ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

પુરુષોત્તમ ઉપાધ્યાય


પુરુષોત્તમ ઉપાધ્યાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

તકદીર ખુદ ખુદાએ લખી - જલન માતરી
'મનોજ પર્વ' : ૩ : વરસોનાં વરસ લાગે - મનોજ ખંડેરિયા / આદિલ મન્સૂરી
અમારા બધાં સુખ તમોને મુબારક - કમલેશ સોનાવાલા
આ કોની મનોરમ દ્ધષ્ટિથી...... -ગની દહીંવાલા
આજના માણસની ગઝલ - જવાહર બક્ષી
ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે - જવાહર બક્ષી
કસમ દીધા છે મને જ્યારથી - મેઘબિંદુ
કૃષ્ણ સુદામાની જોડી ... - કાંતિ અશોક
ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં - -'સૈફ' પાલનપુરી
ગળતું જામ છે - મરીઝ
ગુજરાતી થઇ... ગુજરાતી કોઇ... - અવિનાશ વ્યાસ (ટહુકો પર ૧૦૦૦મી પોસ્ટ)
ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને - સુરેશ દલાલ
ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં - કમલેશ સોનાવાલા
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. - દામોદર ખુશાલદાસ બોટાદકર
જન્મોજનમની આપણી સગાઇ - મેઘબિંદુ
જીત્યું હમેશા ગુજરાત... - મનિષ ભટ્ટ
જીવનનો માર્ગ - ‘બેફામ’
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી ! - દેવદાસ 'અમીર'
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે
તમોને પ્રેમ કરું છું હું... - કમલેશ સોનાવાલા
તારે રે દરબાર! - ભાસ્કર વોરા
તારો છેડલો તું માથે તું માથે રાખને જરા - નંદકુમાર પાઠક
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.... - સુરેશ દલાલ
દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે - આદિલ મન્સૂરી
નામ એનો નાશ, આ એવો આભાસ છે.. - બાલુભાઇ પટેલ
પધારો વસંતો... આ આંગણ સજાવો..!! - કમલેશ સોનાવાલા
પુરુષોત્તમ પર્વ ૨ :કન્યા વિદાય (સમી સાંજનો ઢોલ ઢબૂકતો) - અનિલ જોશી
પુરુષોત્તમ પર્વ ૪ : શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા
પુરુષોત્તમ પર્વ 3 : વા વાયા ને વાદળ ઊમટ્યાં - નરસિંહ મહેતા
પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? - અવિનાશ વ્યાસ
પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) - વેણીભાઇ પુરોહિત
પુરુષોત્તમ પર્વ 7 : સ્વર - સંગીતનો જાદુ....
પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… - ભાસ્કર વોરા
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ - હરીન્દ્ર દવે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ...
ફોટા સાથે અરજી ! - મુકેશ જોષી
બની જશે - મરીઝ
મંઝિલને ઢૂંઢવા... - રવિ ઉપાધ્યાય
મંદિર સાથે પરણી મીરાં - સુરેશ દલાલ
મન મળે ત્યાં મેળો...
મને રૂપાની ઝાંઝરી ઘડાવ...
માંડવાની જૂઈ - જીતુભાઇ મહેતા
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી - અનિલ જોશી
મારી ગાગર ઉતારો તો જાણું ! - સુરેશ દલાલ
મારું ખોવાણું રે સપનું - ગની દહીંવાલા
રક્ષાબંધન.. હો રક્ષાબંધન - ડો. દિનેશ શાહ
રૂપજીવિનીની ગઝલ - જવાહર બક્ષી
વાતોની કુંજગલી - જગદીશ જોષી
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ ... - દયારામ
શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે - બરકત વિરાણી 'બેફામ'
સફળતા જિંદગીની…. – બરકત વિરાણી 'બેફામ'
હર મહોબ્બત તણા ઇતિહાસના... - કમલેશ સોનાવાલા
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત - અવિનાશ વ્યાસ
હે.. રંગલો - અવિનાશ વ્યાસ
હ્રદય છલકાઇને મારું - કૈલાસ પંડિત
H सब अपनी अपनी गतमें... - સુંદરમ્



બની જશે - મરીઝ

સ્વર - સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

- મરીઝ

————
અને હા, આજે શમ્મી કપૂરને પણ યાદ કરીને Happy Birthday કહીએ ને ? :)

એક વર્ષ પહેલા : Happy Birthday to શમ્મી કપૂર..!!

બે વર્ષ પહેલા : એવો આ પ્રેમનો સંબંધ છે... - હિતેન આનંદપરા

ત્રણ વર્ષ પહેલા : દિવાળી ગઝલ - રવીન્દ્ર પારેખ

મંદિર સાથે પરણી મીરાં - સુરેશ દલાલ

આજે ૧૧ ઓક્ટોબર - કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ.. એમને આપણા સર્વે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

! સાથે સાંભળીએ એમનું આ મીરાં-કાવ્ય - ઐશ્વર્યાના મધુરા અવાજ ને પુરુષોત્તમ ઉપાધ્યાયના મઝાના સંગીત સાથે. અને હા.. મને સાથે સાથે મુકેશ જોષીનું આ ગીત યાદ આવી ગયું - ખાસ તો ઐશ્વર્યાને લીધે.. જેટલીવાર એનું કોઇ પણ ગીત સાંભળું, મને એકવાર ફોટા સાથે અરજી ! સાંભળવાનું અચૂક મન થાય..!

