સ્વરાંકનઃ આશિત દેસાઈ
સ્વરઃ હેમા દેસાઈ
આલબમ: માધવ ક્યાંય નથી મધુવનમાં
.
કાવ્યપાઠ : હરીન્દ્ર દવે
.
સ્વરઃ હંસા દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
.
સૌજન્ય: માવજીભાઈ.કોમ
રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે
ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
ને વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું
જરા હળવેઃ કે ચાંદનીના ફોરાં વાગે
આભથી પનોતાં કોઈ પગલાં પડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી’તી, હવે ફૂલો જાગે
– હરીન્દ્ર દવે
સરસ ગરબો માંડ્યો છે
સાંભળી આનંદ લિયોને રસિકજાણ
માનનીય હરીન્દ્ર દવે દ્વારા ઉત્તમ કૃતિ