સ્વર્ઃ અનાર શાહ્
સ્વરાંકનઃ અમર ભટ્ટ
.
આલ્બમ : સંગત
સ્વર : વિરાજ બીજલ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
.
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?
પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !
કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
– રમેશ પારેખ
આવાજ કૌમુદિ મુન્શિ યાદ આપે એવો સુન્દેર્.
Very sweet song and extremely sweetly well sung.It was a treat to listen to it. Thanks.
રમેશ પારેખની કવિતાને કંપોઝ કરવી અઘરી તો છે. આજ મને મોરપિંછના……માં ફ્લ્યુટ મેદાન મારી ગઇ એને સિતારની
સુંદર સંગત પણ મળી.સાંભળવી ખુબ ગમે.