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબળ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

એક વર્ષ પહેલા : જીવનનું વિવેચન કોણ કરે ? - સૈફ પાલનપૂરી

બે વર્ષ પહેલા : Happy Birthday ... to.. વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ , મીઠી માથે ભાત - વિઠ્ઠલરાય આવસત્થી

ત્રણ વર્ષ પહેલા : તમે વાતો કરો તો … - સુરેશ દલાલ

કસમ દીધા છે મને જ્યારથી - મેઘબિંદુ

સ્વર - સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

કસમ દીધા છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચૂપ
સાચું કહું છું મને ગમે છે તારું સુંદર રૂપ
કસમ દીધા છે……..

બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ
કસમ દીધા છે…….

પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે
મળ્યું મને ના જોવા કોઇ દિ કોઇનું એવું રૂપ
કસમ દીધા છે…..

એક વર્ષ પહેલા : ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં - રમેશ પારેખ

બે વર્ષ પહેલા : ગઝલ - અશરફ ડબાવાલા

ત્રણ વર્ષ પહેલા : ગઝલ - હરિશચન્દ્ર જોશી, પહાડો નો સાદ - Call of the Valley

પુરુષોત્તમ પર્વ 7 : સ્વર - સંગીતનો જાદુ….

૧૫ મી ઓગસ્ટે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે એમનો ૭૫મો દિવસ મનાવ્યો, અને મને બહાનું મળી ગયું એક અઠવાડિયા સુધી સતત એમના ગીતો સંભળાવવાનું..!! આજે પુરુષોત્તમ પર્વનો છેલ્લો દિવસ, પણ પૂર્ણવિરામ હરગીઝ નથી. આ તો બસ એક અલ્પવિરામ છે.. વારે-તહેવારે અને મન થાય ત્યારે આપણે પુરુષોત્તમદાદાને સાંભળતા આવ્યા છે અને સાંભળતા જ રહીશું. એમણે મરીઝ સાહેબની એક ખૂબ જ સરસ ગઝલ સ્વરબધ્ધ કરી છે :

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

આ શેર મેં સાંભળ્યો ત્યારે મને ખરેખર એવું લાગ્યુ’તુ કે જાણે આ શેર મરીઝસાહેબે ફક્ત એમના માટે જ લખ્યો હોય..!!

એક અઠવાડિયું તો શું, એકાદ મહિના સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયના જ ગીતો સંભળાવ્યા કરું તો યે એમના ગમતા ગીતોનો ખજાનો ખૂટે એમ નથી. આજે કયું ગીત સંભળાવું તમને એ નક્કી જ ન કરી શકી, એટલે એકસાથે ઘણા બધા ગીતો લઇ આવી. સતત ૨ કલાક સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળવાની મજા આવશે ને? :)

અને હા, આજે બોનસમાં એક મઝાનો લેખ લઇને આવી છું. રિડિફ ગુજરાતી પર પ્રકાશિત દામિની દેસાઇ લિખિત - ‘વન્સ મોર પુરુષોત્તમ, વન્સ મોર..’ એક સ્વરકાર તરીકેનો પુરુષોત્તમ ઉપાધ્યાયનો સંઘર્ષ આમ તો આપણાથી અજાણ્યો નથી જ. પણ આ લેખ વાંચીને ચોક્કસ એમને નતમસ્તક મનોમન વંદન થઇ જશે.

આ લેખ ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ પાના પર ટાઇપ કરીને થોડા દિવસમાં જરૂર મુકીશ, પણ હાલ તો આ PDF થી કામ ચલાવીએ.

This text will be replaced

ઉપરના track માં કયા કયા ગીતો છે એની યાદી આપવાનું મન તો થયું એકવાર, પણ પછી લાગ્યું કે થોડું Surprise factor હશે તો તમને પણ સાંભળવાની વધુ મઝા આવશે..!

મોટાભાગના ગીતો જો કે તમે પહેલા ટહુકો પર સાંભળ્યા જ હશે, સાથે થોડા નવા ગીતો પણ છે જે ટહુકો પર શબ્દો સાથે મુકવાના બાકી છે. અત્યાર સુધી ટહુકો પર મુકેલા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરબધ્ધ - સંગીતબધ્ધ ગીતો અહીં ક્લિક કરી જોઇ શકો છો.

અને હા… પુરુષોત્તમ પર્વ મનાવવાની મને તો બહુ મજા આવી.. અને તમને?

એક વર્ષ પહેલા : મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી - રમેશ પારેખ

બે વર્ષ પહેલા : એક ઉઝરડે - અમર પાલનપુરી

ત્રણ વર્ષ પહેલા : વહેમવાળી જગા - રમેશ પારેખ, H एक अकेला इस शहेर में...

પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) - વેણીભાઇ પુરોહિત

વેણીભાઇ પુરોહિતનું એકદમ મજાનું ગીત.. અને મારા જેવા આંખોમાં હંમેશા વાદળ લઇને ફરતા લોકો માટે એકદમ સાચી સલાહ :)
અને કોઇ live program નું recording હોવાથી સંગીત પણ એકદમ ઓછું, ફક્ત થોડું હાર્મોનિયમ.. જે ખરેખર તો શબ્દો અને સ્વરને શ્રોતા સામે વધુ અસરકારક રીતે રજૂ કરે છે.

સ્વર - સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસી ને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જલનું
કયાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો, ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથા ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.

કોઇ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઇને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

એક વર્ષ પહેલા : ઝાકળબિંદુ - પન્ના નાયક

બે વર્ષ પહેલા : એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે - મરીઝ