સ્વર : રેખા-સુધીર ઠાકર
આજ ગરબે રમે છે દેવ-દેવી સંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે
રાત પૂનમ તણી છે ચાંદની જામી છે
છે રંગાયા અહીં સૌ જોગણીને રંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે
રાસ ગરબા ને તાંડવ ઢોલ ડમરું ઝાંઝર
સૌ ચડ્યા છે અહીં તો આજ જાણે જંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે
આ અલૌકિક રમતનું જો મળે દર્શન તો
પાર સૌ કોઇ પડે છે કામ રંગે ચંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે
અર્વાચિન ગરબો મા જગ્દમ્બા નો સામ્ભળયો. નવા શબ્દો, નવુ સ્વરાન્કન! માતા ના નવા ગર્ બા મુક્શો. રાજશ્રેી. ત્રિવેદેી
સરસ ગરબો છે.