પ્રભુ, મારી અંધારી રાત્યુંને – સુંન્દરમ 

સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય  
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાંજી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરતીને દેજો એનાં આભજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનારજી,
મારાં પાણીડાંને દેજો એનાં તીર,
કે સમંદરને દેજો એના લોઢજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારા આંગણાને દેજો એનાં બાળુડાંજી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાયોને દેજો એનાં દૂધજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારા મનડાને દેજો એના માનવીજી,
મારા દિલડાને દેજો એનું દિલ,
કે આતમાને દેજો એના રામજી. – પ્રભુ મારી.
– સુન્દરમ

3 replies on “પ્રભુ, મારી અંધારી રાત્યુંને – સુંન્દરમ ”

  1. બહુજ સરસ કાવ્ય અને સાથે મળ્યો પુરૂષોત્તમજીનો સ્વર. જાણે સોનામાં સુગંધ ભળી.

  2. Nice poetry, equally good composition and what could we say about Surottm Purushottam! Thanks for sharing with T
    ahuko.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *