એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું – મુકેશ માવલણકર

૪ ઓગસ્ટ ૨૦૦૮ માં મૂકેલું વિભા દેસાઇનાં સ્વરમાં આ ખૂબ સુંદર વર્ષાગીત આજે ફરી એક વાર નવા સ્વરમાં……

varsaa.jpg

સ્વર : ઉન્નતી ઝીન્ઝુવાડીયા
સંગીત નિયોજન : નીરવ જ્વલંત

.

સ્વર : વિભા દેસાઇ
સંગીત : પરેશ ભટ્ટ

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

– મુકેશ માવલણકર

46 replies on “એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું – મુકેશ માવલણકર”

  1. આ ગીત પરેશ ભટ્ટનાં સ્વરમાં સાંભળવું લ્હાવો છે
    https://youtu.be/hXETIKd-LJM
    આ youtube link ટહુકો પર મૂકજો જેથી બધા માણી શકે
    બાકી Thank You આ ગીત મૂકવા બદલ

  2. માફ કરશો પણ વિભાબહેન પ્રત્યે પૂરા આદર સાથે જણાવવાનું કે વિભાબહેન વાળા ગીતમાં બહુ મજા ન આવી.
    ક્યાંક બેસૂરુ પણ લાગ્યું.
    પરેશભાઈના સ્વરાંકનને ઉન્નતિએ વધારે ન્યાય આપ્યો છે.
    વિભાબહેન વાળા ગીતમાં રેઢીયાળ સંગીત સંચાલન છે.
    જ્યારે નિરવ-જ્વલંતનું સંગીત સંચાલન સ્વરાંકનને વધારે ઉઠાવ આપે છે અને કર્ણપ્રિય બનાવે છે.

  3. ઉન્નતીએ આ ગીતને બરોબર ન્યાય આપ્યો છે અને નીરવ-જ્વલંતનું સંગીત નિયોજન ગીતને એકદમ અનુરૂપ અને દાદ માગીલે તેવું છે

  4. એકલદોકલ વરસાદે કેવો ભીજાયો હુ
    વાતવાતમા કોઇ પૂછે? કદી ન ભૂલુ હુ..હુ…

  5. Wow!!! This is very great composition. Jwalantbhai is my sir & Niravbhai is just like my elder brother. They both r very good player & Unnati performance is also very good.

    Regards,,
    Tejas Trivedi

  6. Singing quality of Unnati is like a one HIGH STANDARD artist…
    Heartly Congratulations to Unnati,Jwalant & Nirav…& best wishes for those emerging artists

  7. First of all when we hear this song from the heart there is one different type of sound comes out……

    congratulations to Unnatibahen….

    Thanks to Niravbhai,Jwalantbhai

  8. ઉન્નતિબેનને અભિનંદન. અને એટલ જ હકદાર નીરવ અને જવલંત. એટલા માટે કે ગીત નો મિજાજ જાળવી રાખ્યો છે.અને એ ઉપરાંત વધારે ઉઠાવ આપ્યો છે.

  9. જ્વલંત મારો પુત્ર છે અને નીરવ મારા દીકરા જેવો છે.તેમની અવિરત સંગીત સાધનાનો હું સાક્ષી છું. તેમને માટે હું કઈ લખું તે યોગ્ય નથી.હા ઉન્નતીબેનનું શાસ્ત્રીય ગાયન મેં સાંભળ્યું.છે. અદભુત અદભુત સિવાય મારી પાસે કોઈ શબ્દો નથી. આ ગીતના સ્વરાંકન જેવા સ્વરાંકન ભાગ્યે જ સાંભળવા મળે છે.સ્વ. પરેશ ભટ્ટ હૃદયસ્થ છે અને રહેશે.આ ગીતમાં ઉન્નતીબેનનું અદભુત કંઠનું માધુર્ય માણવા મળ્યું

  10. સરસ ગીત રચના… બંને સ્વરાંકનો સરસ થયા છે.. નવા સ્વરાંકન પરથી પરેશ ભટ્ટના સ્વરાંકનની અસર લગીરેય ભૂંસાઈ હોય એમ જણાતું નથી…

  11. Ya! This song is very fine & Niravbhai & Jwalantbhai Music is so nice.. Yaa! 1st Vibhaben song is very also nice. I am Tabla Player. I have done my master in M.S.Uni Baroda.

