પહેલા મુકેલું આ હાલરડું ફરી એક વાર હેમુ ગઢવીના સ્વરમાં….ઓડિયો ફાઈલ માટે આભાર jhaverchandmeghani.com
સ્વર – હેમુ ગઢવી
* * * * * * * * * * * * * * * *
Posted previously on July 17, 2007
આ હાલરડું શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એના વિષે જે વાત કરે છે એ સાંભળવાની પણ મજા આવશે. અને વિરાજ ઉપાધ્યાયના કંઠે હાલરડું સાંભળવું ખરેખર એક લ્હાવો છે. દુનિયાના ગમે તે ખૂણામાં હોઇએ, પણ જાણે પોરબંદરના દરિયા કિનારે પહોંચી જવાય છે.
સ્વર – વિરાજ/બીજલ ઉપાધ્યાય
.
દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
– ઝવેરચંદ મેઘાણી
આ હેમુ ગઢવી નહી પણ પ્રફુલ દવે નો સ્વર છે.
hemu gadhvis gujarat song on versad –rain– if you can locate will be greatly appreciated by all narendra
ઘણુ સરસ
મુ. શ્રી જયશીબેન ઘણા સમય બાદ હાલરદુ સાંવભળવા મળ્યુ. આભાર.
ઘના વખતે આ હાલર્દુ સમ્ભલ્યુ.આભાર્
ફરીથી આ હાલરડુઁ સાઁભળ્યુઁ.મેઘાણીભાઇએ પણ
વિરાજબહેનનો કઁઠ માણવા જેવો હતો એમ લાગ્યુઁ.
રજૂ કરનારા સૌ અભિનન્દનને પાત્ર છે જ !
Excellent song and superb performance by Viraj
meghbindu
મઝા આવી ગઈ……
પોરબંદર ના દરિયે પહોંચી ગયા..
આવુ સરસ હલરદા માતે તમારો આભાર્ ખુબ જ ગમ્યુ.
વાહ બેટા તું તો એસ.એફ રહીને પોરબન્દરના દરીયામા ડુબકી મારી અદભુત મોતી લઇ આવી.
પોરબંદર ના દરિયે સાચે સાચ વીરા ને સુવડાવતા ગાયેલું હાલરડું તાદ્રશ્ય થઈ ગયું..જુનુ ને જાણીતું હાલરડું સાંભળીને ભૈલો યાદ આવી ગ્યો…ખુબ મજા આવી..હવે ક્યાં ગવાય છે હાલરડાં? આવુ દુર્લભ હાલરડુ સંભળાવવા બદલ તમારો આભાર.
very nice halerdu
thanks for sharing
nisha patel
બહુ સરસ સામભાલતા ઉઘ્ આવિ ગઇ.
આ રચના ખરેખર અદભુત ચે. રચેતા તો ભાતિગલ સન્સ્ક્રુતિને ઘેર ઘેર પહોચાડ્વાનો નેમધારિ ખરા અર્થમા ટપાલિ હતા પન આ રચનાને કોઇ ભાતિગળ લોકસન્ગિત ના માણસે સ્વર આપ્યો હોત તો સામ્ભળવાનિ મઝા આવત
this lory was sung by an elder daughter when she watched her mother at mid night trying to calm down her todler brother. kharwan’s husband was at sea.and she expressed her emotions inboth ways. Mahel red more about folk sahitya. or contact mahendra meghani at Bhavnagar.
bahu j saras…………………………………… 1988-1989 ma uttarbuniyadi vidhyalay DHAJALA (DIST.SURENDRANAGAR) abhyas karta samaye amara sangit-teacher amone aa git shikhavata (SHREE RAVATBHAI BADMELIYA)jemni yad aavi gai ane aankh bhini thai………THANKYOU VERYMUTCH…………
હવેતો હાલરડા સામ્ભળવા, માણવા, ગાવા એતો સ્વ્પ્નવત છે અને તેમાય્
આવુ દુર્લભ હાલરડુ સામ્ભળીને મન દરિયાની જેમ ડોલ્યા વગર કેમ રહી શકે.
ખૂબજ મજ આવી ગઈ.
જયશ્રેીબહેન ! તમે ટહુકતી મજાની કોયલ જેવાઁ છો.
