સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી

આલ્બમ : સંગત
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

-રઘુવીર ચૌધરી

3 replies on “સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી”

  1. આ રચનાના ગાયક પણ હરિશ્ચંદ્ર જોશી જ છે. સુધારો કરી લેવા વિનંતી.

  2. Purushotam Upadhyay ji aptly delivered this melody with emotion matched with poetry. Heart touching…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *