હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

સ્વર : હેમુ ગઢવી

.

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

15 replies on “હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો”

    • ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જળ વરસાવશે
      નીલ વરણી ઓઢણી જ્યાં ઘટા સર પર ધારશે
      ગહેકાટ ખાતાં મોર ઘન જેદી પિયુ ઘન પોકારશે
      એ વખત આ ગુજરાત ને ઓલ્યો યાદ હેમું આવશે.
      દુઃખી પિયર ની દિકરી કો દેશ દેશાવર હશે
      સંતાપ સાસરવાસ ના એ જીવનભર સહેતી હશે
      વહુએ વગોવ્યા ની રેકર્ડું જેદિ રૅડિયા માં વાગશે
      એ વખત આ ગુજરાત ને યાદ હેમું આવશે.

      લોકસાહિત્યકાર ચમનકુમાર ગજ્જર

      • As gayak hemu Bhai unfargottable ,life time achievement awards deserve

        JSk hariaum namaskar

        Very nice of jayshree Ben

  1. ઈત્સ બુતિફુલ વેબ્સિતે વેન એન્જોય વોન્દેર્ફુલ થિન્ગ્

  2. હેમુભાયનિ વાત ન્યારિ
    એવિ હોય જો યારિ
    યાદ થૈ જાય ભારિ
    ભગવાન તુ આવા માણસ્ ખાઉ કેમ થાય છે

  3. હેમુ ગઢવીને સાભળ્યા બાદ અન્ય તમામ ટહુકાની મીઠાશ અધુરી!!!

  4. નીલ વરણી ઓઢણી જે’દી ધરા સ્રર પર ધારશે, એ વખતે ગુજરાત ને ભાઈ યાદ હેમુ આવશે…….

    ખુબ ખુબ આભાર જયશ્રી બહેન ….આ ગીત મુકવા બદલ….

    જયેશ ગઢવી, રાજકોટ (સૌરાષ્ટ્ર,ગુજરાત )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *