ગોકુળ વ્લેહેરા પધારજો રે – નરસિંહ મહેતા

સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: ભાવના દેસાઈ

.

ગોકુળ વ્લેહેરા પધારજો રે.
હે મથુરા રે જાઓ તો મારા સમ
હો મારા લાલ, કે ગોકુળ વ્હેલેરા પધારજો

રથ જોડીને અક્રુર આવિયા
હે મને દુ:ખડિયાનો દેનાર
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

ઓ જાય(૨) રથ રે મારા નાથનો રે લોલ
હે માંહે બેઠા હળધરવીર લાલ
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

આગળ રાધાજી ઉભાં રહ્યાં ને
મારા હ્રુદિયા પર રથ હાંકો લાલ
મહેતા નરસૈંનો સ્વામી શામળાને
વ્હાલે રમાડ્યા રાસ રે
મ્હારે વ્હાલે રમાડ્યા રાસ રે
– નરસિંહ મહેતા

3 replies on “ગોકુળ વ્લેહેરા પધારજો રે – નરસિંહ મહેતા”

  1. Krishna Prem was the life, both for Narsi Mehta and Meerabai.
    When Akrur came to pick up and take Krishna to Mathura, the people of Gokul had no idea of what will happen in future and expect him to return soon. Radha, for whom one moment of separation equal to lifelong separation, was not convinced. (Krishna never returned to Gokul.) And her sudden emotional outburst was very well expressed, by the abrupt change in the flow, in this old composition of Purushottambhai.

  2. આદ્યકવિના સુંદર શબ્દો, પુરુષોત્તમભાઈનું ઉત્તમ સ્વરાંકન અને ભાવનાબહેનનો સુમધુર સ્વર.. સાંભળવાની મઝા આવી.

  3. આદ્યકવિના સુંદર શબ્દો, પુરુષોત્તમભાઈનું ઉત્તમ સ્વરાંકન અબે ભાવનાબહેનનો સુમધુર સ્વર.. સાંભળવાની મઝા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *