સાત સાત પગલાઓ સાથે ચાલીને – મેઘબિંદુ

સ્વર – વિરાજ/બીજલ ઉપાધ્યાય
સંગીત – દક્ષેશ ધ્રુવ
આલબ્મ – સંબંધ તો આકાશ

સાત સાત પગલાઓ સાથે ચાલીને
તેં માંગ્યો તો મારો હાથ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

હું તો ઈચ્છાઓ તારી ઉછેરતી હતી
ને મહેકાવ્યો તારો એ બાગ
તારા અવાજમાં હું એવી ખોવાઈ ગઈ
કે ભૂલી ગઈ મારો રાગ
તારા એક એક પગલાની પૂજા કરી
તને માની ને મારો નાદ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

મંઝિલની ટોચ જ્યારે દેખાઈ દૂરથી
ત્યારે તેં લીધો વળાંક
તપ તપતાં તાપમાં તારી સંગાથમાં
ચાલી એમાં મારો શું વાંક?
મનના મારગમાં એવું તે કોણ મળ્યું
છોડી દીધો મારો સાથ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

– મેઘબિંદુ

11 replies on “સાત સાત પગલાઓ સાથે ચાલીને – મેઘબિંદુ”

  1. મેઘબિન્દુબેન સ્વર રચના ખુબજ સુન્દર મજાનિ લાગિ.લાગ્યુ કે મારા દિલનિ વાત મને સામ્ભલવા મલિ રહિ .હુજ જાને બોલિ રહિ સુ.
    તહુકો ખરેખર દિલને તરબતર કરિ દે સે.

  2. ” મેઘબિંદુ ” ઍક અદભૂત કવિ છે. સ્ત્રી ની લાગણીઓને અનુલક્ષી ઍમણે ઘણી રચનાઓ લખી છે. આ ગીત ઍવી રચનાઓની હરોળમાં મોખરે બિરાજમાન થાય ઍવૂં છે.

    વિરાજ – બિજલની ગાયકી કાયમ, કવિની ભાવનાને શ્રોતા સુધી સુરીલી રીતે પહોંચાડી દે છે.

  3. ખુબ ખુબ આભ્રાર્ર,

    રસિલા ગુજ્જુ ગેીતો માત્તે!

    જુનિ યાદો તાજિ કર્વ માતે!

    એક ખુબ ખુબ્ જુના ગેીત નિ ફમએશ.

    ૧ “કાલજ કોર્યુ તે કોને કહિયે જિ રે”

    ૨ “ઓલ્યા ફાગન ના ફુલ નો ભરોસો ન કિજિયે”

  4. ખુબઅજ સરસ . kavi ane composer bane khubj saras .તને માની ને મારો નાદ . અહિ નાદ નિ જગ્યાએ નાથ હોવુ જોઇએ .

  5. મેઘ્બિન્દુનુ આ ગીત એક્દમ હ્રિદયસ્પર્શી છે,દક્શેશ ધ્રુવનુ સન્ગીત પણ ભાવવાહી છે.

  6. તારા અવાજમાં હું એવી ખોવાઈ ગઈ
    કે ભૂલી ગઈ મારો રાગ………….
    સરસ રચના, સ્વારાંકન અને અતિ સુન્દર ગાયકી…મોર ના ઈંડા..PU ના

  7. સરસ રચના, સ્વારાંકન કર્ણપ્રિય, આનદ આનદ ……………

  8. સંબંધ તો આકાશ….!એટલો મોટો …વિરાટ અસીમ…ફલક-વિસ્તાર,
    ક્યાંક વાદળ,ક્યાંક સાવ ક્રિસ્ટલ ક્લીયર સ્વચ્છ બિલોરી કાચ જેવો સૂનકાર,
    સવાલ થાયઃ “શું આપણે સમય અને સંજોગોના હાથના રમકડા માત્ર?”
    ક્યાંક ,આપણું કર્તૃત્વ,ક્યારેક આપણી પસંદ,ગમા,અણગમા,નિશ્ચય-નિર્ણય
    પણ ભાગ ભજવે, ને ક્યાંક આપનો અહમ અને સ્વાર્થ પણ કારણરૂપ હોય..
    આમ કોઈ પ્રિયજન કે પાત્રનો સાથ -સંગાથ છૂટી જાય ત્યારે…
    “શું થયું અચાનક એવું કે…….?” એ તો બે પાત્રો વચ્ચેનો વ્યક્તિગત
    -અંગત-નીજી સવાલ જ…ઘણી વાર કોયડો જ રહી જતો લાગે અન્યોને માટે…

  9. It is very nice song and the wordings are touching heart. It is
    favourite song of my daughter in law – she sing the song well.
    God bless Viraj & Bijal loving daughter of Purshottambhai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *