સ્વર: વિભા દેસાઈ અને શુભા સ્વાદિયા
સ્વરાંકન અને સંગીત: ગૌરાંગ વ્યાસ
.
અલી બઈ હવે હું નઈ
નઈ રે માઇ વેચવા ને જાઉં રે
અલી બઈ હવે હું નઈ
નઈ રે મઇ વેચવા ને જાઉં રે
કાનો મારી કેડે પડ્યો છે
અલી બઇ..
મેતો કેટલી એ વાર જશોદા ને કહ્યું જઈ
કાનો મારી કેડે પડ્યો છે
અલી બઇ
એક તો હુ મટુકી ના ભારે લચકતી લચકતી જાઉં
જોવે નઇ મને જાયો જશોદા નો
ઘુંઘટડે અકડાઉ ..
રોકે મારગડો મારો ગોવાળીયા ને લઇ
કાનો મારી કેડે પડયો છે
અલી બઇ હવે હુ નઈ
આવે આની કોર થી
આવે પેલી કોર થી
કેટલી બચાવું જાત ચિતડાંના ચોરથી..
સામે આવે તોરથી, મોરલી ના શોરથી
થાકી હુતો જાઉ આવા મીઠા મસ્તીખોરથી
બળ્યું ગમે તોયે આંખમાંથી આસુ જાય વઇ ..
કાનો મારી કેડે પડયો છે
અલી બઇ હવે હુ નઈ
મેતો કેટલી એ વાર જશોદા ને કહ્યુ જઇ
કાનો મારી કેડે પડ્યો છે
અલી બઇ હવે હુ નઈ …
નઈ રે મઇ વેચવા ને જાઉ રે
કાનો મારી કેડે પડ્યો છે
અલી બઇ ..
– અવિનાશ વ્યાસ
વાહ, ખુબ સુંદર રજૂઆત ,નમન છે બંને ને
હ્રદય સ્પર્શી કાવ્ય રજૂઆત આને બંન્ને બહેનોનો સુંદર કંઠ સાથે કોઠે અજવાળાં થયાં.
સુંદર રચના
Bahuj Saras Geet! Varam var sambhalu to pan Man Bharatu nathi.
Jaldi biju aavuj saras sambhalobso
સુંદર રચના અને રજૂઆત બહુજ સરસ
અભિનંદન ♥️