રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ

સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય  

જીવનની છે સાંકળ લાંબી,
અગણિત એના બંધન;
સાચા ખોટા તકલાદી કે,
મજબૂત એના બંધન?

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

માત ઝૂલાવે ઝૂલણે લઇને,
દોરીનું એક બંધન;
ઝગમગતું તો કોઇ ને કેડે,
કંદોરાનું બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

શહેનાઇના સૂરથી બાંધ્યા,
મીંઢણના પણ બંધન;
નાણાછડીથી બાંધે કોઇ,
યુગયુગના પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

તરસ્યા ને પાણી પીવડાવે,
ડોલ દોરીનું બંધન;
વ્હાણ ને સંભાળી રાખે,
લંગરનું પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

હાલમાં બેડી પગમાં જંજીર
જેલ તણુ પણ બંધન;
પિંજરમાં જ પુરાણ પંખી
તો જનમ તણુ એ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

બંધન બંધનમાં ફરક છે,
ઉત્તમ કયું એક બંધન
કાચા સુતરથી ગુંથેલુ
અમોલ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

રાખડી ચમકે કોઇ બેનીની
પ્રેમ તણું એ બંધન
કાયમ ઝળકે ધ્રુવ તારક સમ
અજોડ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

12 replies on “રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ”

  1. Though it is old,but for me this is first time,I knew that Kavi has not left any subject on which he has not written any poem !!!
    He is so RUJU that he can not remain without airing his emotions !!!
    Beautifully sung by Beladi sisters in chorus and it expresses the true,enduring Bonds of brother and sister !!!
    Congrats Dineshbhai.

  2. THAT BRINGS IN MIND IS LOVE REALLY A FREEDOM OR ‘BANDHAN’ ?
    Sometimes love also means let go of loved one so they can achive their dream right?
    sometimes holding on also halt progress.

  3. રક્ષા બન્ધન નુ ગેીત બહુજ ગમ્યુ આભાર્

  4. Both of us enjoyed the song Raksha Bandhan…”sung by Viraj Vijal… NEED LESS TO SAYABOUT>MY A.I.R. companion & music composar…Shree Purshottambhai…how can WE forget him?all the best wishes…after…going thr!u so many tries, because…”this text will be replaced…!!”We were able to listen a melodious song ..Raksha Bandhan..”now my search for another geet…We ..go for ..the sweet songs which my wife INDIRA can listen….!!Ranjit JSKRISHNA>>>

  5. આ ગીત સાભળીને ઘણો આનન્દ થયો. ઑગસ્તટ,૩૧,૨૦૦૯
    ” કાચા સુતરથી ગૂથેલુ અણમોલ રક્ષાબન્ધન
    ઊત્તમ છે આ બન્ધન”
    ફૂલવતી શાહ.

  6. શ્રેઈ ઝવેર્ચન્દ મેઘાનિ નિ આ એક રચના માતે ઘના સમયથિ ઇચચ્હ હતઈ. જે આજે પુરિ થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *