nachaavyu chhe.

    Purushotam upadhyay na avaaj ma to garbo vadi aur nikhri uthyo….

    Khoob saras

  21. Thank you somuch…….You made my day….kharekhar aa garbo sambhalya pahy kem ni rah jovay Navratri ni!!! Kharekhar rah jovi Ahskya che….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *