આ ગીતની પૂરેપૂરી મઝા લેવી છે? Headphone ની વ્યવસ્થા કરો.. વિરાજ-બીજલ નો યુગલ સ્વર હોય એટલે ગીત સ્પેશિયલ તો થઇ જ જાય, અને આ ગીતનું રેકોડિંગ એવું સરસ છે કે એકબાજુ વિરાજનો અવાજ સંભળાય અને બીજી બાજુ બીજલનો..
અને આ વાત અહીં ખાસ એટલા માટે કહું છું કે તમે વિરાજ-બીજલને સાથે બીજા ગીતોમાં સાંભળ્યા હશે ( સૂના સરવરિયાને કાંઠડે – અવિનાશ વ્યાસ, પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ ) તો એ ગીતોમાં એમનો અવાજ એવો તો એકાકાર થઇને આપણા સુધી પહોંચે છે કે – જાણે એક જ વ્યક્તિનો સ્વર હોય..!
સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…
નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વુંદાવનમાં…
વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વુંદાવનમાં…
મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ
મનમાં માનિની વિમાસણ થાયે
હુંથી છાની બીજા છે મુકુટ માંહે
બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી
દયા પ્રભુ જય જય જય… વુંદાવનમાં…
Dear Jayshreeben,
It’s a mesmerising track but I cannot see the link to listen to it. I am trying hard to find this song but unfortunately couldn’t find in Viraj-Bijal’s voice.
Can you please let me know the album’s or music company’s name?
Many thanks in advance.
Aa geet kyanthi malse ?
અતિ ઊત્તમ ગીત છે. સાંભળીને અતિ આનંદ થયો. ગીત મુકવા બદલ ધન્યવાદ.
ખુબ સરસ, વિરાજ-બીજલનો બહુજ સુંદર અવાજ છે.
વિરાજ-બીજલનો સુંદર કંઠ ખુબ મજા આવી ગઇ.
વાહ,અફલાતૂન
વાહ,અફ્લાતુણન
અતિ સુન્દર
ખુબ મજઆ આવિ.ંમઅન થોદુ હલ્વુ થયુ .
અતિ ઊત્તમ ગીત છે. સાંભળીને અતિ આનંદ થયો. ગીત મુકવા બદલ ધન્યવાદ.
i was always listening this song on radio..my one of the favourite in gujarati songs.thank u so….much madam.actually i want 2 keep the collection of such rare songs!
આ મારુ અત્યન્ત ગમતુ ગિત્!!!કેતલા વર્શો બાદ સાન્મ્ભલ્યુ.અમદાવાદ રદિયો પર કાયમ સામ્ભલવા મલતુ હતુ….ખુબ્….ખુ…આભાર!!!
ભક્ત કવિ શ્રિ દયારામ ના ઘના ગિઇતો ચ્હે..તહુકો મા એક જ ગિત ચ્હે તેવુ કેમ ???
વાહ વાહ્ પુરુશોત્ત્મ્ભૈ, કહએવુ પદે શુ કમ્પોઝ કરુયુચ્હે દયારામ્ નુ ગિત અમે નાચ્વા લાગ્યા થૈ થૈ થૈ.આભાર્ આ રિતે કનૈયા નિ રાસ લિલા પિરસતા રહેજો. ખુબ ખુબ આભાર્.
tame mari sharad poonam sudhari didhi. Thank you very much. office ma night shift karata karata aa garabo sambhaline man kharekhar Vrundavan Pahonchi gayu. Thank you once Again. keep it up
મજા માણી.દશેરા મુબારક !
વિરાજ-બીજલનો આટલો સુમધુર કંઠ.. તો પછી કેમ વધુ સાંભળવા નથી મળતો? મારા ખ્યાલ મુજબ હમણા સુધી એમનું એક જ આલ્બમ બહાર પડ્યું છે, એવું કેમ?
શબ્દોની અદભૂત ગુંથણી અને શ્રીકૃષ્ણની રાસલીલાને ગરબીઓમાં દયારામ સિવાય અન્ય કોણ તાદ્રશ પ્રગટાવી શકે? ટહૂકાને ધન્યવાદ! તો તે ભાવોને સ્વર-સંગીતમાં ઊભરાવવા માટે કલાકારોને પણ ધન્યવાદ!