બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં – અવિનાશ વ્યાસ

ગુજરાતી ગરબાઓ જો આપણે આખુ વર્ષ સાંભળતા હોઇએ, તો આ ચૈત્ર નવરાત્રી વખતે કંઇ ગરબા વગર ચાલે?

આ ગરબામાં સ્વર – સંગીતનો એવો તો જાદુ છે કે હું જેટલી વાર સાંભળું એટલી વાર ૨-૩ વાર તો સાંભળવો જ પડે છે.. અને નવરાત્રી હોય કે ના હોય, ગરબે રમવાની ઇચ્છા થઇ જ જાય છે.

સ્વર : રેખા ત્રિવેદી

navratri

( picture by Meghna Sejpal )

.

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં
જોગણીયું સૌ ડોલે મનમાની માં
ગબ્બરને હીંડોળે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

તોરણ બાંધ્યા શેરીને પોળે રૂપાળી માં
મસ્તક તારે ખોળે બિરદાળી માં
જનમ જનમને કોલે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

માં..
પહેરી પગમાં પાવડી
તમે આવો ને રમવા માવડી
છે અંતર આશ આવડી
તમે તારો અમારી નાવડી

તુજ ભક્તિ ભરી રસ છોળે હેતાળી માં
તનમનિયા તરબોળે મતવાલી માં
હૈયું ઝંખી ઝોળે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

માં
ચોસઠ ચોસઠ જોગણી
એની આંખ્યું ઝુરે છે વિજોગની
રત રઢિયાળી રમે બિરદાળી
આજ તાળી બજે છે ત્રિલોકની

નૈના તરસ્યા તુજ ને ખોળે કૃપાળી માં
સ્વપ્ન મહીં ઢંઢોળે મહાકાળી માં
આતમ અંબા ખોલે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

10 replies on “બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં – અવિનાશ વ્યાસ”

  1. રેખાબેન ના સ્વરે મા ગબ્બરવારેીના ગુનલા બહુ સુન્દર ગવાયા બહુ જ સુન્દર

  2. hi jayshree, really a nice ‘garbo’..enjoyed a lot but doesnt5 sound like aarti munshi…could u pls confirm it again for me!!!!!..cheers…

  3. અવિનાશ વ્યાસના શબ્દો
    અને
    આરતી મુન્શીનો કંઠ
    એકલા એકલા
    પણ
    ગરબે ઘુમી!

  4. નવરાત્રિ ની યાદો તાજી થઈ ગઈ…મજા આવી ગઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *