ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ … - દયારામ

આ ગીતની પૂરેપૂરી મઝા લેવી છે? Headphone ની વ્યવસ્થા કરો.. વિરાજ-બીજલ નો યુગલ સ્વર હોય એટલે ગીત સ્પેશિયલ તો થઇ જ જાય, અને આ ગીતનું રેકોડિંગ એવું સરસ છે કે એકબાજુ વિરાજનો અવાજ સંભળાય અને બીજી બાજુ બીજલનો..

અને આ વાત અહીં ખાસ એટલા માટે કહું છું કે તમે વિરાજ-બીજલને સાથે બીજા ગીતોમાં સાંભળ્યા હશે ( સૂના સરવરિયાને કાંઠડે - અવિનાશ વ્યાસ, પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા - અવિનાશ વ્યાસ ) તો એ ગીતોમાં એમનો અવાજ એવો તો એકાકાર થઇને આપણા સુધી પહોંચે છે કે - જાણે એક જ વ્યક્તિનો સ્વર હોય..!

સ્વર : વિરાજ - બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…

નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વુંદાવનમાં…

વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વુંદાવનમાં…

મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ
મનમાં માનિની વિમાસણ થાયે
હુંથી છાની બીજા છે મુકુટ માંહે
બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી
દયા પ્રભુ જય જય જય… વુંદાવનમાં…

એક વર્ષ પહેલા : કવિઓ, નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું - અંકિત ત્રિવેદી

બે વર્ષ પહેલા : તરફડાટ એટલે ? - પન્ના નાયક

રક્ષાબંધન.. હો રક્ષાબંધન - ડો. દિનેશ શાહ

સ્વર : વિરાજ - બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય  

 

જીવનની છે સાંકળ લાંબી,
અગણિત એના બંધન;
સાચા ખોટા તકલાદી કે,
મજબૂત એના બંધન?

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

માત ઝૂલાવે ઝૂલણે લઇને,
દોરીનું એક બંધન;
ઝગમગતું તો કોઇ ને કેડે,
કંદોરાનું બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

શહેનાઇના સૂરથી બાંધ્યા,
મીંઢણના પણ બંધન;
નાણાછડીથી બાંધે કોઇ,
યુગયુગના પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

તરસ્યા ને પાણી પીવડાવે,
ડોલ દોરીનું બંધન;
વ્હાણ ને સંભાળી રાખે,
લંગરનું પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

હાલમાં બેડી પગમાં જંજીર
જેલ તણુ પણ બંધન;
પિંજરમાં જ પુરાણ પંખી
તો જનમ તણુ એ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

બંધન બંધનમાં ફરક છે,
ઉત્તમ કયું એક બંધન
કાચા સુતરથી ગુંથેલુ
અમોલ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

રાખડી ચમકે કોઇ બેનીની
પ્રેમ તણું એ બંધન
કાયમ ઝળકે ધ્રુવ તારક સમ
અજોડ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

એક વર્ષ પહેલા : H खुश्बू जैसे लोग मिले अफसाने में

બે વર્ષ પહેલા : કાનુડાને બાંધ્યો છે હીરના દોરે - હરીન્દ્ર દવે

દરિયો ડોલે રે માઝમ રાતનો… - ઝવેરચંદ મેઘાણી

આ હાલરડું શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એના વિષે જે વાત કરે છે એ સાંભળવાની પણ મજા આવશે. અને વિરાજ ઉપાધ્યાયના કંઠે હાલરડું સાંભળવું ખરેખર એક લ્હાવો છે. દુનિયાના ગમે તે ખૂણામાં હોઇએ, પણ જાણે પોરબંદરના દરિયા કિનારે પહોંચી જવાય છે.

babysleeping

This text will be replaced

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

એક વર્ષ પહેલા : કાળું ગુલાબ - હર્ષદ ત્રિવેદી, H छुपालो युं दिलमें प्यार मेरा..

પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા - અવિનાશ વ્યાસ

વિરાજ - બીજલ ઉપાધ્યાયના કંઠે ગવાયેલું ‘સૂના સરવરિયાને કાંઠડે‘ ગીત તો તમને યાદ જ હશે. એ જ સુમધુર કંઠે ગવાયેલું, પણ એક અલગ જ દુનિયામાં લઇ જતું આ ગીત. ગીતની શરુઆત જ એટલી ચોટદાર છે કે વાહ… દરેક વ્યક્તિ, વસ્તું, દરેક નાની મોટી વાતનું પોતાનું એક અલગ જ અસ્તિત્વ અને મહત્વ છે, એ વાત ફક્ત એક કડીમાં એટલી અસરકારક રીતે કહી છે કે કદાચ આખો નિબંધ પણ આ વાત આટલી સરળતાથી ન સમજાવી શકે.

લાખ કરે ચાંદલીયો તો યે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તો ય ઉગી ન ઉગે પૂનમ રાત.

અને અવિનાશ વ્યાસના શબ્દો અને સૂર હોય, તો તો પછી પૂછવું જ શું ? ત્રણસો વાર આ ગીત સાંભળ્યું હશે, તો યે નક્કી નથી કરી શકી કે ત્રણ માંથી કઇ કડી વધુ ગમે છે.. થોડું ઉદાસ કરી દે એવું આ ગીત, તો યે વારંવાર સાંભળવું ચોક્કસ ગમે જ.

fiji_full_moon

This text will be replaced

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી

લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો

ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

————

ફરમાઇશ કરનાર મિત્ર : દિનેશ ગુસાણી

સૂના સરવરિયાને કાંઠડે - અવિનાશ વ્યાસ

આજે આ ગીતની સાથે સાથે એના વિષે થોડી વાતો પણ સાંભળીયે. ગીત, ગીતકાર, અને ગાયક વિષે બહુ થોડી, પણ સાંભળવાની મજા આવે એવી વાતો કરી છે… ( વાત અડધેથી શરૂ થાય છે, એ માટે માફ કરશો. )

This text will be replaced

આ ગીતના સંગીત અને સ્વરમાં ખરેખર જાદુ છે… રસ્તે ચાલતા ચાલતા સાંભળોને, તો યે કોઇની પરવા કર્યા વગર ઝૂમી ઉઠવાનુ મન થઇ જાય.. વિરાજ અને બીજલ ઉપાધ્યાયએ એક રાગે જે રીતે સ્વર આપ્યો છે, એમ થાય કે આ બે અલગ ગાયક છે કે એક જ સ્વરનો પડધો સંભળાય છે ? “દઇ દે બેડલુ મારુ દલડાને લઇ..” એ શબ્દો સાથે થોડો ધીમો થતો સ્વર.. બેડ્લુ નઇ.. બેડલુ નઇ.. એ શબ્દો સાથે પેલી તબલાની થાપ…. “હું તો મનમાં..” આ શબ્દોની પહેલા આવતુ સંગીત… બસ… વારંવાર સાંભળ્યા કરો…

શબ્દ અને સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય

village_woman_PI02_l

This text will be replaced

સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ…
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

કેટલુ એ કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરીને એણે બેડલુ ચોર્યુ

ખાલીખમ બેડલાથી વળે ના કંઇ
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી

દઇ દે બેડલુ મારુ દલડાને લઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ…
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

  • Page 1 of 2
  • 1
  • 2
  • >