ગુજરાતી સુગમ સંગીત સાથે સંકળાયેલા અને ગુજરાતી સુગમ સંગીતને ચાહનાર લોકોના હૃદય જે કલાકાર બેલડીનું નામ લેતા જ પ્રેમ, આદર અને અહોભાવથી છલકાઈ જાય એ સ્વર-યુગલ એટલે સ્વરસ્થ શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રીમતી વિભા દેસાઈ. શ્રી રાસબિહારી દેસાઈને સહુ ” રાસભાઈ ” કહીને જ બોલાવે. રાસભાઈ અને વિભાબેન નાં ગીત સંભાળતા જ એક અલગ દુનિયામાં ખોવાઈ જવાય.
આ સ્વર-બેલડી દ્વારા રચાયેલા અને રજુ થયેલા સંગીતના શ્રવણથી જૂની પેઢીના સંસ્મરણો તાજા થાય અને નવી પેઢી ને ખુબ બધું શીખવા મળે એ હેતુથી એક યુટ્યુબ ચેનલ શરુ કરવાનો વિચાર સ્ફૂર્યો અને એનું નામ પડ્યું બિલીપ્રત્ર!
ગુજરાતી સંગીતની જણસ સમા, લગભગ ક્યાંય સાંભળવા ન મળે એવા આ ગીતો માટે જયારે મેં વિભાબેનને પૂછ્યું, કે “હું આ ગીતો ટહુકો પર મૂકું?” વિભાબેનનો બસ આટલો જ ટૂંકો અને પ્રેમાળ જવાબ: “ચોક્કસ. સારાં સંગીતની લહાણી થાય એમાં તો આનંદ જ હોય ને?”
આજે ૨૩ જુન… મુરબ્બી રાસભાઈનો જન્મદિન….ટહુકો પર આ અલભ્ય ગીતોની શ્રેણીનો આરંભ કરવા માટે આનાથી રૂડો બીજો કયો અવસર હોય?!… તો આ સ્વર-યુગલના કંઠે ગવાયેલ અવિનાશ વ્યાસની એક ખુબ જ સુંદર રચનાથી અઠવાડિક શ્રેણીની શુભારંભ કરીયે –
રચના : અવિનાશ વ્યાસ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ
ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત…
જીવ તો તારું એક રમકડું
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષનું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે…
તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્યમ્ શિવં સુન્દરમ્
મધ્ય મહેરામણ કોઈની હોડી
ડૂબતી પાર કરી દે…
(રેકોર્ડીંગ લાઈવ પ્રોગ્રામનું છે.)
આપ બન્નેને શત શત વંદન. આપને સાંભળવો એક અપૂર્વ લ્હાવો. આનંદ આનંદ – અરુણા જાડેજા
ખૂબ સુંદર ભાવમયી રજૂઆત
વાહ વાહ..
બધું જ ઉત્કૃષ્ટ-ઉચ્ચતમ
વહાલા દાદા અને વિભાબહેન,
પ્રણામ ! જય હાટકેશ
દાદાના જન્મદિને એમનો અવાજ સાંભળ્યો અને તાદૃશ થઈ ગયા.
આંખમાંથી આંસુ વહે અને દાદા અંતરમાં ઉતરે !
તમારી બહુ ખોટ લાગે છે, દાદા !
દિનેશના પ્રણામ