આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.
ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
– મનોજ ખંડેરિયા
અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે – પણ આજે આ ગઝલ – કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!
ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા
________________
Posted on December 4, 2007
મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!
સ્વર : શ્યામલ મુન્શી
સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી
.
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.
કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
– મનોજ ખંડેરિયા
Felt like, U was at the edge of the cliff, when Shyamal hai was singing, “dharodhar rakhyo te”. Simply superb rendition of equally well written ghazal
કોણ કહેશે કે ગુજરાતી ભાષા નુ ભવિષ્ચ ચિન્તાતુર છે ? આવો અને માણી જુઓ આવી સુન્દર રચનાઓ.
અદભુત ગઝલ્. સ્વર સ્વરાન્કન ઉત્તમ્.. મધુર સ્વરે સોનામા સુગન્ધ ભેલવેી દેીધેી.
saras…rachna…saras…gayaki….adhubut….
ખુબ સરસ રચના…..ગવાઇ…અદભુત…..
ઈસ્માઈલ વાલેરા નુ “રોઈ રોઈ કોને સઁભળાવુ..(ફિલ્મ-જેસલ-તોરલ)-ટહુકો પર મુકશો,તો ઘણા દર્શકો ને લાભ મળશે,મને બહુજ ગમે.
Gazal, I used to listen frequantly…..wonderful composition
only one word we can say WAH GUJARATI…..hats of manojbhai…….shyamabhai and soumilbhai. ADDBHUT RACHNA , SWARANKAN AND GAYAKI.
જયશ્રેીબેન , બહુ મજા આવિ,એકજ શબ્દમા ખુબ ધન્યવાદ
સરસ ગઝલ, સરસ સ્વરાંકન, શ્રી મનોજ ખંડેરીયાને લાખ લાખ સલામ… ગાયક્શ્રીને અભિનદન, તમારો આભાર …..
સુંદર ગઝલ,સુંદર સ્વરાંકન અને ખુદ કવિશ્રી મનોજ ખંડેરિયાનું પઠન….
બધુંજ સુંદર.
-ગમ્યું.
કવિશ્રીનું સુંદર સ્મરણ…
સદગત કવિના જન્મદિનને મુદ્રિત અને ઉચ્ચરિત અક્ષરદેહ દ્વારા આ બીજા મનોજપર્વ નિમિત્તે કવિનું સ્મરણ સહુને પુલકિત કરે એવી ભાવના સાથે આ પર્વમાં હાજર છું.
આ યાદગાર ગઝલને શ્યામલભાઇએ કમાલની ગાઈ છે. મનોજકાકાનો સ્વયંપાઠ સાંભળવા મળે એ એક લહાવો છે.
ખરેખર સુન્દર રચના ….. બહુ ગમી
સુન્દર ગઝલ છે.સામ્ભળવાની ખુબ મઝા આવી.
સરસ અને સુન્દર રચના.
ખુબ જ ગમી.
સોનામા સુગન્ધ્
મનોજભાઈની રચનાઓ અદભૂત હોય છે.
તેમને હાર્દિક શ્રદ્ધાંજલી.
સ્વરાંકન પણ સુંદર.
મનોજ પર્વ બદલ અભિનંદન.
ઉલ્લાસ ઓઝા
હાથમાં કારોબાર રાખ્યો તેં – ખુબ જ સરસ ગઝ્લ
“મનોજની ‘હાથમાં કારોબાર રાખ્યો તેં’ ગઝલનો આનંદ (ગિરીશના ભાવ પ્રતિભાવ)” http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરેલ છે. વાંચવા વિનંતી.
– – ગિરીશ પરીખ
ખુબ જ સરસ .
શ્વાસની સાથ ઉચ્છવાસ દઈને મ્રુત્યુની હારોહાર રાખ્યો……
એના કારોબારને સુપેરે સઁગીતબદ્ધ કર્યો, શબ્દો તો અતિ ચોટદાર.
નાના ભાઈ ના મરણ બાદ થોડા જ સમય મા માત્તા ના મરણ વખતૅ વતન જતા આ જ કાવ્ય મુખ મા થી નીકળી પડ્યુ આ અસરદાર ગીત્.
[…] હાથમાં કારોબાર રાખ્યો તેં, ને મને બારો… – મનોજ ખંડેરિયા […]
I am totally flat on this gazal. Applicable to boss, wife ,girl friend and anybody who holds command over another. I also salutes Shyamal -Saumil for the way they sung it.
ખરેખર અદભુત્ . ખુબ ગમ્યુ ગીતો સમ્ભલ્વા નુ અને કવિતા વાચવાનુ.
લાં…બા અંતરાલ બાદ આ ગઝલ સાંભળી… ખૂબ સુંદર રીતે સ્વરાંકન થયું છે અને એવી જ મસ્તીથી ગવાઈ પણ છે. વચ્ચે મુકુલભાઈની જે કોમેંટ છે એ તો અદભુત છે!!!
ગુજરાત સમાચાર દ્વારા યોજાયેલ સમ્મેલનની સીડીમાં આ ગજલને શ્યામલભાઈના સ્વરે જ સાંભળી માણી છે. આપે સર્વે ગુજરાતી ચાહકો માટે અહીં મૂકી તે બદલ આપને અભિનંદન.
JayShree,
I have one suggestion!
How about having one segment for introducing Gujarati Music personalities e.g. Music directors and singers. For example, I wanted to know more about Avinash Vyas and cound not find anything on net. I know that this would be very huge effort but one can start with few famous names.
પાઘડી મા એક વધુ મોરપીચ્છ
Thanks,
એક સંપુર્ણ રચના.
ધન્યવાદ આવી ક્રુતીનું રસપાન કરાવવા બદલ.
આખી ગઝલ જ અદભુત છે…
આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.
ખુબ જ સાચી વાત . માણસ નિરાંતના જીવનની લ્હાયમાં ભવ આખું દોડે રાખે અને અંતે વિચારે તો જાણે કે જેના માટે આટલું દોડ્યા એ તો જો દોડ્યાં ન હોત તો હાથવગું જ હતું .. !!
ખુબ સુંદર ગઝલ…