Category Archives: વિભા દેસાઈ

વિભા દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ક્ષેમુ દિવેટીઆ' સ્પેશિયલ 1 : ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં - રમેશ પારેખ
'ક્ષેમુ દિવેટીઆ' સ્પેશિયલ 3 : દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું - મુકેશ માવલણકર
ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા - અનિલ જોશી
દાંડી પડે ને ઢોલ બોલે સે… - અવિનાશ વ્યાસ
દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા - આદિલ મંસૂરી
નજરુંના કાંટાની ભૂલ - સુરેશ દલાલ
ને મોરલો અધૂરો રહ્યો.. - અનિલ જોશી
પાસપાસે તોયે - માધવ રામાનુજ
બેડલું ઉતારો...
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય - અવિનાશ વ્યાસ
રીમઝીમ બરસે બાદલ બરસે - સુન્દરમ્
સાંભરણ - માધવ રામાનુજ
સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) - રમેશ પારેખ
હજુ રસભર રાત તો - અવિનાશ વ્યાસ
Sugam Saneet and Bhajans by Rasbihari Desai - Friday June 6, 2008 - in Valley (Los Angeles)રીમઝીમ બરસે બાદલ બરસે – સુન્દરમ્

સંવેદનાની સૂરાવલીની તૈયારી માટે ગયા રવિવારે અમે બધા મળ્યા ત્યારથી આ ગીત ગૂંજે છે. તો થયું, આજે તમને પણ આ ગીત સંભળાવી જ દઉં..! આમ તો દેશમાં વરસાદના જવાના એંધાણ છે – અને અમારે ત્યાં અહીં એના આવવાને હજુ વાર છે… પણ પિયુના આવવાના એંધાણ હોય ત્યારે તો ગમે તે મોસમમાં પણ વરસાદની સોડમ આવે, કાનમાં મોરના ટહુકા સંભળાય, અને મનમાં ગુંજે રીમઝીમ વરસતા વાદળના ઝંકાર…

સ્વર – વિભા દેસાઇ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

2009.09_ 064

રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ
બાદલ બરસે , રીમઝીમ બાદલ બરસે ,
રીમઝીમ બરસે , બાદલ બરસે
હો….મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ!!!!

સાવન ની સખી સાંજ સુહાગી
કરતા મોર પુકાર ,ગગન ગોખ થી
મદભર નૈના , વીજ કરે ચમકાર
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

આંજણ આંજું , પહેરું પટોળા
સોળ સજું શણગાર ,
કઈ દિશ થી મારો કંથ પધારે
કોઈ દિયો અણસાર …
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

– સુન્દરમ્

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું – મુકેશ માવલણકર

૪ ઓગસ્ટ ૨૦૦૮ માં મૂકેલું વિભા દેસાઇનાં સ્વરમાં આ ખૂબ સુંદર વર્ષાગીત આજે ફરી એક વાર નવા સ્વરમાં……

varsaa.jpg

સ્વર : ઉન્નતી ઝીન્ઝુવાડીયા
સંગીત નિયોજન : નીરવ જ્વલંત

.

સ્વર : વિભા દેસાઇ
સંગીત : પરેશ ભટ્ટ

.

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

– મુકેશ માવલણકર

હજુ રસભર રાત તો – અવિનાશ વ્યાસ

ગઇકાલે – ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષની શરૂઆત – અને સાથે કવિ – સ્વરકાર – અને ગુજરાતી સંગીતજગતનો આધાર સ્તંભ – એવા શ્રી અવિનાશ વ્યાસનો પણ એ જ દિવસે જન્મદિન..!! એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના….. સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસનું – અને સાંભળીએ આ ગીતની મૂળ ગાયિકાઓના સ્વરમાં..

ગુજરાતી ગીતોમાં female duets આમ ઘણા ઓછા છે – એ રીતે પણ આ ગીત ઘણું ખાસ ગણાય….

સ્વર : વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ

This text will be replaced

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શ્યામલ પગલાં
થોડું દૂર રહ્યું છે પ્રભાત…
જરી જંપ્યુ ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર…
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને પગથાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના…..

– અવિનાશ વ્યાસ

સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) – રમેશ પારેખ

આ પહેલા બે વાર ટહુકો પર (એક વાર ફક્ત શબ્દો સાથે, અને બીજી વાર વિભા દેસાઇના સ્વર સાથે) રજૂ થયેલું આ રમેશ પારેખનું ખૂબ જ જાણીતું અને ગુજરાતીઓનું માનીતું ગીત… આજે બે નવા સ્વર સાથે ફરી એકવાર… આરતી મુન્શી અને સોનાલી વાજપાઇ..!! Well… એ તો એવું છે ને કે આજનો દિવસ જરા ખાસ છે.. એટલે ગીત પણ સ્પેશિયલ જ હોવું જોઇએ ને?

આ સ્પેશિયલ ગીત.. – મારા એકદમ સ્પેશિયલ સાંવરિયા માટે !! 🙂

સ્વર – આરતી મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ – શ્યામલ-સૌમિલ મુન્શી)

સ્વર – સોનાલી વાજપાઇ
આલ્બમ – તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)

—————————

Posted on May 17, 2007

મોરપિચ્છ પર પહેલા ફક્ત શબ્દો સાથે રજુ થયેલું ગીત, સ્વર – સંગીત સાથે ફરી એકવાર.

—————————

Posted on Oct 26, 2006

કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં પણ એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.

‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?

સ્વર : વિભા દેસાઇ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 3 : દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી

ઘણા વખત પહેલા ટહુકો પર એક મિત્રએ આ ગીતની ફરમાઇશ કરી હતી.. અને ત્યારે મેં આ ગીત સાંભળ્યું નો’તુ – તો એના બદલે

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી…

એ ગીત મુકી દીધું… ગરબાની કેટગરીમાં મુકી શકાય એવું આ લોકગીત ક્ષેમુદાદાએ ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ કર્યું છે.. અને સાથે વિભા દેસાઇ, માલિની પંડિત, હર્ષિદા રાવળ, જયશ્રી વોરા, આરતી મુન્શી અને સુધા દિવેટીયા એ સ્વર પણ એવો જ આપ્યો છે કે સાથે આપણને પણ ‘ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો…’ કરવાનું મન થઇ જાય…

સ્વર : વિભા દેસાઇ અને વૃંદ

.

દાડમડીના ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી

હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો મણિયારાને હાટે હાલી
ચૂંડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

– લોકગીત