આ ગેીતે હૈયુઁ હચમચાવી નાખ્યુઁ.ઉપાધ્યાય બહેનો
પણ સુરોની રાણીઓ છે.પ્રસ્તાવના પણ સરસ છે.
તમારો સૌનો ખૂબ ખૂબ સાભિનઁદન આભાર !!!!
તમે સાવ સાચુ કહ્યું મનવંતાભાઈ…!!
મારા દાદિમા મને સંભળાવતા હતા!
ઘણા સમય થી આ હલરડુ શોધતો હતો…
મને મળી ગયુ,ઘણા વષો પહેલા ની મીઠી યાદો તાજી થઈ ગઈ!!!
thank you for the lovely song.
do you have a song ‘maa kok di mane sambhre… by zaverchand meghani’ he wrote for his daughter from his first wife…
Thanks.
Jayshreeben,
You are doing great service to lok shahtya in gujarati this one by Meghani brought me to porbandar in seconds we loved it Thanks
Prakash Jyoti
EXCELLENTS AND HARTFILLLING ;GOOD SONG
Hi, i would like to listen more sons for the young chidren. like Jodakana. small story’s for the young children that is easy to remember.it’s great way to teach our children about our culture and leaving life in India.
mARA lERIA MA LAGI LOOTALOOT GIT KEM NATHI
મેઘાણીજી ના લખેલ ગીત અને હાલરડા માંનુ એક હાલરડું છે.
મેઘાણીજી ફક્ત સંપાદન નહોતા કરી જાણતા તેઓ ખુબ સારા લેખક પણ હતા, અને કવિ પણ હતા, ગ્રામ્યજીવન ની ખુબીઓ ને ખુબજ રસ સભર બનાવી કૃતિ માં ઢાળવા માં તેઓ નિષ્ણાંત હતા,
ગુજરાત નું લોકસાહિત્ય તેમનું સદાય ઋણી રહેશે.
ઝવેરચંદ મેઘાણી કવનના બાદશાહ સરસ શબ્દોની ગુંથણી અને જોમવંતી અભીવ્યક્તિ ગુજરાતી સાહિત્ય ના અણમોલ રતન ગાંધીજી એ જેમને રાષ્ટ્રીય શાયર કહી બીરદવ્યા એમના બધાજ ગીતો ગણગણવા નહી પણ બુલંદ અવાજે ગાવા જેવા હોય છે
Excellent…
maru naam naresh bhatt che. hu secunderabad revasi chu. aa site upar geet sambhdi ne mun mauji thai gyu.
dhanya che tamne ke tame aatlu saru kaam karo cho.
ismail valera na koi geet hoi to haji maja avse.
secunderabad layak koi kaam hoi to mane laavo aapjo.
બચપન યાદ આવી ગયુ.
Thank You Jayshree.
Exelent words and voice also,Thank you for “Tahuko”.
પહેલી જ વાર સાંભળ્યું. આભાર.
સાચે જ હાલરડુ તો સરસ છે જ પણ એની પ્રસ્તાવના ઍ થી પણ વધુ મીઠી લાગી……
આભાર જયશ્રી
Nice song….and nice introduction/camparison from Pravinbhai.
હાલરડા બાળકના વિકાસમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે- let’s hope that new generation also keep that tradition.
મજા પડી.
માતાને કંઠે નીતરતાં હાલરડાંમાં પ્રેમ અને વીરતાનો રંગ એવો ઘોળાયો છે કે જેમ વીરો પારણે ઝૂલે એમ દરિયો ડોલે છે, વીરો ખોડલા ખૂંદે એમ છોળો મારતાં મોજાઓ ઝલકે છે, વીરાનાં ઓછાડ પથરાય એમ ધરતી પર આભમાંથી ચાંદની રેલાય છે, વીરો જેમ સપનામાંથી ઝબકે એમ વીજળી ઝબકે છે, અને જેમ માવડી વીરાને હાલા ગાય એમ માઝમ રાતનો દરિયો ગાજી રહ્યો છે……
હે… માતા રોતા રે વીરાની દોરી તાણતી…
સુંદર ગીત!
આભાર.
સરસ શોધ ! બહુ વર્ષો પર સાંભળેલું. આજે ફરી સાંભળવા મળ્યું …