  12. ઊન્નતીબેન અને નીરવભાઈનુ ગીત સુંદર છે.પણ એક વીચાર આવે કે પરેશભાઈને ઍક્ અંજલી રુપે ગીતની તેમની બન્દીશ અક્બંધ (untouched) રાખવી જોઇયે.
    આ ગીતના સંગીત પર પરેશભાઈની અમીટ છાપ છે.
    ગુજરાતી ગીતોની ક્યાં કમી છે.
    ગુસ્તાખી માફ !

  13. વ્હાલમ વ્હાલમ પછી જાણે કે શબ્દોજ ન સુઝતા હોય તેમ પુનરાવર્તન થાય છે,અદભુત !~

  14. ખુબ સુંદર….

    વિલંબિત લય માં ગાવામાં અઘરી આ રચના ઉન્નતીએ સુંદર રીતે ગાઈ, ઉન્નતી ને અભિનંદન.
    વિભાબેને ગાયેલી મુળ રચના બાબત તો શું કહેવું.. અતિ સુંદર.. Excellent..

  15. સુંદર ગીત. બેઉ સ્વરાંકન સુંદર. વિભાબેનનો અવાજ દાદ માગી લે.
    ઉન્નતીબેન પણ સારી ક્ષમતા ધરાવે છે.

  16. સરસ રચના, બંને સ્વરાંકન મનભાવન, કવિશ્રી, ગાયકોને અભિનદન, આપનો આભાર………..

  17. સુન્દર કવિતા સુન્દર સ્વર રચના ( પરેશ) સુન્દર ગાયકી (વિભાબેન)…

  18. વિભા દેસાઇ એટલે વિભા દેસાઇ……. અફલાતૂન…

  19. Pareshbhai ni badhij rachnao be cassets ma lagbhag 74 ma kadach navsari na koi trust “Paresh bhatt smriti” ke evu koi nam hatu tene bahar padi hati, jo aap te badhi pareshbhaina j swaro ma rachnao net par muksho to aap no khub j abhari thaish, thanks

    • હ્રદય ને ઝંઝાવાત થી લઈ ક્ષુબ્ધ થઈ જાય એ લય , તરંગ, પરીયણ, થી બસ ભીંજાઈ જવામાં જ….!!!

  20. ખુબજ સરસ રચના છે મે અત્યાર સુધી ગણી રચનાઓ સાંભળી છે પણ આનો સ્વાદ જ અલગ છે.
    આભાર દીદી !

    • નાના બાળક ની જીદ ને, તેની દ્રષ્ટિએ અમુલ્ય અત્યંત કિમતી ખજાના સમાન હોય છે, એવુ જ આ નાદાન મન ની વ્યથા જેવી લાગતી સંવેદનશીલ લાગણીઓ ને સમજવી, ઘણી અઘરી અને ઘણી જ સરળ પણ હોઇ શકે છે,
      વિભાદિદી એ આંખો ભીંજાઈ જાય, એટલી જ સુંદર અને નાજુક શબ્દો નો સહ્રદય થી સૄંગાર કરી, મન ને સમજવા નો પ્રયત્ન કર્યો….આભાર વિભાદિદી….

  21. સ્વ.૫રેશભાઇના દેહાવસાનના ૨૫-૨૫ વર બાદ ૫ણ તરોતાજી
    સ્વરરચના……….૫રેશભાઇના તમામ સ્વરાકનો ” ટહુકા “મા
    કેમ ન ટહુકે ?
    કવિ મુકેશ માલવણકર……

  22. સરસ રચના
    અને
    વિભાની મધુર ગાયકી
    પરેશના સ્વરમાં ગીત મૂકશો

  23. “તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’ ”

    onomatopoeia – એટ્લે કે representation of natural sound by word or group of words, એ ગુજરાતી ભાષા માં વણાયેલુ છે અને અલગ થી ધ્યાન ખેંચે એવુ ભગ્યે જ બને ( eg. ધમ ધમક ધમ સાંબેલું, કોઇ ટહુકે છે, ચરર ચરર ચકડોળ ..etc) પણ આવા શબ્દો નો સીધ્ધે સીધ્ધો પ્રયોગ મેં પહેલી વાર જાણ્યો અને ખૂબ માણ્યો પણ. શ્રી માવલણકર ના વિષે વધારે માહિતી કોઇ આપી શકે તો આભાર..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *