આભને ઝરૂખે.. – ભરત વૈદ્ય

અતુલની કલ્યાણી શાળામાં દર વર્ષે ફેબ્રુઆરીના અંતમાં વાલીદિન ઉજવાય છે. પણ એની તૈયારીઓ 2-3 મહિના પહેલાથી જ શરૂ થઇ જાય… કારણકે એ દિવસે વિદ્યાર્થીઓ પોતાના રાસ – ગરબા – નાટક વગેરે ક્રુતિઓ સ્ટેજ પર રજુ કરે, અને ઓડિયસ્નમાં મોટેભાગે આખુ અતુલ હોય એમ કહો તો ચાલે. 🙂 જે વિદ્યાર્થીઓએ કોઇ કૃતિમાં ભાગ લીધો હોય, એને કોઇ પણ સમયે practice ના નામે ક્લાસમાંથી ગુટલી મારવાની વણલખી પરવાનગી મળી જતી.

હું જ્યારે primary schoolમાં હતી, ત્યારથી મને High Schoolની છોકરીઓને લઇને જે ગરબો થતો તે જોવાની ઘણી મજા આવતી. મને એ બેનનું નામ યાદ નથી આવતું, ( હા.. અમે ત્યારે મેડમ કે મિસ નહીં પણ બેન શબ્દ વાપરતા ).. પણ એમના ગરબાને હંમેશા સૌથી વધારે ઇનામ મળતા. એમના ગરબા હંમેશા ધીમા રહેતા, અને છોકરીઓ પાસે એવી સરસ રીતે તૈયાર કરાવતા કે મારા જેવા ઓડિયન્સમાં બેઠેલાને પણ એ લોકો સાથે જોડાઇ જવાનું મન થઇ જાય.

મારા નસીબમાં કલ્યાણીની High School માં ભણવાનું નો’તુ લખ્યું, ( 8મા ધોરણની દિવાળી વખતે અમે અતુલ છોડેલું ) એમાં હું એ ગરબામાં ભાગ લેવાની પણ રહી ગઇ 🙁 પણ હા, મેહુલભાઇના સંગીત સાથેનો સોનાલી વાજપાઇ જેવી ગાયિકાના સ્વરમાં આ પ્રસ્તુત ગરબો સાંભળું, તો ખબર નહીં કેમ, પણ એ કલ્યાણી શાળાના વાલીદિનનો સ્ટેજ નજર સામે આવી જ જાય…!!

સ્વર : સોનાલી વાજપાઇ
સંગીત : મેહુલ સુરતી

269_garba.jpg

.

આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
હું તો સૈયર સંગે ગરબે ઘુમતી..

શ્રીફળ વધેરું માડી કંકુ ઉડાવું
મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું

તારી ભકિતનો રંગ એવો લાગ્યો..
આભને ઝરૂખે..

આશા કેરા સાથિયા પૂર્યા મેં તો આજે
ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે

શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો
આભને ઝરૂખે…

પૂજા કરું હું માડી પરદેશે તારી
શમણાં ઉછેરું તારા પર જાઉં વારી

મનની અટારીએ પવન કેવો આવ્યો
આભને ઝરૂખે…

30 replies on “આભને ઝરૂખે.. – ભરત વૈદ્ય”

  1. અદ્ભુત સ્વરન્કન્! સામ્ભલયા જ્ કરુ , સામ્ભ્લ્યા જ કર એમ થાય ચ્હે.

  2. ઘણા વખત થી હુ આ ગીત નેટ પર સોધતો હતો અને અચાનક આજે મળી ગયુ. ઘણો આનન્દ અને ખુશી થઈ.આભાર.
    હેમન્ત પઢિઆર
    સોલાપુર

  3. જયશ્રેીજેી , તમને આટ્લા બધા આભાર તથા અભિનન્દન મળૅ ….. તમને મળવાનુ મન ચોક્ક્સ થાય. રાજ્શ્રેી ત્રિવેદેી

  4. ધેીમિ ગતિ નુ સુન્દર સ્વરાન્કન્. માતા ના આવવા નેી જાણે ઝાલર વાગેી. રાજ્શ્રેી ત્રિવેદેી

  5. હુ જ ભવ વહિ ગરબો ચે.બહુ જ મજા આવિ સામ્ભલવાનિ.

  6. તારી ભકિતનો રંગ એવો લાગ્યો..
    આભને ઝરૂખે..

    ખૂબ જ સરસ સ્તુતી..

    સંભાળવા બદલ આભાર…

  7. આ ગીત સમ્ભળતા થાક્તી જ નથી! આખો દિવસ સામ્ભળ્યા જ કરુ એવુ લાગે છે!
    રાગ કલાવતીમા કમાલ રચના

  8. ભરતભાઇ વૈધની રચના,
    મેહુલભાઇનુ સન્ગીત,
    સોનલીબેનનો સ્વર્,
    ૩ નો સન્ગમ= અદભુત રચના……….

  9. કેુવુન સરસ ગિત! વારન્વાર સાન્ભલવા ગમે એવુન ગિત્

  10. Hi Jayshree
    I think you are talking about Ansuya ben,Illa ben and Kokilaben. I really miss our Kalyani School. You are right whenever I listens to any lokgit or garba on your site, it reminds me of Kalyani School.

    Up to grade 8 I have always taken part into Validin performance. After that studies has became more important than extra curricular activities.

    Thanks again for all these wonderful songs.

  11. તમારેી રચ્ના સાભ્ંળીને જાણૅ માતાજી નો સાક્ષાત્કાર થઈ ગયો….ગુજરાતી સંસ્કૃતી નું જતન પિરપક્વ હાથો થી થઈ રહ્યુ , એ જાણી ખુબ આનંદ થયો…….આવી ઉત્મ રચનાઓ નો લ્હાવો આપ્તા જ રહેજો……

  12. માત્ર બે શબ્દ આ માટે….
    આ કામ ને આ ક્રુતિ માત્ર મેહુલ જ કરિ શકે…ખરુ??
    અભિનન્દન અને શુભકામના

  13. MEHULBHAI WHAT A COMPOSITION U HAVE GIVEN.. AND THE VOICE OF SONALI VAJPAI ITS EXCELLENT… TODAY THIS SONG MADE SOME LIKING ABOUT GARBA IN MY HEART SERIOUSLY…

  14. aa ha haa….
    gujarati garbo in Sonali Vajpai’s voice… great.

    thanks jayshree… you have indeed made this navratri special one. 🙂

  15. વાહ મેહુલભાઇ.. કહેવું પડે..!!
    આ ગરબામાઁ પણ તમે કેટલી સરસ રીતે સરગમ ઉમેરી છે… મજા જ આવી ગઇ…. Excellent..

    ગરબા હોય કે કવ્વાલી… બાળગીત હોય કે નર્મદાગીત કે નર્મદગીત…. તમારું સંગીત એક અલગ જ દુનિયામાં લઇ જાય…
    તમે આપેલા આ સંગીતના ખજાના માટે ‘આભાર’ શબ્દ ઘણો જ નાનો લાગે છે..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *